Home /News /kutchh /

Kutch: મુસ્લિમ યુવકે મંદિર માટે દાનમાં આપી જમીન, ક્ષત્રિય સમાજે કર્યું સન્માન, કોમી એકતાનું પૂરું પાડ્યું ઉદાહરણ

Kutch: મુસ્લિમ યુવકે મંદિર માટે દાનમાં આપી જમીન, ક્ષત્રિય સમાજે કર્યું સન્માન, કોમી એકતાનું પૂરું પાડ્યું ઉદાહરણ

ક્ષત્રિય સમાજ દ્વારા સન્માનપત્ર આપવામાં આવ્યું

કચ્છ જિલ્લાએ સમગ્ર દેશમાં કોમી એકતાનો દાખલો પૂરો પાડવા પોતાની કચ્છીયત દેખાડી છે. કચ્છના જખૌના એક મુસ્લિમ યુવકે પોતાની માલિકીની જમીન મંદિરને અર્પણ કરીને હિન્દૂ-મુસ્લિમ ભાઈચારાનો અને કચ્છની કોમી એકતાનું ખૂબ મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

વધુ જુઓ ...
    Dhairya Gajara, Kutch: હાલ સમગ્ર દેશમાં અનેક બનાવોના કારણે ઉગ્રતા વધતા કોમી રમખાણો (Communal Clashes) વધી છે. પણ હર હંમેશની જેમ ફરી એક વખત શાંતિપ્રિય એવા કચ્છ જિલ્લાએ (Kutch District) સમગ્ર દેશમાં કોમી એકતાનો દાખલો પૂરો પાડવા પોતાની કચ્છીયત દેખાડી છે. કચ્છના જખૌના એક મુસ્લિમ યુવકે પોતાની માલિકીની જમીન મંદિરને અર્પણ (Muslim youth donates land for Temple) કરીને હિન્દૂ-મુસ્લિમ ભાઈચારાનો (Hindu Muslim unity) અને કચ્છની કોમી એકતાનું(Communal Harmony) ખૂબ મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

    કચ્છના છેવાડાના અબડાસા તાલુકાનો ઇતિહાસ વીરતા અને કોમી એખલાસથી ભરેલો છે. અબડાસા તાલુકો એટલે એક એવું પ્રદેશ જ્યાં અબડા જામ દાદા અડભંગ એટલે કે વીર અબડાએ મુસ્લિમ ધર્મની યુવતીઓના રક્ષણ માટે પોતાના જીવનુંબલિદાન આપ્યો હતો. સર્વે ધર્મ માટે સંભવ ધરાવતા આવા વીર વ્યક્તિત્વના નામે આ વિસ્તારને અબડાસા તરીકે ઓળખવામાં આવ્યો.

    આ અબડાસા તાલુકામાં સદીઓથી હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો ગામડે ગામડે હળી મળીને રહેતા જોવા મળે છે. તો આ જ અબડાસા તાલુકામાંથી ફરી એક વખત કચ્છની કોમી એકતાનું ઉદાહરણ મળી આવ્યું છે. અબડાસા તાલુકાના જખૌ ગામે એક મુસ્લિમ યુવકે મંદિર માટે પોતાની માલિકીની જમીન આપી સ્વેચ્છાએ તેને મંદિર માટે દાન કરી હતી.

    જખૌના પોશાળ ચોકમાં જખૌ અબડા રાજપૂત ક્ષત્રિય સમાજના પૂજનીય મોડપીર દાદાનું મંદિર આવેલું છે. આ મંદિરની બાજુમાં વર્ષોથી જખૌના હાજી અબ્દુલ સુમરાનો જૂનો ડેલો આવેલ હતો. મંદિરને મોટુકરવાની વાત ચાલી ત્યારે જમીનના માલિક હાજી અબ્દુલ સુમરાએ તે ડેલાને તોડી પાડેલ અને ખાલી સમગ્ર પ્લોટ જખૌ અબડા રાજપૂત ક્ષત્રિય ભાયાતના મોડપીર દાદાને અર્પણ કરી આપેલ. મુસ્લિમ યુવકના આ હૃદયસ્પર્શી કાર્ય બદલ જખૌ અબડા રાજપૂત ક્ષત્રિય ભાયાત દ્વારા તેમને સન્માનપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

    ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા દિવસોથી સમગ્ર દેશમાં કોમી રમખાણો વધી રહી છે. એકબીજાના ધર્મ વિરુદ્ધ ટિપ્પણી કરી લાગણી દુભાવવા જેટલું જ નહીં પણ ધાર્મિક ઉગ્રતામાં અન્ય વ્યક્તિનો જીવ લેવા સુધી લોકો પહોંચી જાય છે. વિવિધતામાં એકતા થકી ઓળખાતા ભારતમાં રોજ આ એકતા પર પ્રહાર થઈ રહ્યા છે. ત્યારે દાયકાઓથી સમગ્ર દેશને કોમી એકતાના ઉદાહરણ પૂરા પાડતા કચ્છમાં આવા દાખલાઓ થકી ભારતની અસલ વિવિધતામાં એકતા દર્શાય છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Kutch, કચ્છ, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन