Home /News /kutchh /ઘરે કહ્યા વિના ફોર્મ ભર્યું હતું; આજે ટ્રેનિંગ પૂર્ણ કરી BSFમાં જોડાનારી કચ્છની પ્રથમ યુવતી બની

ઘરે કહ્યા વિના ફોર્મ ભર્યું હતું; આજે ટ્રેનિંગ પૂર્ણ કરી BSFમાં જોડાનારી કચ્છની પ્રથમ યુવતી બની

X
ઉર્વશી

ઉર્વશી અને તેના માતા પિતા

કચ્છના અનેક નવયુવાનો સેના અને અન્ય સુરક્ષા દળોમાં જોડાઈ દેશ માટે ફરજ બજાવે છે. તો ત્યારે હાલમાં જ કચ્છની એક 23 વર્ષીય યુવતીએ સીમા સુરક્ષા બળની ટ્રેનિંગ (BSF Training) પૂરી કરી પોતાની પ્રથમ પોસ્ટિંગ મેળવી છે.

કચ્છ: સામાન્યપણે લોકો એવું કહે છે કે ગુજરાતીઓ સંરક્ષણ દળોમાં (Gujaratis in Defence) ફરજ બજાવવાનું ઓછું પસંદ કરે છે પણ હવે સમય બદલાઈ રહ્યું છે. કચ્છના અનેક નવયુવાનો સેના અને અન્ય સુરક્ષા દળોમાં જોડાઈ દેશ માટે ફરજ બજાવે છે. તો ત્યારે હાલમાં જ કચ્છની એક 23 વર્ષીય યુવતીએ સીમા સુરક્ષા બળની ટ્રેનિંગ (BSF Training) પૂરી કરી પોતાની પ્રથમ પોસ્ટિંગ મેળવી છે. સાથે જ તે કચ્છની પ્રથમ યુવતી બની (Kutch's first woman in BSF) છે જેણે બીએસએફની ટ્રેનિંગ પૂર્ણ કરી સરહદની ફર્સ્ટ લાઈન ઓફ ડિફેન્સમાં (First Line of Defence) જોડાઈ હોય.

ગુજરાતના સૌથી મોટા કચ્છ જિલ્લામાં છેલ્લા થોડા સમયથી સેના અને અન્ય લશ્કરી દળોમાં જોડાતા યુવાનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કચ્છના માંડવી તાલુકાના અનેક ગામોના યુવાનો સેનામાં જોડાયા છે તો આ બીજા અનેક યુવાનો તેના માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. પણ હાલમાં જ સૌપ્રથમ વખત કચ્છની કોઈ યુવતીએ બોર્ડર સિક્યોરિટી ફોર્સની (સીમા સુરક્ષા બળ) પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ, ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાની પોસ્ટીંગ મેળવી છે.

કચ્છના ભુજ તાલુકાના મિરજાપર ગામની 23 વર્ષીય ઉર્વશી ગુસાઈએ ગત મહિને જ પોતાની બીએસએફની કઠિન ટ્રેનિંગ પૂર્ણ કરી હતી. ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના ઘરે પરત ફરેલી ઉર્વશી સાથે News18ની ટીમે ખાસ મુલાકાત કરી હતી. તો હવે ટ્રેનિંગ પૂરી કર્યા બાદ ઉર્વશીબેન પોતાની પ્રથમ પોસ્ટિંગ માટે રવાના થયા છે.

આ પણ વાંચો: સુરત: પિતાએ દીકરીની પાંચ વર્ષની બહેનપણીને કેળું આપવાની લાલચે બનાવી હવસનો શિકાર

News18 સાથે ખાસ વાતચીત કરતા ઉર્વશીબેને જણાવ્યું હતું કે તેઓ બીએસએફની પરીક્ષા આપ્યા પહેલા પાંચ વર્ષ એક ફોટો સ્ટુડિયોમાં નોકરી કરતા હતા. તે સમયે ફોન પર સેના અને અન્ય લશ્કરી દળ વિશેના સમાચારો વાંચી તેમને પણ સેનામાં જોડાવાની ઈચ્છા થઈ હતી.

આ પણ વાંચો: પોલીસે હત્યાના આરોપમાં બે યુવકોને 'ફીટ' કરી દીધા, 'મૃત' શ્રમજીવી પાંચ વર્ષે જીવિત નીકળ્યો

"બીએસએફમાં ફોર્મ ભર્યા સમયે મે ઘરમાં કોઈને જાણ કરી ન હતી. મેં મારા પિતાને પણ ફક્ત એટલું જ કહ્યું હતું કે સરકારી નોકરીનું ફોર્મ ભર્યું છે. મારી લેખિત અને પ્રેક્ટીકલ પરીક્ષા પૂર્ણ થયા બાદ જ મેં ઘરે જાણ કરી હતી કે હું બીએસએફની ટ્રેનિંગ માટે ઉત્તીર્ણ થઈ છું,\" તેવું ઉર્વશીબેને જણાવ્યું હતું.
" isDesktop="true" id="1195819" >

તો પંજાબ ખાતે એક વર્ષ સુધી ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ ઉર્વશીબેને હાલ પોતાનો પ્રથમ પોસ્ટિંગ મેળવી છે. ઉર્વશીબેને ઉમેર્યું હતું કે કચ્છ અને ગુજરાતની દીકરીઓ મોટી માત્રામાં લશ્કરી દળોમાં જોડતી નથી પણ તેઓ ઈચ્છે છે કે તેઓ અન્ય યુવતીઓ માટે પ્રેરણા બને અને તેમની જેમ અન્ય યુવતીઓ પણ કચ્છ અને ગુજરાતનું નામ રોશન કરે.
First published:

Tags: Border Security Force, Kutch, કચ્છ

विज्ञापन