Home /News /kutchh /Kutch News: કચ્છની ધરતી પર પગ મૂકતાં જ દેખાશે કચ્છી હસ્તકળા, એરપોર્ટ પર કરાઇ ખાસ વ્યવસ્થા!

Kutch News: કચ્છની ધરતી પર પગ મૂકતાં જ દેખાશે કચ્છી હસ્તકળા, એરપોર્ટ પર કરાઇ ખાસ વ્યવસ્થા!

X
દર

દર 15 દિવસે નવા કારીગરોને આપશે સ્ટોલ

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડીયાની પહેલ અવસર અંતર્ગત ભુજ એરપોર્ટ પર સ્થાનિક કારીગરોને પોતાની કારીગરી વેંચવા એક ખાસ સ્ટોલ શરૂ કરવામાં આવ્યો છે

    Dhairya Gajara, Kutch: કચ્છની હસ્તકળા જગવિખ્યાત છે. દેશ વિદેશથી કચ્છ આવતા લોકો અહીંની પ્રખ્યાત હસ્તકળા ખરીદવા વિવિધ ગામોમાં જતા હોય છે. પણ હવે પ્રવાસીઓને કચ્છની વિવિધ હસ્તકળા ભુજ એરપોર્ટ પર જ મળી રહેશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડીયાની પહેલ અવસર અંતર્ગત ભુજ એરપોર્ટ પર પણ સ્થાનિક કળા કારીગરીનો સ્ટોલ ખુલ્લો મુકાયો હતો.

    કચ્છની બાંધણી, અજરખ, રોગાન, ભરતકામ જેવી કાપડની હસ્તકળા ઉપરાંત માટી કામ, મોતી કામ, લાખ કામ અને કોપર બેલ આર્ટ પણ આજે પ્રખ્યાત બની છે. કચ્છના કારીગરો પોતાની ખમીરીના કારણે આજે દેશના સર્વોચ્ચ પુરસ્કાર પણ હાંસલ કરી રહ્યા છે. ત્યારે આ કારીગરોને પ્રોત્સાહન આપવા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સ્થાનિક કારીગરોને એક પ્લેટફોર્મ આપતા વિવિધ એરપોર્ટ પર એરપોર્ટ એસ વેન્યુ ફોર સ્કિલ્ડ આર્ટિસન્સ ઓફ રીજન 'અવસર' સ્ટોલ શરૂ કરવામાં આવ્યું છે.


    બુધવારે ભુજ એરપોર્ટ પર પણ ઊભા કરાયેલા અવસર સ્ટોલનું ઉદ્ઘાટન ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે કર્યું હતું. કચ્છના કારીગરો અહીંથી સીધો ગ્રાહકોને પોતાનો માલ વહેંચી શકે તે પ્રકારનું આયોજન એરપોર્ટ ખાતે ઊભો કરવામાં આવ્યો છે. એરપોર્ટના સિટી સાઈડ ભાગમાં અરાઈવલ અને ડીપાર્ચર વચ્ચે શરૂ કરાયેલું આ સ્ટોલ ભુજ આવતા વિમાનો આને ભુજથી ઉડતા વિમાનોના પેસેન્જરની આવજાવ વચ્ચે ધમધમી ઉઠશે.

    તો આ સ્ટોલ ધંધાર્થીઓને નહીં પરંતુ કારીગરોને આપવામાં આવતા આ સ્ટોલ પર મળતી સામગ્રીના ભાવ પણ ખૂબ ઓછા રહેશે તેવો વિશ્વાસ એરપોર્ટ ડાયરેક્ટરે વ્યક્ત કર્યો હતો. કારીગરો પોતાની બનાવટ અહીંથી સીધા ગ્રાહકોને વેંચતા કારીગરોનો નફો પણ વધશે અને ગ્રાહકોને પણ સસ્તામાં કચ્છની હસ્તકળા કારીગરી મળી રહેશે. એરપોર્ટ પર કારીગરો પોતાનો સ્ટોલ રાખવા પંદર દિવસના મર્યાદિત સમયગાળાનું બુકિંગ કરાવી શકશે.
    First published:

    Tags: Kutch, Local 18

    विज्ञापन