Home /News /kutchh /Kutch: રસ્તે રઝળતા માનસિક દિવ્યાંગ લોકોએ ગરબે રમી કરી નવરાત્રીની ઉજવણી, જુઓ વીડિયો

Kutch: રસ્તે રઝળતા માનસિક દિવ્યાંગ લોકોએ ગરબે રમી કરી નવરાત્રીની ઉજવણી, જુઓ વીડિયો

મનોદિવ્યાંગ

મનોદિવ્યાંગ લોકોને નવરાત્રીમાં દરરોજ બે કલાક ગરબા રમાડવામાં આવે છે

ભુજની માનવ જ્યોત સંસ્થા છેલ્લા વર્ષોથી મનોદિવ્યાંગ લોકોની સેવામાં કાર્યરત છે ત્યારે હર વર્ષે આવા માનસિક દિવ્યાંગ લોકો માટે ગરબા યોજી તેમની માનસિક પરિસ્થિતિ સુધારવા પ્રયાસ કરાય છે

    Dhairya Gajara, Kutch: અશ્વિની નવરાત્રી શરૂ થાય એટલે ગરબા રમવું ગુજરાતીઓ માટે અનિવાર્ય છે. આવામાં જેનો કોઈ આધાર નથી તેવા રસ્તે રઝળતા માનસિક દિવ્યાંગ લોકોને પણ કચ્છની સંસ્થા દ્વારા ગરબા રમાડી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. માનસિક દિવ્યાંગ લોકોને ગરબા રમાડવા પાછળનો હેતુ માત્ર મનોરંજન નથી પરંતુ તેનાથી તેમના વિચારોને વેગ મળે અને માનસિક સ્થિતિ સારી થાય તેવો પ્રયાસ કરાય છે.


    આપણી આસપાસ રસ્તે રઝળતા માનસિક દિવ્યાંગ લોકોનું પોતાના પરિવાર સાથે પુનઃ મિલન થાય અને તેમની માનસિક સ્થિતિ સુધરે તે માટે ભુજની માનવ જ્યોત સંસ્થા છેલ્લા અનેક વર્ષોથી કાર્યરત છે. કચ્છ ટર્મિનલ સ્ટેશન હોવાના કારણે બહારના જિલ્લા અને રાજ્યોમાંથી આવતી ટ્રેનોમાં અનેક માનસિક દિવ્યાંગ લોકો બેસીને ભુજ સ્ટેશને પહોંચી આવતા હોય છે. ત્યારે માનવ જ્યોત દ્વારા આવા માનસિક દિવ્યાંગ લોકોને શોધી પોતાના આશ્રમ ખાતે લાવી તેમની સેવા કરવામાં આવે છે.


    જ્યાં સુધી તે માનસિક દિવ્યાંગ લોકોના પરિવાર સાથે સંપર્ક નથી થતું ત્યાં સુધી આશ્રમ ખાતે તેમને વિવિધ પ્રવૃત્તિઓમાં જોતરવામાં આવે છે જેથી તેમની માનસિક સ્થિતિમાં સુધારો આવે. આ માટે આશ્રમ ખાતે સામાન્ય દિવસો દરમિયાન વિવિધ રમતો અને સામાજિક પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે. તો નવરાત્રી જેવા પર્વો સમયે તેમને સાથે રાખી પર્વની ઉજવણી કરવામાં આવે છે.


    હાલમાં નવરાત્રી શરૂ થતાં માનવ જ્યોત સંસ્થા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા ખાતે માનસિક દિવ્યાંગ લોકોને ગરબા રમાડવામાં આવી રહ્યું છે. આ માટે દરરોજ ભુજ શહેરના અલગ અલગ મહિલા મંડળોને આમંત્રણ આપી તેમની સાથે માનસિક દિવ્યાંગ લોકો પણ ગરબે ઘૂમે છે. મંડળની બહેનો પણ ઉમંગભેર આશ્રમના માનસિક દિવ્યાંગ લોકો સાથે સાંજે પાંચ થી સાત વાગ્યા સુધી ગરબા રમે છે.

    આ ગરબા આયોજન પાછળનો હેતુ નફો કમાવવો અથવા મનોરંજન નથી પરંતુ તેની પાછળ પણ માનસિક દિવ્યાંગ લોકો માટે એક સત્કાર્ય રહેલું છે. સંસ્થાના પ્રમુખના મતે માનસિક દિવ્યાંગ લોકોને પ્રવૃત્તિઓમાં શામેલ કરાતા તેમના વિચારોમાં પરિવર્તન આવે છે. ગરબા આયોજન કરવામાં આવતા તેમણે પણ વિચારો ઉદભવે છે કે હાલ નવરાત્રી છે અને બધા લોકો ગરબા રમવા ભેગા થયા છે. માનસિક સ્થિતિમાં સુધારો આવતા આ લોકો જલ્દી સ્વસ્થ થઈ પોતાના ઘરે પહોંચે તે જ સંસ્થાનો ઉદ્દેશ્ય છે.
    First published:

    Tags: Garba, Navratri 2022

    विज्ञापन
    विज्ञापन