Home /News /kutchh /

Kutch: ભરચોમાસે પાણી માટે વલખાં મારી રહ્યું છે આ ગામ, વિરડાઓમાંથી વાટકી ભરી મેલું પાણી પીવા મજબૂર

Kutch: ભરચોમાસે પાણી માટે વલખાં મારી રહ્યું છે આ ગામ, વિરડાઓમાંથી વાટકી ભરી મેલું પાણી પીવા મજબૂર

ગામમાં

ગામમાં ખાડા જેવા વિરડાઓમાંથી વાટકી વડે ભરે છે મેલું પાણી

Kutch Water Issues: કચ્છના વાગડ વિસ્તારના આ ગામ આજે પણ વિરડાઓમાંથી પાણી કાઢી પીવા મજબૂર છે ત્યારે વર્ષોથી ગામતળનો દરજ્જો પણ પ્રાપ્ત થયો નથી.

    Dhairya Gajara, Kutch: રણપ્રદેશ કચ્છમાં (Kutch District) સામાન્યપણે ઉનાળા (Summer)દરમિયાન અનેક ગામો પાણી માટે વલખાં મારતા (Kutch Water Issues) જોવા મળે છે. અનેક ગામો પાણીના ટેન્કર પર નિર્ભર રહે છે તો બન્ની વિસ્તારના (Banni Kutch) ગામો નેસ ખોદી પોતાની પાણીની જરૂરિયાત પૂરી કરે છે. પણ વાગડ વિસ્તારનો (Vaagad Kutch) એક ગામ તો હાલ ચોમાસું ચાલુ થાય બાદ પણ પાણી માટે વલખાં મારી રહ્યુંછે. આઝાદીના સાડા સાત દાયકાઓ બાદ પણ આ ગામને પાણી, રસ્તા અને વીજળી જેવી પાયાની સુવિધાઓ પુરી પાડવામાં આવી નથી.

    વાત છે રાપર તાલુકાના જટાવાડા ગામ હેઠળની જિલ્લાર વાંઢની. અંદાજે 70થી 80 પરિવારો મળી બનતી આ વાંઢ આજે પણ જાણે 20મી સદીમાં જીવી રહી હોય તેવી અહીંની પરિસ્થિતિ છે. ગામના બાળકો અને વૃદ્ધો સહિત લોકો આજે પણ ગામમાં ઠેક ઠેકાણે આવેલા વિરડાઓમાંથી વાટકી વાટકી પાણી ભરી પોતાની તરસ શાંત કરે છે.

    ગ્રામજનો મુજબ અંદાજે એક સદીથી અહીં વસેલા આ ગામને આજ દિન સુધી ગામતળનો દરજ્જો પ્રાપ્ત નથી થયો. જે કારણે તેઓ આજ સુધી તમામ સરકારી સુવિધાઓથી વંચિત રહ્યા છે. માત્ર પાણી જ નહીં પણ રોડ-રસ્તા, લાઈટ, પાણી અને શિક્ષણના અભાવથી ગામ લોકો વિકાસથી વંચિત રહી ગયા છે. વાંઢના લોકો ચોમાસાની ઋતુમાં પણ પાણી માટે પીડા ભોગવી રહ્યા છે. આજે પણ અહીંના લોકો વિરડા આધારિત પાણી મેળવે છે. પરિવારના અબાલ વૃદ્ધ માટે વાસણો લઈ પાણી ભરવા જાવું નિત્યક્રમ બની ગયો છે.

    ગામના 70 પરિવારો આઝાદી પૂર્વેના સમયમાં જીવી રહ્યા હોય તેવું આભાસ અહીં થાય છે. શ્રમકાર્ય સાથે જોડાયેલા અંદાજિત 70થી 80 જેટલા પરિવારો રાજાશાહી સમયના યુગમાં જીવન વિતાવી રહ્યા છે. કચ્છના મોટા ભાગના ગ્રામીણ વિસ્તારો વિકાસના પંથે ઘણી પ્રગતિ કરી છે. પણ એટલી જ હકીકત આ પણ છે કે, જિલ્લા રવાંઢ જેવા ગામો હજુ પણ નવા સૂરજના ઉદયની રાહ જોઈ રહ્યા છે. ગ્રામજનોમાં પણ રોષ છે કે, રાજકારણીઓ ચૂંટણી પહેલા ગામની સમસ્યાઓ હળ કરવાના વાયદા કરે છે અને પછી અહીં ફરકતા પણ નથી.

    આજે મનુષ્ય મંગળ પર પહોંચી ગયો છે પણ બીજી કોર ધરતી પરની એક અસલિયત આ ગામમાં વર્તાય છે કે, લોકોને ખાડાઓમાંથી વાટકી વડે મેલું પાણી ભરીને પીવું પડી રહ્યું છે. એક તરફ રાજ્ય સરકાર કચ્છમાં નલ સે જલ યોજનાની 100 ટકા સફળતાની પ્રસિદ્ધિ કરી રહી છે, ત્યારે ચોમાસામાં પણ પાણી માટે તરસતા આ જીલાર વાંઢને પાણીનો ટેન્કર પણ નસીબ થઈ રહ્યો નથી. ગ્રામજનોની આશા છે કે, સૌના સાથ સાથે થઈ રહેલા સૌના વિકાસ સાથે આ વાંઢનો પણ વિકાસ થાય.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Monsoon 2022, કચ્છ, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन