Home /News /kutchh /Kutch: કરોડોની સંપત્તિ દાન કરી સમગ્ર પરિવારે સંયમના માર્ગે પ્રયાણ કર્યું, જુઓ વીડિયો

Kutch: કરોડોની સંપત્તિ દાન કરી સમગ્ર પરિવારે સંયમના માર્ગે પ્રયાણ કર્યું, જુઓ વીડિયો

X
સમગ્ર

સમગ્ર પરિવાર દીક્ષા ગ્રહણ કરે તેવો ભુજનો પ્રથમ બનાવ

ભુજમાં કાપડનું હોલસેલ બિઝનેસ ચલાવતા પિયુષભાઈ, તેમના પત્ની, પુત્ર અને ભાણેજે પોતાની કરોડોની સંપત્તિ વર્શિદાન કરી સંયમના માર્ગે પ્રયાણ કર્યું

    Dhairya Gajara, Kutch: ભુજના ઇતિહાસમાં પ્રથમ વખત જૈન સમાજમાં એવું પ્રસંગ બની રહ્યું છે કે એક જ પરિવારના ચાર લોકો દીક્ષાના માર્ગે પ્રયાણ કરવા જઈ રહ્યા છે. અજરામર સંપ્રદાયના છ કોટી સ્થાનકવાસી જૈન સંઘ અને વાગડ બે ચોવીસી જૈન સમાજમાં સર્વપ્રથમ એક જ પરિવારના તમામ સભ્યોની જૈન ભાગવતી દીક્ષા ગ્રહણ કરશે. ત્યારે કપડાના હોલસેલ વેપારીના આ પરિવારે પોતાની કરોડોની સંપત્તિ દાન કરી સંયમના માર્ગે પ્રયાણ કર્યું છે.

    ઉજ્જવળ ગુરુણી મૈયાના આશીર્વાદથી ભુજના પૂર્વીબેન મહેતાને વૈરાગ્યના ભાવ જાગતા તેમણે દીક્ષા લેવાનું નક્કી કર્યું હતું. તેમની સંગતમાં ધાર્મિક વાતાવરણથી પ્રભાવિત થઈ તેમના પતિ પિયુષ મહેતા, પુત્ર મેઘકુમાર અને ભાણેજ ક્રિશે પણ સહજભાવે કઠિન ભગવતી દીક્ષા લેવાનો નિર્ધાર કર્યો હતો.


    જૈન સમાજની ભગવતી દીક્ષા ખૂબ કઠિન માનવામાં આવે છે. તેમાં પાંચ મહાવ્રતનું પાલન કરવું, બ્રહ્મચર્ય, અચૌર્યનું પાલન કરવાની સાથે પગપાળા પ્રવાસ કરવું પડે છે. તો તપસ્વીઓને પોતાના સમગ્ર જીવન દરમિયાન પોતાની પાસે એક પણ રૂપિયો રાખ્યા વગર સમગ્ર જીવન વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ કર્યા વગર નિર્વાહ કરવું પડે છે.

    આ સંયમના માર્ગે પ્રયાણ કરવા પહેલા તપસ્વીઓને પોતાની સમગ્ર ધન મિલકત દાન કરવી પડે છે. દીક્ષાર્થી પિયુષભાઈ ભુજમાં જ કાપડનો હોલસેલ બિઝનેસ ચલાવતા હતા. વર્ષે રૂ. એક કરોડનો ટર્નઓવર ધરાવતા પિયુષભાઈ અને પરિવારે પોતાની કરોડોની સંપતિ વર્ષિદાન કરી સાંસારિક મોહમાયાનો ત્યાગ કરી સંયમનો માર્ગ અપનાવ્યો હતો.



    અજરામર સંપ્રદાયના છ કોટી સ્થાનકવાસી જૈન સંઘ અને વાગડ બે ચોવીસી જૈન સમાજમાં એક જ પરિવારના ચાર સભ્ય સંયમ માર્ગે પ્રયાણ કરવાના હોતાં સમગ્ર જૈન સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ રામવાવ પરિવારમાં 19 લોકોએ દીક્ષા લીધી છે. આજથી 2600 વર્ષ પહેલાં પણ આ જ સમાજની આઠ સગી બહેનોએ એકસાથે દીક્ષા લીધી હતી. આ દીક્ષા પ્રસંગે કચ્છ, સૌરાષ્ટ્ર, અમદાવાદ, સુરત અને મુંબઈથી 55થી વધુ સાધુ-સાધ્વી ભગવંતો ઉગ્ર વિહાર કરી ભુજ આવ્યા છે.
    First published:

    Tags: Diksha, Jain community, Kutch, Local 18

    विज्ञापन