Home /News /kutchh /કચ્છ: ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં એક જ પરિવારનાં ચાર લોકોનાં મોત

કચ્છ: ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં એક જ પરિવારનાં ચાર લોકોનાં મોત

કચ્છ અકસ્માત

Kutch Car-Truck Accident: બીજા એક બનાવમાં પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પંચાસર ગામ નજીક અકસ્માતનો બનાવ બન્યો છે. અકસ્માતમાં કુલ ત્રણ લોકોનાં મોત થયા છે. અકસ્માતમાં ત્રણથી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

    ભુજ: કચ્છમાં મોડી રાત્રે થયેલા ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારનાં ચાર લોકોએ જીવ ગુમાવ્યો છે. આ અકસ્માત દેવપર નજીક થયો હતો. મળતી માહિતી પ્રમાણે નખત્રાણાના દેવપર અને ધાવડા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં એક જ પરિવારનાં ચાંર લોકોનાં મોત થયા છે. ટ્રકની ટક્કર બાદ કારમાં સવાર કુલ છ લોકોમાંથી ચારનાં મોત થયા છે, જ્યારે બે લોકોનાં ઈજા પહોંચી છે. મૃતકોમાં બે મહિલા, એક પુરુષ અને એક બાળકનો સમાવેશ થાય છે. ઈજાગ્રસ્ત બંને લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતનો ભોગ બનેલો પરિવાર નખત્રાણાના મણીનગરનો ગોસ્વામી પરિવાર હોવાનું સામે આવ્યું છે.

    મૃત્યુ પામેલા લોકોનાં નામ:


    -કસ્તુરબેન દિનેશભારથી ગોસ્વામી (ઉં.વ. 53 વર્ષ)

    -સંગીતાબેન ચેતનભારથી (ઉં.વ. 25 વર્ષ)

    -પરેશભારથી બચુભારથી (ઉં.વ. 50 વર્ષ)

    -મનભારથી ચેતનભારથી (ઉં.વ. 3 વર્ષ)

    બનાવ-2: પાટણમાં અજાણ્યા વાહનની ટક્કરે ત્રણનાં મોત


    પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પંચાસર ગામ નજીક અકસ્માતનો બનાવ બન્યો છે. અકસ્માતમાં કુલ ત્રણ લોકોનાં મોત થયા છે. અકસ્માતમાં ત્રણથી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અહીં એક અજાણ્યા વાહન ચાલકે રિક્ષા અને પદયાત્રીઓને અડફેટે લીધા હતા. આ બનાવમાં રિક્ષામાં સવાર બે લોકો અને એક પદયાત્રીનું મોત થયું છે. એવી માહિતી મળી છે કે અકસ્માતની ઘટનામાં રિક્ષામાં સવાર ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને શંખેશ્વર આરોગ્ય કેન્દ્ર બાદ પાટણ ધારપુર હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડાયા છે. અકસ્માતની ઘટનાને પગલે હોસ્પિટલ ખાતે લોકોનાં ટોળેટોળા ઉમટી પડ્યા હતા. મોડી રાત્રે આ અકસ્માત બન્યો હતો.

    આ પણ વાંચો: અમદાવાદમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત: ઝાયડસ બ્રિજ પર અકસ્માત, બે લોકો ઈજાગ્રસ્ત

    મળતી માહિતી પ્રમાણે અકસ્માતનો ભોગ બનેલા પદયાત્રીઓ ચાલીને રાધનપુરથી ચોટીલા જતા હતા. આ દરમિયાન પંચાસર ગામ નજીક અજાણ્યા વાહન ચાલક તેમને ટક્કર મારી હતી. ટક્કર બાદ વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. આ બનાવમાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા વાહન ચાલકની શોધખોળ આદરી છે.
    " isDesktop="true" id="1244411" >

    ગુજરાતના અન્ય સમાચાર


    અમદાવાદમાં કોરોનાથી એક દર્દીનું મોત


    ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 158 પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યાં જ કોરોનાથી આજે 243 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 98.99 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે આજે 29 ઓગસ્ટ 2022 સોમવારના રોજ રાજ્યમાં નવા 158 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ આજે અમદાવાદ કોર્પોરેશનમાં કોરોનાના કેસની સંખ્યા 39 નોંધાઇ છે. રાજ્યભરમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો 11,007 પર પહોંચી ગયો છે. આજે રાજ્યમાં કોરાનાથી આજે એક દર્દીનું મોત નિપજ્યું છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Kutch, Road accident, પોલીસ

    विज्ञापन
    विज्ञापन