Home /News /kutchh /Kutch News: આ જીયોપાર્ક શું છે, કચ્છમાં વધુ એક ફરવાલાયક સ્થળ બનવાની તૈયારી શરૂ!

Kutch News: આ જીયોપાર્ક શું છે, કચ્છમાં વધુ એક ફરવાલાયક સ્થળ બનવાની તૈયારી શરૂ!

X
જીયોપાર્ક

જીયોપાર્ક બનાવવાનો તખ્તો તૈયાર

કચ્છમાં આવેલી 75 સાઈટ્સને જીયો સાઈટ્સ તરીકે ઓળખવામાં આવી છે જ્યાં કચ્છ યુનિવર્સિટી દ્વારા તે સ્થળની ભૌગોલિક માહિતી આપતા બોર્ડ મુકવામાં આવશે

    Dhairya Gajara, Kutch: કચ્છ ભૌગોલિક વૈવિધ્યતાનો ખજાનો સંગ્રહી બેઠેલો પ્રદેશ છે અને તેના ભૂગર્ભમાં કેટલીય જાતની કુદરતી સંપદાઓ ધરબાયેલી છે. કરોડો અરબો વર્ષે તૈયાર થતી આ પ્રાકૃતિક ધરોહરનું જતન કરવા હવે કચ્છમાં જીયોપાર્ક્સ બનાવવા માટે પહેલ શરૂ કરાઇ છે. કચ્છની વિવિધ 75 ઓળખાયેલી જીયોસાઈટ્સના ક્લસ્ટર બનાવી ત્યાં જીયોપાર્ક્સ ઊભા કરવાનું એક સ્વપ્ન સેવાઈ રહ્યો છે.

    આ દિશામાં પ્રથમ પગલું ભરતા કચ્છ યુનિવર્સિટી દ્વારા કચ્છની દરેક જીયોસાઈટ્સ પર તેની ભૌગોલિક માહિતી આપતા બોર્ડ મૂકી ત્યાં આવતા લોકોને માહિતગાર કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે.


    વૈજ્ઞાનિકો અને સંશોધકોએ કચ્છમાં અત્યારસુધી 75 જીયોસાઈટ્સને ઓળખી તેના પર સંશોધન કરેલું છે. આ સાઈટ્સનું ઊંડાણમાં અભ્યાસ કરવા કચ્છ યુનિવર્સિટી દ્વારા યોજાયેલ એક રાષ્ટ્રીય પરિષદમાં દેશના અનેક ભૂસ્તરશાસ્ત્રીઓએ ત્રણ દિવસ સુધી કચ્છની વિવિધ સાઈટ્સની મુલાકાત લીધી હતી. ભુજ તાલુકામાં આવેલી ખરી નદી, ટપકેશ્વરી ડુંગર ઉપરાંત બન્ની પચ્છમ અને ખડીરના અનેક વિસ્તારો સાથે લખપત તાલુકાના પાનધ્રો, માતાનો મઢ સહિતના વિસ્તારોને જીઓહેરિટેજ તરીકે વિકસાવી ભવિષ્યમાં ત્યાં સંશોધનની તકો ઉભી થતાં જીયો ટુરિઝમ પણ વિકસી શકે છે.

    અહીં ક્લિક કરીને વાંચો,..27 ફેબ્રુઆરીથી હોળાષ્ટકનો પ્રારંભ: નવ દિવસ ભૂલથી પણ ના કરતા આ 5 શુભ કામ

    ભવિષ્યમાં કચ્છની આ 75 જીયોસાઇટ્સને રક્ષિત કરાતા ત્યાં જીયોપાર્ક બનાવી શકવાની ક્ષમતાને ચકાસતા દસ્તાવેજો જિલ્લા પ્રશાસન અને સરકારી વિભાગોને પણ સોંપવામાં આવશે. તો હાલ જ્યાં સુધી સરકાર અથવા પ્રશાસન દ્વારા આ દિશામાં પગલાં ન લેવાય ત્યાં સુધી કચ્છ યુનિવર્સિટી દ્વારા સ્વખર્ચે આ સાઈટ્સ પર જે તે જગ્યાની ભૌગોલિક માહિતી આપતા બોર્ડ મુકવામાં આવશે. આ થકી ત્યાંની મુલાકાત લેતા લોકો ફક્ત તેની ભૌગોલિક વૈવિધ્યતા નિહાળીને સંતુષ્ટિ ન માને પણ તેના વિશે જાણી તેના જતન માટે જાગૃત બને તે પ્રકારનું આયોજન હાથ ધરાયું છે.
    First published:

    Tags: Kutch, Local 18

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો