Home /News /kutchh /

Kutch: અહીં લોકો પારણામાં મૂકી જાય છે બાળકો; છ દાયકાથી સંસ્થા રાખે છે બાળકોની સાર સંભાળ

Kutch: અહીં લોકો પારણામાં મૂકી જાય છે બાળકો; છ દાયકાથી સંસ્થા રાખે છે બાળકોની સાર સંભાળ

અત્યારસુધી

અત્યારસુધી આઠ બાળકોને વિદેશમાં દત્તક અપાયા છે

અનિચ્છિત બાળકોને લોકો આ સંસ્થા બહાર પારણામાં મૂકી જાય છે અને સંસ્થા દ્વારા તેની સાર સંભાળ રાખી તેમને દત્તક આપવામાં આવે છે

    Dhairya Gajara, Kutch: સમાજમાં અવાર નવાર એવા લાલબત્તી સમાન કિસ્સાઓ બનતા હોય છે જેમાં અનિચ્છિત બાળકનું (Orphaned Children) જન્મ થતાં નવજાત બાળકોને (Infant Kids) તરછોડી મૂકવામાં આવે છે. આવા નિરાધાર બાળકો માટે કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર (Kutch Mahila Kalyan Kendra) આશ્રય બન્યું છે. છેલ્લા છ દાયકાથી વધારે સમયથી આ સંસ્થા દ્વારા તરછોડાયેલા બાળકો અને મહિલાઓની સાર સંભાળ રાખે છે.

    ભુજના એરપોર્ટ રોડ પાસે આવેલ કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા ગેટ પાસે એક પારણાઘર બનાવવામાં આવ્યું છે કે જ્યાં લોકો ઈચ્છિત ન હોય તેવા બાળકોને પારણામાં મૂકી જાય છે. તો સંસ્થા દ્વારા તેની સંભાળની જવાબદારી લઈ તેમની પરવરિશ કરવામાં આવે છે. આ રીતે બાળકના માતાપિતાની ઓળખની ગુપ્તતા પણ જળવાઈ રહે છે તથા બાળકને સુરક્ષિત જગ્યાએ મૂકી પણ શકાય છે.

    સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગગાંધીનગર અનુદાનિતા કચ્છ મહિલાકલ્યાણ કેન્દ્ર ખાતે સેન્ટ્રલ એડોપ્શનરીસોર્સ ઓથોરીટી,ગુજરાત સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેકશન ગાંધીનગર અને સ્ટેટ એડોપ્શન એજન્સીના સંયુક્ત ઉપક્રમે અહીંના બાળકોને દત્તક આપવામાં આવે છે. 2006થી અત્યાર સુધીમાં 48 જેટલા અનાથ, ત્યજી દેવાયેલા બાળકોનો ઉછેર કરીને ભારતના જુદા જુદા રાજ્યોમાં દતક અપાયેલા છે. 2015 બાદ જ્યારે દેશ વિદેશમાં દતક આપવા માટેનું લાયસન્સ મળ્યું ત્યાર બાદ 13 બાળકો દેશમાં અને સરકારની નવી પ્રક્રિયા અમલમાં આવ્યા બાદ અત્યાર સુધીમાં 4 દીકરી અને 4 દીકરા સહિત 8 બાળકો વિદેશમાં દત્તક અપાયેલાં છે.

    મહિલા કલ્યાણ કેન્દ્ર પાસે ત્રણ વિભાગના લાયસન્સ છે. જેમાં પ્રથમ વિભાગમાં 0 થી 6 વર્ષના બાળકોને અહીં ઉછેરવામાં આવે છે બીજા વિભાગમાં 7 થી 18 વર્ષની દીકરીઓ માટેનું ઘર છે જેમાં દત્તક ન લેવાયેલી દીકરીઓ તેમજ કોર્ટ, પોલીસ કે અન્ય રીતે અહીં સંસ્થામાં આવેલી દીકરીઓ અહીં રહી અભ્યાસ કરે છે. તે ઉપરાંત કોઈ સગીર વયની દીકરી દ્વારા ભૂલ થઈ ગઈ હોય તેવી દીકરીઓની સારસંભાળ માટે પણ અહીં રાખવામાં આવે છે. ત્રીજા વિભાગમાં 18 વર્ષથી ઉપરની બહેનોને અહીં આસરો આપવામાં આવે છે જે કોર્ટ, પોલીસ કે અન્ય સંસ્થા દ્વારા અહીં આવે છે.

    કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રના સંપર્ક નંબર: 02832 290241.

    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Kutch, Kutch district, Kutch news, Local 18, Women Empowerment

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन