Home /News /kutchh /Kutch: 40 કરોડના ખર્ચે બની અંજારની સૌથી મોર્ડન APMC માર્કેટ યાર્ડ, રાજ્યભરના ખેડૂતોને થશે લાભ

Kutch: 40 કરોડના ખર્ચે બની અંજારની સૌથી મોર્ડન APMC માર્કેટ યાર્ડ, રાજ્યભરના ખેડૂતોને થશે લાભ

X
10

10 એકરમાં નિર્માણ પામ્યું છે અંજારનું માર્કેટ યાર્ડ

Anjar APMC: 10.5 એકરમાં અને રૂ. 40 કરોડના ખર્ચે આકાર પામેલા નવા વેજીટેબલ એન્ડ ફ્રુટ માર્કેટયાર્ડ સંકુલનો (Anjar APMC) લાભ સ્થાનિક વેપારીઓની સાથે સાથે સમગ્ર ગુજરાતના જથ્થાબંધ વેપારીઓ પણ લાભ લઇ શકશે, જે કચ્છ માટે ઐતિહાસિક બની રહેશે.

વધુ જુઓ ...
Dhairya Gajara, Kutch: ઐતિહાસિક શહેર અંજાર (Anjar City) ખાતે આકાર પામેલા શાકભાજી માર્કેટ યાર્ડનું (Anjar Market Yard) આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સહકાર વિભાગના પ્રધાન જગદીશ પંચાલના (Jagdish Panchal) હસ્તે માર્કેટ યાર્ડના શેડ હોલનું નામ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી તરીકે રાખવામાં આવ્યું. 10.5 એકરમાં અને રૂ. 40 કરોડના ખર્ચે આકાર પામેલા નવા વેજીટેબલ એન્ડ ફ્રુટ માર્કેટયાર્ડ સંકુલનો (Anjar APMC) લાભ સ્થાનિક વેપારીઓની સાથે સાથે સમગ્ર ગુજરાતના જથ્થાબંધ વેપારીઓ પણ લાભ લઇ શકશે, જે કચ્છ માટે ઐતિહાસિક બની રહેશે.

આ અત્યાધુનિક ફળ-શાકભાજી સબ માર્કેટયાર્ડમાં અંજાર સહિતના અન્ય વિસ્તારમાંથી શાકભાજી, ફળફળાદી વગેરેની મોટા પ્રમાણમાં આવક થશે. આ માર્કેટયાર્ડનો સીધો જ લાભ ખેડૂતોને મળશે. સબ માર્કેટયાર્ડમાં ફરતી પાકી બાઉન્ડ્રી, મીઠા પાણીનો બોર, 200 દુકાનો અને ગોડાઉનો, અદ્યતન 25000 સ્કે. ફૂટનો વિશાળ ઓક્શન શેડ, પાર્કિંગ માટે આધુનિક બેઝમેન્ટ, સી.સી.રોડ, સોલાર લાઈટ્સ, સીસીટીવી કેમેરા, ટોયલેટ બ્લોક, કેન્ટિન, અદ્યતન વિશાળ મેઈન ગેટ જેવી અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.

આ અદ્યતન સબ માર્કેટયાર્ડનું નિર્માણ કુલ રૂ. 40 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સરકાર તરફથી રૂ. 5.67 કરોડની સહાય આપવામાં આવી છે. રાજ્યપ્રધાન જગદીશ પંચાલના હસ્તે રૂ.1.50 કરોડનો ચેક બજાર સમિતિને આ કાર્યક્રમ દરમિયાન આપવામાં આવ્યો હતો.

ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ સંચાલિત અદ્યતન શાકભાજી સબ માર્કેટ યાર્ડ વેપારીઓની સાથે ખેડૂતોને પણ વધુ ફળદાયી બની જશે. અહીંના સંકુલ ખાતે નવા 25 હજાર સ્કવેર ફુટના શેડથી જૂની શાકમાર્કેટમાં થતી ટ્રાફિકજામની સમસ્યાથી હવે છુટકારો મળશે જેનો સીધો ફાયદો વેપારીઓ અને ખેડૂતોને સમય અને શક્તિના બચાવ થકી થશે. જિલ્લાની સૌથી મોટી જથ્થાબંધ શાકમાર્કેટ ધરાવતી અંજાર માર્કેટ હવે વિકાસનો નવો આયામ બની રહેશે.

નવ નિર્મિત માર્કેટયાર્ડથી સમગ્ર કચ્છની સાથે ગુજરાતનાં વેપારીઓ પણ હોલસેલ ભાવે માલ ખરીદ કરી શકશે. જેનો સીધો ફાયદો ખેડૂતોને પણ સારા ભાવ મળવાથી થશે. આ માટે લાભકર્તાઓની સવલત માટે અહીં 100 સ્કેવર ફુટનો નવો સેડ બનાવવામાં આવ્યો છે. જેના કારણે ટ્રાફિકજામની સમસ્યાથી છુટકારો મળશે અને મોટા વાહનો સીધા સેડ પર આવી જવાથી તેમાનો માલ નાના વાહનોમાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા સરળ બનશે. તમામ કામગીરી પર નજર રાખવા સંકુલની ચારે તરફ CCTV કેમરા લગાડવામાં આવ્યા છે. તેવી જ રીતે પાણી માટે ખાસ બોર બનાવવામાં આવ્યો છે. વિશાળ સંકુલના કારણે વાહનધારકોને અલાયદી પાર્કિંગ સુબીધા પણ ઉપલબ્ધ બની રહેશે.
First published:

Tags: Anjar APMC market, Kutch market