Home /News /kutchh /Kutch: કચ્છમાંથી ટ્રેનો ભરાઇ-ભરાઇને આ રાજ્યમાં જઇ રહ્યાં છે લોકો, બે મહિનાનું બૂકિંગ ફૂલ!

Kutch: કચ્છમાંથી ટ્રેનો ભરાઇ-ભરાઇને આ રાજ્યમાં જઇ રહ્યાં છે લોકો, બે મહિનાનું બૂકિંગ ફૂલ!

ગોવા જતી ટ્રેનો ફૂલ

આવનારા નવા વર્ષની ઉજવણી માટે યુવાનોમાં ગોવા જવાનું ચલણ ખૂબ વધારે રહે છે તેવામાં કચ્છના લોકો પણ ગોવા જવા માગતા મોટી સંખ્યામાં ટ્રેનમાં બુકિંગ કરાયુ છે

    Dhairya Gajara, Kutch: ડિસેમ્બર મહિનો શરૂ થાય એટલે લોકો આવનારા નવા વર્ષની ઉજવણી કરવાની તૈયારીઓ શરૂ કરતા હોય છે. 31સ્ટ ડિસેમ્બર માટે કોઈ સારા પ્રવાસન સ્થળે જઈ નવું સ્થળ જોવા સાથે સાથે નવા વર્ષની ઉમંગભેર ઉજવણી પણ કરતા હોય છે. તો છેલ્લા થોડા વર્ષોથી નવા વર્ષની ઉજવણી કરવા ગોવા જવાનું ચલણ યુવાનોમાં ખૂબ વધ્યો છે. આ વર્ષે પણ 31stની ઉજવણી કરવા મોટી સંખ્યામાં કચ્છના લોકો ગોવા જઈ રહ્યા છે તેવું રેલ બુકિંગ દર્શાવે છે.


    બોલીવુડ ફિલ્મોમાં આકર્ષક રીતે દર્શાવવામાં આવતા ગોવાનો ક્રેઝ યુવાનોમાં ખૂબ પ્રચલિત બન્યો છે. તેના દરિયાકિનારા, હરિયાળા શહેરો તેમજ ત્યાંના મનમોજીલા લોકો વચ્ચે સમય પસાર કરવા દેશભરમાંથી લોકો ખાસ ગોવા જતા હોય છે. તેમાં પણ અંગ્રેજી નવું વર્ષ શરૂ થાય તે પૂર્વે ન્યુ યર્સ ઇવ એટલે કે વર્ષના છેલ્લા દિવસે મન મૂકીને પાર્ટી કરવાના ચલણમાં ગોવા લોકોનું ફેવરિટ સ્થળ બન્યું છે. આ સમયે ગોવામાં યોજાતી ભવ્ય પાર્ટીઓ પણ લોકોને ખૂબ આકર્ષિત કરે છે.




    નવા વર્ષની ઉજવણી માટે કચ્છથી પણ મોટી સંખ્યામાં લોકો ગોવા જવાની તૈયારીઓ કરી રહ્યા છે. પૂર્વ કચ્છના મુખ્ય મથક ગાંધીધામથી બે ટ્રેનો ગોવાના મડગાઓ સ્ટેશનને જોડે છે. ગાંધીધામ-તિરુનેલવેલી હમસફર એકસપ્રેસ હર સોમવારે ગાંધીધામથી ઉપડે છે. તો ગાંધીધામ-નાગરકોઇલ એકસપ્રેસ પણ હર સપ્તાહમાં એક વખત શુક્રવારે ગાંધીધામથી રવાના થાય છે.




    આ બન્ને ટ્રેનોમાં બુકિંગની વાત કરીએ તો બંને ટ્રેનો સમગ્ર ડિસેમ્બર મહિના માટે ફૂલ છે. સોમવારે ઉપડતી હમસફર એકસપ્રેસમાં સીધું જાન્યુઆરી 9ના ટિકિટ ઉપલબ્ધ છે. તો બીજી તરફ શુક્રવારે ઉપડતી નાગરકોઇલ એકસપ્રેસમાં જાન્યુઆરી મહિનાના પહેલા સપ્તાહ બાદ પણ વેટિંગ ચાલે છે. તો ભુજ અથવા કંડલાથી ગોવા માટે ડાયરેક્ટ ફ્લાઇટ ન હોતાં લોકો અમદાવાદ અને મુંબઈ થઈને પણ ગોવા જતા હોય છે. તો 31st આસપાસ ફ્લાઇટના ભાવ પણ બેગણા વધી ગયા છે. સામાન્યપણે બે થી ત્રણ હજારની ભુજ અમદાવાદ ફલાઇટની ટિકિટ 31st નજીક છ હજાર સુધી પહોંચે છે તો મુંબઈની છ હજારની ટિકિટ 16 હજાર સુધી પહોંચી ગઈ છે.
    First published:

    Tags: Kutch, Local 18

    विज्ञापन
    विज्ञापन