Home /News /kutchh /Kutch: નિરોણાનું ચર્મકામ છે વર્લ્ડ ફેમસ, લક્ઝરી વસ્તુઓને ટક્કર મારે તેવી વસ્તુઓ અહીં થાય છે તૈયાર!

Kutch: નિરોણાનું ચર્મકામ છે વર્લ્ડ ફેમસ, લક્ઝરી વસ્તુઓને ટક્કર મારે તેવી વસ્તુઓ અહીં થાય છે તૈયાર!

X
નિરોણાનું

નિરોણાનું ચર્મકામ ખુબ જ પ્રચલિત છે.

અગાઉ ચર્મકામ વડે ખેતી અને પશુપાલન સંબંધિત ઉત્પાદનો કારીગરો દ્વારા બનાવવામાં આવતા હતા ત્યારે આજે સમયની માંગ મુજબ આ ઉત્પાદનો ફેશન આઇકન બન્યા છે

Dhairya Gajara, Kutch: કચ્છ જિલ્લો અનેક પ્રાચીન હસ્તકળા કારીગરીનો સંગમ સ્થળ છે. કચ્છ કે ભારત બહારથી આવેલી હસ્તકળાઓને આજે પણ કારીગરોએ અહીં ટકાવી રાખી છે. કચ્છનો નિરોણા ગામ આવી જ પાંચ હસ્તકળાઓનો ઘર બનતા તેને હસ્તકળાઓના પંચામૃત તરીકે ઓળખાય છે. આજે વાત કરશું અહીંની એક પ્રાચીન હસ્તકળા ચર્મકામની. પેઢીઓથી અહીં કારીગરો પ્રાચીન પદ્ધતિ વડે ચામડામાંથી પગરખાં અને અન્ય ઉત્પાદનો બનાવતા આવ્યા છે. આજના આધુનિક યુગમાં આ પ્રાચીન હસ્તકળાની માંગ સરેરાશે ઘટી છે છતાંય આ ખમીરવંતી કારીગરોએ તેને ન માત્ર ટકાવી રાખી છે પરંતુ સાથોસાથ વિકસાવી પણ છે.

મૂળ રાજસ્થાનથી કચ્છ આવેલા આ ચર્મકામના કારીગરોએ કચ્છના લોકોની જરૂરિયાત મુજબ અહીં ખેતીના સાધનો, કૂવામાંથી પાણી ભરવાનો કોષ, ગાયો ભેંસોને બાંધવાના સાધન, ઊંટ પર પાણી લઈ જવાની સાંધારી વગેરે વસ્તુઓ બનાવતા હતા. કારીગરોએ પ્રાચીન સાધનોથી આગળ વધી મોજડી બનાવવાની શરૂઆત કરી અને ત્યારબાદ તેને ફેશનેબલ બનાવવા કચ્છના વિવિધ સમુદાયો મુજબના ભરતકામ વાળા ઉત્પાદનો બનાવવાના પણ શરૂ કર્યા હતા.

અહીં ક્લિક કરીને વાંચો,...Kutch: ગુજરાતમાં અગાઉ ક્યારેય ન બનેલું લોખંડનું મહાકાય જહાજ માંડવીમાં બની રહ્યું છે!

અગાઉ કારીગરો જાતે જ લેધરને સૂકવી તેના પર ડાઈંગ કરતા હતા જ્યારે કે આજે તેમને લેધર તૈયાર મળે છે જેના પર કારીગરો પોતાની જરૂર મુજબ કલર ડાઈ કરે છે. આ ડાઈ કરેલા લેધર પર ચિત્ર દોરી તેના વડે જે ઉત્પાદન બનાવવું હોય તે મુજબ કટિંગ કરી તેની સિલાઈ કરે છે જેની બાદ ઉપર ફિનીશિંગ કામ હાથ ધરવામાં આવે છે. આજે બજારોમાં મોટી માત્રામાં મશીનથી બનેલા લેધર ઉત્પાદનો ચલણમાં આવ્યા છે પરંતુ આ પ્રાચીન હાથ બનાવટની મજબૂતીની સરખામણી કરી શકતા નથી.



આ કારીગરોએ પ્રાચીન ઉત્પાદનોથી આગળ વધી આજે પણ આ કળાને આધુનિકતાની દોડમાં પણ હારવા આપી નથી. આજે આ કારીગરો ચામડાથી ન માત્ર મોજડી પરંતુ બેગ, સ્ટેશનરી, અરીસા, લેમ્પ શેડ્સ અને મોબાઈલ કવર જેવી આધુનિક વપરાશની સામગ્રીઓ બનાવી લોકોને આ કળા સાથે સંકળાયેલા રાખ્યા છે.
First published:

Tags: Kutch, Local 18

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો