Home /News /kutchh /

રિયાલિટી ટીવી શો પર આ કચ્છી યુવક પાથરી રહ્યો છે સૂરોનો જાદુ

રિયાલિટી ટીવી શો પર આ કચ્છી યુવક પાથરી રહ્યો છે સૂરોનો જાદુ

રિયાલિટી

રિયાલિટી શો પર પ્રિયાંશ એકમાત્ર ગુજરાતી સ્પર્ધક છે

મૂળ કચ્છ અને છેલ્લા થોડા વર્ષોથી વડોદરા સ્થાયી થયેલા 22 વર્ષીય પ્રિયાંશ શાહ હાલ એક રાષ્ટ્રીય ટીવી ચેનલ પર ચાલી રહેલા સ્વર્ણ સ્વર ભારત નામના રિયાલિટી સિંગીંગ શો પર પોતાના સુરોના જાદુથી લોકોનું મન મોહી રહ્યા છે

    કચ્છના યુવાનો (Kutch Youth) કારકિર્દીના હરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી કચ્છનું તેમજ ગુજરાતનું નામ દેશ વિદેશમાં રોશન કરે છે. હાલ થોડા સમય પહેલા જ મૂળ કચ્છના એક બાળકે એક ટેલેન્ટ શોમાં (Reality Talent Show) પોતાના ઝડપી ગણિતથી લોકોને ચકિત કર્યા હતા. તો હવે કચ્છનો વધુ એક યુવાન નેશનલ ટીવી પર રિયાલિટી શોમાં (Reality Show) પોતાના સૂરોથી લોકોનું મન મોહી રહ્યો છે. એક નેશનલ ટીવી ચેનલ પર ચાલી રહેલા સ્વર્ણ સ્વરભારત (Svarna Swar Bharat) નામના રિયાલિટી સિંગીંગ શો (Reality Singing Show) પર મૂળ કચ્છનો પ્રિયાંશ છેલ્લા ચારથી પાંચ મહિના પહેલા સિલેક્ટ થયા બાદ હાલ પ્રથમ હરોળના સ્પર્ધકોમાં પોતાનું સ્થાન જમાવી બેઠો છે.

    22 વર્ષીય પ્રીયાંશ ડિમ્પલ શાહ મૂળ કચ્છના વતની છે. અને છેલ્લા થોડા વર્ષોથી પોતાના પરિવાર સાથે વડોદરા સ્થાયી થયા છે. બાળપણથી જ સંગીતમાં રસ ધરાવનાર પ્રિયાંશે સંગીતને એક ધર્મ તરીકે પાળ્યું અને તેની સાધના કરી આજે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. હાલમાં પ્રિયાંશ એક નેશનલ ચેનલ પર ચાલી રહેલા સ્વર્ણ સ્વર ભારત નામના રિયાલિટી સિંગિંગ શો પર પોતાના સુરોનો જાદુ પાથરી રહ્યો છે.

    છેલ્લા ચારથી પાંચ મહિના પહેલા શરૂ થયેલા આ શો પર હજારો લોકોએ ભાગ લીધો હતો. જેમાંથી પસંદ થયેલા 20 લોકોમાંથી પ્રિયાંશ એકમાત્ર ગુજરાતી હતો અને સાથે જ કચ્છી પણ. બોલીવુડ ગીતો, ગઝલો, ભજન, સૂફી, ગરબા વગેરે ગીતો સાથે પોતાની વર્સેટિલિટીના કારણે તે હાલ રિયાલિટી શો પર બાકી રહેલા સ્પર્ધકોમાં સારું સ્થાન બનાવીને બેઠો છે.

    ઉલ્લેખનીય છે કે પ્રિયાંશના પિતાને પણ બાળપણથી જ સંગીતમાં ખૂબ રસ હતો, પણ વ્યવસાય સાથે સંગીત ચાલુ રાખવું શક્ય ન હતું. પણ તેમના પુત્રમાં આ કળા જોતા તેમણે બાળપણથી જ તેને પ્રોત્સાહન આપ્યું હતું. જેથી આજે પ્રિયાંશ સંગીતમાં એટલો ગળાડૂબ છે કે તેને જ તે પોતાનો ધર્મ માને છે.

    આ પણ વાંચો: Delhi Corona Update : દિલ્હીમાં એક અઠવાડિયામાં સંક્રમણ ત્રણ ગણું વધ્યું, ડોક્ટરોએ કહ્યું- લોકો રહે સાવધાન!

    રિયાલિટી શોમાં જોડાયા બાદ પ્રથમ વખત કચ્છ આવેલા પ્રિયાંશે News18 સાથે ખાસ મુલાકાત કરી હતી અને પોતાની સફર વિશે જણાવ્યું હતું. ભવિષ્યમાં બોલીવુડની સંગીત ઇન્ડસ્ટ્રીમાં જોડાઈ એક ગુજરાતી અને ખાસ કચ્છી તરીકે યોગદાન આપવાની ઈચ્છા પ્રિયાંશે દર્શાવી હતી.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch City, કચ્છ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन