Kutch: પ્રિકોશન ડોઝ પર ભાર મૂકવા આવતા રવિવારે જિલ્લાભરમાં કોરોના રસીકરણ માટે યોજાશે મેગા ડ્રાઇવ
Kutch: પ્રિકોશન ડોઝ પર ભાર મૂકવા આવતા રવિવારે જિલ્લાભરમાં કોરોના રસીકરણ માટે યોજાશે મેગા ડ્રાઇવ
રવિવારે 22 મેના યોજાશે ખાસ મેગા ડ્રાઇવ
જિલ્લામાં 17.56 લાખ પ્રથમ ડોઝ અને 16.27 લાખ દ્વિતીય ડોઝ બાદ પ્રિકોશન ડોઝ મેળવનારની સંખ્યા માત્ર 64 હજાર હોતાં જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા રસીકરણ વધારવા રવિવારે ખાસ મેગા દ્વૈવનું આયોજન કરવામાં આવ્યું છે.
Dhairya Gajara, Kutch: છેલ્લા પાંચ મહિનાથી દેશભરમાં કોરોનાનો કહેર (Corona Pandemic) ઓછો થતાં લોકોએ હાશકારો અનુભવ્યો છે. તો છેલ્લા થોડા અઠવાડિયાથી ફરી એક વખત દેશના મોટા શહેરોમાં કોરોનાના કેસોમાં મહદઅંશે વધારો (Rise in Corona Cases) નોંધાયો છે. કોરોનાની પહેલી ત્રણ લહેરમાં લોકોએ આ મહામારીનો કહેર જોતા મોટાભાગના લોકોએ કોરોના વિરોધી રસીના (Corona Vaccine) બન્ને ડોઝ લઈ લીધા હતા પણ ત્રીજી લહેર બાદ કોરોનાનો ડર લોકોમાંથી ઓછો થયો છે ત્યારે હવે પ્રિકોશન ડોઝ લેવાનું તાળી રહ્યા છે. તો અન્ય શહેરોમાં વધતા કોરોના કેસ વચ્ચે કચ્છમાં અગાઉથી સાવચેતી માટે જિલ્લા આરોગ્ય તંત્ર (Kutch District Health Administration) દ્વારા આગામી રવિવારે ખાસ મેગા ડ્રાઇવનું (Corona Vaccination Mega Drive) આયોજન કરવામાં આવ્યું છે.
કચ્છ જિલ્લાની વાત કરીએ તો છેલ્લા એક સપ્તાહમાં જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી તો સામે 2394 લોકોને કોરોના રસીના ડોઝ આપવા આવ્યા છે. જિલ્લામાં અત્યાર સુધી 17.56 લાખ લોકોએ કોરોના વિરોધી રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો છે, 16.27 લાખ લોકોએ દ્વિતીય ડોઝ તો પ્રિકોશન ડોઝ માત્ર 64509 લોકોએ મેળવ્યું છે. જો કે, ફ્રન્ટલાઈન વર્કર અને 60 વર્ષથી વધુ વયના લોકો સિવાય અન્યોને પ્રિકોશન ડોઝ માટે રૂપિયા આપવા પડશે.
જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે. અને જીલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માના માર્ગદર્શન હેઠળ કરછ જીલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પેટા આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી કેન્દ્રો મળીને 500 થી વધારે સ્થળોએ કોવીડ રસીકરણ પ્રિકોશન ડોઝ કાર્યક્રમનું આયોજન કરેલ છે,
જેનો મુખ્ય હેતુ લોકોને પોતાની રોજબરોજની ચહલપહલ દરમ્યાન તેજ સ્થળે વેક્સીન મળી રહે અને લાભાર્થીઓના સમયનો બચાવ થાય તે માટેનો છે. 12 વર્ષથી ઉપરની વયના બાળકો અને 18 વર્ષ કે તેથી વધુ વયના લોકોના માટે પ્રથમ અને બીજો ડોઝ બાકી હોય તેવા લાભાર્થીઓ માટે રસીકરણ મહાઝુંબેશ ચાલુ રાખવામાં આવેલ છે.
આ મહાઝુંબેશ આગામી રવિવારે 22 મેના રોજ સવારે 8 વાગ્યાથી શરૂ થશે. આ મુદ્દે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીએ લોકોએ રસી લેવાની અપીલ કરતા જણાવ્યું હતું કે કોવીડ રસીકરણ પ્રિકોશન ડોઝ મૃત્યુ અને માંદગીને અટકાવે છે. 60 વર્ષથી વધુ વયના માટે વિના મુલ્યે પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. સર્વે લાભાર્થીઓને વિનંતી છે કે, પ્રિકોશન ડોઝ મહાઝુંબેશનમાં ભાગ લઈ મૃત્યુ અને માંદગીને ભગાડો અને પ્રિકોશન ડોઝ મેળવી સંપુર્ણ રસીકરણ કરાવે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર