કચ્છઃ ગુજરાતમાં ચોમાસાનું (Gujarat rain) આગમન થઈ ગયું છે ત્યારે ગાજવીજ અને તોફાની વરસાદ બેટિંગ કરી રહ્યો છે. ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાડ પડ્યો હતો. ત્યારે વીજળી (Lighting) પડવાના કારણે મોત થવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ત્યારે કચ્છના ભચાઉ (rain in kutch) તાલુકામાં પણ વીજળી પડી હતી. જેના પગલે બે લોકોના મોત નીપજ્યા હતા. ભચાઉના ચોબારી ગામમાં વીજળી પડવાના કારણે બે લોકોના મોત નીપજ્યા હતા. ઉલ્લેખનીય છે કે ચોમાસામાં ગુજરાતમાં વીજળી સાથે વરસાદના કારણે અત્યાર સુધીમાં આશરે છ લોકોએ પોતાનો(rain death toll) જીવ ગુમાવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે સોમવારે સવારે ગુજરાતમાં વિવિધ જગ્યાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. ત્યારે કચ્છના ભચાઉના ચોબારી ગામમાં આજે સોમવારે પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. ચોબારી ગામમાં વાડી વિસ્તારમાં બે લોકોના મોત થયા હતા. પરિવારના સભ્યોએ મૃતદેહોને સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સભ્યોના મોતથી પરિવારમાં માતમ છવાયો હતો.
ઉલ્લેખનીય છે કે કચ્છ સિવાય પાટણમાં પણ વીજળી પડવાથી એક કિશોરનું મોત થયું હતું. ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે પાટણના હાંસાપુર ગામમાં ખેતરમાં કામ કરતા સમયે કિશોર ઉપર વીજળી પડી હતી. જેમાં 16 વર્ષીય અમરસંગ ઠાકોર નામના કિશોરનું મોત નીપજ્યું હતું.
ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લાના હળવદના સુંદરીભવાની ગામમાં વરસાદને પગલે દિવાલ ધરાશાયી થવાની દુર્ઘટના સામે આવી છે. જેમાં એક જ પરિવારના બે સગા ભાઈ અને પરિવારની એક મહિલાનું કરૂણ મોત નિપજ્યું છે. આ ઘટનાથી વરસાદની ખુશીની વચ્ચે શોકનો માહોલ છવાઈ ગયો છે. આ ઘાટના ત્યારે બની જ્યારે પરિવાર પોતાના તેમના ઘરમાં હતો ત્યારે અચાનક દિવાલ ધરાશાયી થઈ અને તેમના ઉપર પડી.
વરસાદી ઝાપટામાં દિવાલ ધરાશાયી થતા પરિવારના ત્રણ સભ્યો દટાઈ ગયા હતા, તુરંત ગામના લોકો ભેગા થઈ ગયા અને પરિવારના સભ્યોને બચાવવાની કોશિસમાં લાગી ગયા હતા. આ સાથે તંત્રને પણ ઘટનાની જાણકારી આપતા રેસક્યુ ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને ગ્રામજનોની મદદથી દટાયેલા લોકોને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોએ ત્રણેને મૃત જાહેર કર્યા હતા.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર