Home /News /kutchh /World's Biggest: આલે,..લે, કચ્છી યુવાને બનાવ્યો વિશ્વનો સૌથી મોટો વડાપાંઉ, વજન 2.65 કિલો!

World's Biggest: આલે,..લે, કચ્છી યુવાને બનાવ્યો વિશ્વનો સૌથી મોટો વડાપાંઉ, વજન 2.65 કિલો!

X
કચ્છના

કચ્છના યુવકની કમાલ

સોશ્યલ મીડિયા પર કાંઈક નવું કરી દેખાડવા કચ્છી યુવાને અડધા કલાકમાં 2.65 કિલોનો વડાપાંઉ બનાવ્યો અને વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો

Dhairya Gajara, Kutch: દાબેલીના પ્રદેશ કચ્છમાં લોકો વડાપાંઉ પણ ખૂબ ટેસથી ખાય છે. બોમ્બે સ્ટાઈલ વડાપાંઉ ઉપરાંત અહીં કચ્છી સ્ટાઈલ વડાપાંઉના ચાહકો પણ અનેક છે. પરંતુ શું તમે ક્યારેય 2.5 કિલોગ્રામનો વડાપાંઉ ખાધો છે? ભુજના એક યુવાને હાલમાં જ 2.65 કિલોનો જમ્બો વડાપાંઉ બનાવી સૌને અચંભીત કરી મુક્યા છે. સોશ્યલ મીડિયા પર એક નવા પ્રકારનું કન્ટેન્ટ બનાવવા તૈયાર કરાયેલા આ જમ્બો વડાપાંઉ બદલ કચ્છના આ યુવાને વિશ્વનો સૌથી મોટો વડાપાંઉ બનાવવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે.

સોશ્યલ મીડિયાના આ યુગમાં ફૂડ બ્લોગિંગ તરફ અનેક યુવાનો વળ્યા છે. ખાણી-પીણીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો પણ કાંઈક નવું કરવાના ધ્યેય સાથે ખાવા પીવાની નવી નવી આઈટમ બનાવી સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. મેગી, પિત્ઝા, આઈસ્ક્રીમ વગેરે વસ્તુઓમાં અખતરા કરી તૈયાર કરાતા ફ્યુઝન ફૂડ સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે.

અહીં ક્લિક કરીને વાંચો,...નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ: પ્રાકૃતિક વનને પણ પાછળ મૂકે તેવું વન તૈયાર કરાયું, મુલાકાત લેવાનું ભૂલતા નહીં!

આ જ દોડમાં ભાગ લેતા ભુજના એક યુવાને 2.65 કિલોનો વડાપાંઉ બનાવી સોશ્યલ મીડિયા પર આગ લગાડી છે. ભુજમાં છેલ્લા સાત વર્ષથી વડાપાંઉ અને ભજીયા ના વ્યવસાય સાથે સંકળાયેલા સંદીપ બુદ્ધભટ્ટી અને તેમના પુત્ર દેવ બુદ્ધભટ્ટીએ કાંઈક નવું કરવાની ઈચ્છા સાથે આ જમ્બો વડાપાંઉ બનાવવાનું નક્કી કર્યું. આ માટે તેઓ સોશિયલ મીડિયા થકી બે સંસ્થાઓના સંપર્કમાં આવ્યા વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે પ્રયત્ન કરવાનું નક્કી કર્યુ હતું.



એક પાવ અને એક વડા વડે દેવે મોટામાં મોટો વડાપાંઉ બનાવવા પ્રયાસ કર્યો પરંતુ છ વખત નિષ્ફળ થયો હતો. સાતમા પ્રયાસમાં દેવે 1.25 કિલોના વડા અને 650 ગ્રામના પાવ સાથે અડધા કલાકમાં 2.65 કિલોગ્રામનો વડાપાંઉ તૈયાર કર્યો હતો. 2.65 કિલોનો વડાપાંઉ બનાવવા બદલ દેવને ઇન્ફ્યુલેન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને સોસાયટી પોઇન્ટ ફાઉન્ડેશન દ્વારા વિશ્વનો સૌથી મોટો વડાપાંઉ બનાવવાનો પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યો છે.
First published:

Tags: Kutch