Home /News /kutchh /Earthquake In Kutch: કચ્છની ધરા ફરી ધ્રૂજી, ભૂકંપનો આંચકો આવતાં લોકોમાં ઉચાટ

Earthquake In Kutch: કચ્છની ધરા ફરી ધ્રૂજી, ભૂકંપનો આંચકો આવતાં લોકોમાં ઉચાટ

સવારે 11.41 વાગ્યે 3.2ની તીવ્રતાનો આંચકો

Earthquake In Kutch: કચ્છ જિલ્લામાં ફરી ભૂકંપનો હળવો આંચકો. સવારે 11.41 વાગ્યે 3.2ની તીવ્રતાનો આંચકો. દુધઈથી 28 કિમી દૂર નોંધાયુ કેન્દ્ર બિંદુ

કચ્છ: રાજ્યમાં ભૂકંપના આંચકા વધી રહ્યા છે, ત્યારે કચ્છ જિલ્લામાં ફરી ભૂકંપનો હળવો આંચકો આવ્યો (Earthquake In Kutch) છે. સોમવારે સવારે 11.41 વાગ્યે 3.2ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. જ્યારે દુધઈથી 28 કિમી દૂર કેન્દ્ર બિંદુ નોંધાયું છે. અગાઉ પણ સૌરાષ્ટ્રના અમરેલી અને સુરતમાં હળવા ભૂકંપના આંચકા નોંધાઈ ચૂક્યા છે.

અગાઉ નવ-દસ દિવસ પહેલા પણ કચ્છમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. જે બાદ આજે ફરી એક વખત કચ્છની ધરા ધ્રૂજી છે. કચ્છમાં ભૂકંપનો આંચકો આવતાં લોકોમાં પણ ભયનો માહોલ જોવાા મળી રહ્યો છે. તે સમયે કચ્છમાં 3.7ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. જ્યારે કચ્છના દુધઈથી 25 કિલોમીટર દૂર કેન્દ્ર બિંદુ નોંધાયું હતું.

આ પણ વાંચો: શિકારની શોધમાં 5 સિંહોના આંટાફેરા વીડિયોમાં કેદ

સુરતમાં પણ આવ્યો હતો આંચકો

કચ્છમાં આંચકાના આગલા દિવસે મોડીરાતે સુરતમાં 3.8ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. રાત્રે 12.52 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.જ્યારે સુરતથી 27 કિમી દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું હતું. ભૂકંપના હળવા આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અગાઉ સાવરકુંડલા, કચ્છમાં પણ આવી ભૂકંપના આંચકા ચૂક્યા છે.

સતત આવી રહ્યા છે આંચકા

લગભગ પંદરેક દિવસ અગાઉ કચ્છના ભચાઉમાં રાત્રે 9 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 3.0 જણાઈ હતી. કેન્દ્રબિંદુ ભચાઉથી 24 કિ.મી દૂર હોવાનું પણ જાણવા મળ્યું હતું. જ્યારે તેના બીજી દિવસે ફરીવાર કચ્છમાં બપોરે 1 વાગ્યાને 45 મિનિટે ભૂકંપનો આંચકો આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર 3.0ની તીવ્રતા નોંધાઈ હતી. જ્યારે તેનું કેન્દ્રબિંદુ દૂધઈથી 19 કિ.મી દૂર હોવાનું જાણવા મળ્યું હતું. 11મી જાન્યુઆરીએ સવારે 10.57 વાગ્યે કચ્છના ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. 2.9ની તીવ્રતાનો ભૂકંપ આવતાં જ લોકો ઘરની બહાર દોડી ગયા હતા.
First published:

Tags: Earthquakes, Gujarat News, Kutch news