Home /News /kutchh /Kutch: કેરી, ખારેક, દાડમ, જામફળ, સ્ટ્રોબેરી અને શાકભાજી, ખેતીમાં પણ હવે કચ્છડો બારેમાસ!

Kutch: કેરી, ખારેક, દાડમ, જામફળ, સ્ટ્રોબેરી અને શાકભાજી, ખેતીમાં પણ હવે કચ્છડો બારેમાસ!

X
કચ્છના

કચ્છના ખેડૂતો હવે અવનવા ફળોની ખેતી કરી રહ્યા છે

મગફળી, એરંડા અને અનાજ જેવા પાકોની ખેતી છોડી છેલ્લા એક દાયકામાં કચ્છના ખેડૂતો બાગાયત ખેતી તરફ વળ્યા છે અને કચ્છને બાગાયત ખેતીનું હબ બનાવ્યું છે.

    Dhairya Gajara, Kutch: રણપ્રદેશ હોવા છતાંય કચ્છમાં ખેતી મુખ્ય વ્યવસાય છે. ગરમ વાતાવરણ અને અનિયમિત વરસાદ વચ્ચે પણ અહીંના ખેડૂતોએ ખેતીને ટકાવી રાખી છે. તો છેલ્લા અનેક વર્ષોથી કચ્છના ખેડૂતો બાગાયત ખેતી તરફ વળતા હવે કચ્છ બાગાયત પાકોનું હબ બન્યું છે. એક સમયે મગફળી એરંડા અને અમુક અનાજ સુધીની સીમિત ખેતી કરતું કચ્છ આજે કેરી, ખારેક, દાડમ, જામફળ, સ્ટ્રોબેરી સહિત અવનવા ફળો અને શાકભાજીની ખેતી પણ કરી રહ્યું છે.

    કચ્છમાં આજે 1.26 લાખ હેક્ટરમાં ખેડૂતો બાગાયત ખેતી કરી રહ્યા છે, જેમાંથી 57 હજાર હેક્ટરમાં ફળ, 56 હજાર હેક્ટરમાં મસાલાઓ તો 19 હજાર હેક્ટરમાં શાકભાજીની ખેતીનું સમાવેશ થાય છે. કચ્છમાં બાગાયત ખેતીની શરૂઆત ક્યારે થઈ તેનું ચોક્કસ સાલ તો કહી શકાય તેમ નથી પરંતુ દાયકાઓથી કચ્છના અમુક છૂટાછવાયા વિસ્તારમાં સધ્ધર ખેડૂતો નાના પાયે કેરી અને ખારેકની ખેતી કરતા હતા. આજે આ બન્ને ફળ કચ્છનું ઓળખ બન્યા છે અને દેશ વિદેશમાં કચ્છી કેસર કરી અને કચ્છી ખારેકનું વેંચાણ થાય છે.


    છેલ્લા દસ વર્ષમાં કચ્છમાં બાગાયત ખેતી થકી ખેડૂતોએ એક નવી ક્રાંતિ ઊભી કરી છે. કચ્છના અનેક પ્રગતિશીલ ખેડૂતોએ જૂના પાક મૂકી બાગાયત પાકો વાવવાના શરૂ કર્યા હતા. આજે કચ્છમાં કેરી અને ખારેક ઉપરાંત દાડમ, જામફળ, અંગુર, ડ્રેગન ફ્રૂટ તરબૂચ, શકરટેટી, સ્ટ્રોબેરી સહિત અનેક ફળ અને શાકભાજી ખેડૂતો ઉગાડી રહ્યા છે.

    કચ્છમાં આજે 11 હજાર હેક્ટરમાં કેસર કેરીનું વાવેતર થાય છે તો 19 હજાર હેક્ટરમાં ખારેકનું વાવેતર થાય છે. તો થોડા વર્ષો પહેલા આવ્યા છતાંય 19 હજાર હેક્ટરમાં દાડમની ખેતી પણ કરવામાં આવે છે. આ ઉપરાંત કલમ નામે પ્રચલિત થયેલું ડ્રેગન ફ્રૂટની ખેતી પણ હવે 400 હેક્ટર સુધી વિસ્તરી છે. પોતાની કોઠાસૂઝ, કચ્છીયતનું ખમીર અને નવી ટેકનોલોજીના આધારે કચ્છના ખેડૂતો આજે દુનિયાભરને એક નવી રાહ દેખાડી રહ્યા છે અને છેલ્લા દસ વર્ષમાં કચ્છને બાગાયત ખેતીનું રોલ મોડલ બનાવ્યું છે.
    First published:

    Tags: Kutch, Local 18, ખેડૂત