Home /News /kutchh /

Kutch: લગ્નપ્રસંગે આવેલા પરિવારની દાગીના ભરેલી બેગ ખોવાયા બાદ ખેડૂત યુવાને પરત આપી

Kutch: લગ્નપ્રસંગે આવેલા પરિવારની દાગીના ભરેલી બેગ ખોવાયા બાદ ખેડૂત યુવાને પરત આપી

ઈનામ પેટે રૂ. 50 હજારના વળતર પણ સ્વીકાર્યું નહીં.

લગ્નપ્રસંગે કચ્છ આવેલા મુંબઈના પરિવારે ટ્રેન પકડવાની જલદીમાં પોતાનું કીમતી દાગીના ભરેલું બેગ રસ્તામાં પાડયા બાદ રાપરના કોળી સમાજના યુવાન ખેડૂતને મળતાં તેણે જાતે બેગના માલિકને ફોન કરી બેગ પરત આપી હતી.

    Dhairya Gajara, Kutch: આજના સમયમાં કોઈને લાખો રૂપિયાના દાગીના (Gold in Suitcase) અને રોકડ રકમ ભરેલી બેગ રસ્તામાં મળે એટલે અનેકની દાનત બગડી જતી હોય છે અને કોઈના પણ ધ્યાને ન આવે તેમ એ માલમત્તાને પોતાનું બનાવી લે છે. પરંતુ રાપર તાલુકાના (Rapar Kutch) શાનગઢ ગામના કોળી યુવાનને (Koli Community) લાખો રૂપિયાના દાગીનાની બેગ મળતાં પરધનને પથ્થર સમજી મૂળ માલિક ફતેહગઢના નારણભાઇ ભ્રાસડિયાને પરત કરી પ્રામાણિકતાનું' ઉદાહરણ (Example of honesty) પૂરૂં પાડ્યું છે.

    મુંબઈથી લગ્નપ્રસંગે વતન આવેલા નારણભાઇ ભ્રાસડિયા લગ્નપ્રસંગ ઉજવી પરત મુંબઈ જવા ફતેહગઢથી રાત્રે સામખિયાળી રેલવે સ્ટેશન ખાનગી વાહનમાં ગયા. મોડી રાતની ટ્રેન પકડવાની હોવાથી પરિવાર સાથે સામાન લઈ ઉતર્યા ત્યારે ખબર પડી કે એક બેગ ક્યાંક રસ્તામાં પડી ગઈ છે એમણે તપાસ કરી તો કિંમતી બેગ હતી. મોડી રાતે મોબાઇલની રીંગો ધણધણી ઊઠી. હવે કરવું શું? આ બાજુ રાતના પોતાને ખેતરેથી ભરતભાઇ ભલાભાઈ સાદુર કોલી ઠાકોર પોતાના ટ્રેકટરમાં ઘરે આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં પડેલી સૂટકેસ નજરે પડી હતી.

    બેગ ઘરે લઈ જઇ ખોલી તો આંખો પહોળી થાય એટલા દાગીના હતા. બેગની અંદરથી એક બિલ મળ્યો જેના પર નારણભાઇના નંબર હતા. એક પળનો પણ વિલંબ કર્યા વગર તરત નારણભાઇને ફોન કર્યો અને પૂછા કરી કે તેમની કોઇ વસ્તુ ખોવાઈ હોય. નારણભાઈએ પોતાના દાગીના ભરેલી બેગ વિશે જણાવતા ભરતભાઈએ કહ્યું કે, \"ચિંતા ન કરશો,અમને મારગમાં મળી છે, આવી લઈ જાવ\".

    આ પણ વાંચો: Jamnagar: કલેકટર કચેરીમાં આ જગ્યા માટે બહાર પડી ભરતી, જાણો શરતો અને કેવી રીતે કરવી અરજી

    ફતેહગઢથી નારણભાઇના ભાઇ અને સાથે આગેવાન જીવાભાઇ વાવિયા શાનગઢ ગયા અને પોતાની ખોવાયેલી કીમતી બેગ પરત મેળવી હતી. પટેલ સમાજના આગેવાનોને ખબર પડતાં મહાદેવભાઇ વાવિયા, રાજુ પટેલ, દેવજીભાઇ ચૌધરી સહિતના આગેવાનોએ ભરતભાઇ કોળીનું ફતેહગઢ ખાતે જાહેરમાં પટેલ સમાજ તથા ગ્રામજનો વતી સન્માન કર્યું હતું. તો પરિવારે પ્રમાણિકતા બદલ રૂ. 50 હજારનું ઇનામ આપવાની ઇચ્છા દર્શાવતા યુવાને આ કાર્યને પોતાની ફરજ હોવાનું કહી ઈનામ સ્વીકાર્યું ન હતું.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch, કચ્છ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन