Home /News /kutchh /

Kutch: કચ્છની એ રમત જે કોમી એકતાનું પ્રતિક બની છે! જાણો બખમલાખડા વિશે

Kutch: કચ્છની એ રમત જે કોમી એકતાનું પ્રતિક બની છે! જાણો બખમલાખડા વિશે

વેકેશન

વેકેશન દરમ્યાન મુંબઈથી આવતા કચ્છીઓ માટે બને છે આકર્ષણ

કચ્છના અબડાસા તાલુકાના રાતા તળાવ ગામે આવેલા આશાપુરા માતાજીના મંદિરના વાર્ષિક પાટોત્સવ પ્રસંગે દર વર્ષે લોકમેળો યોજાય છે. જેમાં રમાતી બખમલાખડાની રમત કચ્છના કોમી એકતાના રંગો દર્શાવે છે.

    Kutch: કચ્છ એક વિશિષ્ઠ સંસ્કૃતિ (Kutch Culture) ધરાવતો પ્રદેશ છે. જેની કોમી એકતા (Kutch Communal Harmony) દેશભરમાં નમૂનારૂપ છે. ભાઈચારાની ભાવના કાયમ રાખતા લોકમેળાઓ (Public Fairs) અહીંની એક વિશેષતા છે. તો આવા ધાર્મિક લોકમેળામાં બખમલાખડા (Bakhmalakhda) જેવી કચ્છી રમત (Kutchi Sport) સર્વે ધર્મને જોડતી આવી છે. કચ્છના અબડાસા તાલુકાના રાતા તળાવ ગામે આશાપુરા માતાજી (Ashapura Mataji) મંદિરના પાટોત્સવમાં પણ આવી જ રીતે બખમલાખડાના ખેલ (Kutchi WWF) વચ્ચે કોમી એકતાના સુંદર દ્રશ્યો નિહાળવા મળે છે.

    અબડાસા તાલુકો એટલે એક એવોપ્રદેશ જ્યાં વીર અબડાએ અન્ય ધર્મની યુવતીઓના રક્ષણ માટે પોતાના જીવનો બલિદાન આપ્યો હતો. આવા કોમી એકતાના પ્રતીક રૂપી પ્રદેશના રાતા તળાવ ગામમાં હિન્દુ મુસ્લિમ ભાઈચારા (Hindu-Muslim brotherhood) નો પ્રતીક એવો આશાપુરા માતાજીના મંદિર પાટોત્સવનો મેળો યોજાયો હતો. રાતા તળાવ શ્રી કચ્છી ભાનુશાળી ઓધવરામ સત્સંગ મંડલ તેમજ સંતશ્રી વાલરામજી મહારાજ પાંજરાપોળ દ્વારા અનેક વર્ષોથી આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.

    આ પણ વાંચો: પીએસઆઈ ભરતીની મુખ્ય પરીક્ષા અંગે મોટા સમાચાર, સરકારે હાઈકોર્ટમાં આપી માહિતી

    વહેલી સવારે પૂજા-આરતી, હોમ-હવન, ધજા આરોહણ વગેરે ધાર્મિક ક્રિયાકાંડ બાદ સર્વે ધર્મના લોકો અહીં મહાપ્રસાદ લે છે. તો મહાપ્રસાદ બાદ માનવતાના આ મેળામાં સર્વે ધર્મના લોકો કચ્છી કુશ્તી એટલી બખમલાખડામાં ભાગ લે છે તો અનેક લોકો તેને નિહાળવા ભેગા થાય છે. કચ્છી WWF તરીકે ઓળખાતી આ કુશ્તીમાં બે લોકો ધૂળિયા મેદાનમાં કુશ્તી કરે છે જેને જોવા હજારોની સંખ્યામાં લોકો ભેગા થાય છે.

    ફક્ત બળ જ નહીં પણ બુદ્ધિ કૌશલ્ય વધારતી અને સામેવાળાને કઈ રીતે મ્હાત કરી શકાય તેની વ્યૂહરચના ઘડીને રમાતી આ રમતમાં કુસ્તીબાજોને હજારો રૂપિયાના ઈનામ પણ મળે છે. અનેક વર્ષોથી ટીવી પર આવતી કુસ્તીના લોકો દિવાના હોય છે, પણ કચ્છી કુસ્તી જોયા બાદ મુંબઈથી આવા ધાર્મિક પ્રસંગોમાં આવતા લોકો પણ આના દિવાના બને છે. કારણ કે આ રમત માત્ર રમત સુધી સીમિત ન રહી ભાઇચારાનું પ્રતીક બને છે. કચ્છ બહાર વસતા કચ્છીઓ અને માદરે વતન આવતી નવી પેઢી પણ આ ખેલથી રોમાંચિત થાય છે.

    આ પણ વાંચો:'હું 2022ની ચૂંટણી રાધનપુરથી જ લડવાનો છું, અહીં ત્રણ વર્ષથી વિકાસ અટક્યો છે': અલ્પેશ ઠાકોર

    આમ આ અનોખી છાપ છોડતો લોકમેળો એ કચ્છની તાસીર છતી કરે છે;આવા લોકમેળા આપણી સંસ્કૃતિને ઉજાગર કરે છે, તો સાથે જ માનવતાની મશાલ પણ પ્રગટાવે છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch City, કચ્છ

    આગામી સમાચાર