Home /News /kutchh /Kutch: આ યુવક પાંચ કિલો સાંકળ બાંધી માતાના મઢે પહોંચશે, એ પણ 400 કિમી ઊંધા ચાલીને !

Kutch: આ યુવક પાંચ કિલો સાંકળ બાંધી માતાના મઢે પહોંચશે, એ પણ 400 કિમી ઊંધા ચાલીને !

ઊંધા

ઊંધા પગે 400 કિલોમીટર ચાલી માતાના મઢ પહોંચશે

11 વર્ષથી પગપાળા માતાના મઢ આવતો જામનગરનો યુવક આ વર્ષે શરીર પર પાંચ લિકોની સાંકળ બાંધી ઊંધા પગે ચાલીને માતાના મઢ પહોંચશે

    Dhairya Gajara, Kutch: કચ્છ કુળદેવી માં આશાપુરા પ્રત્યે લોકોની શ્રદ્ધા અપરંપાર છે. કચ્છી માડુઓ તો ઠીક અનેક બિન કચ્છી લોકો પણ નવરાત્રી પૂર્વે પગપાળા ચાલીને માતાના મઢ દર્શન કરવા પહોંચે છે. કચ્છમાં નોકરી વ્યવસાય માટે અહીં રહેલા પરપ્રાંતીય લોકો પણ માં આશાપુરાની વાતો લોકમુખે સાંભળી માતાના મઢ દર્શન કરવા પહોંચે છે. તો આ વખતે જામનગરનો એક યુવક શરીર પર પાંચ કિલોગ્રામ સાંકળ બાંધી ઊંધા પગે 400 કિલોમીટર ચાલી માતાના મઢ દર્શન કરવા જઈ રહ્યો છે.

    નવરાત્રી આવતી હોય એટલે કચ્છના માર્ગો પર પદયાત્રીઓનો ઘોડાપૂર ઉમટી પડે છે. માતાના મઢ ખાતે સૌપ્રથમ દર્શન કરનાર લોકોમાં સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર અને દક્ષિણ ગુજરાતના લોકોનું સમાવેશ થાય છે. તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રથી હર વર્ષે હજારોની સંખ્યામાં માઈભક્તો પગપાળા ચાલીને માતાજીના દર્શન કરવા પહોંચે છે.

    જામનગરના જ દિવ્યરાજસિંહ જાડેજા કોરોનાકાળના બે વર્ષ બાદ કરતાં છેલ્લા 11 વર્ષથી 400 કિલોમીટર પગપાળા માતાના મઢ પોતાના કુળદેવી માં આશાપુરાના દર્શને આવે છે. ત્રણ વર્ષ પહેલાં તેઓ ઊંધા પગે માતાના મઢ જવા નીકળ્યા હતા ત્યારે રસ્તામાં એક ભાવિકને પોતાના શરીર પર 10 કિલોગ્રામ સાંકળ બાંધીને જતા જોયા હતા. માતાજી પ્રત્યેની શ્રદ્ધાથી તેમને પણ આ રીતે દર્શને જવાનું મન થયું અને તેમણે 25 કિલોગ્રામની સાંકળ બાંધી ઊંધા પગે ચાલવાનું નક્કી કર્યું. જો કે, આ કઠિન યાત્રા મુદ્દે મિત્રોના સમજાવ્યા બાદ તેમણે આખરે સવા પાંચ કિલોગ્રામની સાંકળ બાંધવાનું નક્કી કર્યું.

    દિવ્યરાજસિંહ સાથે જામનગરથી 30 લોકોનો ગ્રુપ છેલ્લા અનેક વર્ષોથી પગપાળા ચાલીને માતાના મઢ જાય છે. આ વર્ષે પણ તેમની સાથે 25 જેટલા લોકો જોડાયા છે અને પોતાની સાથે ગાડીઓમાં પાણી અને દવાઓના હરતા ફરતા સેવા કેમ્પ દ્વારા અન્ય પદયાત્રીઓની પણ સેવા કરે છે. ગ્રુપના અન્ય સાથીઓ દિવ્યરાજસિંહને ઈશારાથી રસ્તો સમજાવે જેથી તેમને વારંવાર ઊંધા ફરીને રસ્તો જોવું પડે નહીં.

    ગ્રુપના અન્ય સાથીઓ દિવ્યરાજસિંહને ઈશારાથી રસ્તો સમજાવે જેથી તેમને વારંવાર ઊંધા ફરીને રસ્તો જોવું પડે નહીં.


    માતાના મઢ પગપાળા જવા સમગ્ર વર્ષ નોકરીમાં રજા પાડતા નથી

    દિવ્યરાજસિંહ જામનગરની શાળામાં કામ કરે છે અને નવરાત્રી પહેલાના આ દિવસો દરમિયાન શાળા નિયમિત રીતે કાર્યરત હોતાં તેમને રજા મળી શકે નહીં. આ કારણે તેઓ સમગ્ર વર્ષ દરમિયાન એક પણ રજા પડ્યા વગર ફરજ બજાવે છે. તો છ માસિક પરીક્ષા બાદના વેકેશનમાં પણ તેઓ રજા લેતા નથી જેથી તેમને નવરાત્રી સમયે 15 દિવસ રજા મળી શકે.

    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन