Home /News /kutchh /

Kutch: બીજા લગ્ન કરી તરછોડી મૂકવાના આક્ષેપ સાથે GST કમિશનરની પત્નીના કચેરી બહાર ધરણાં

Kutch: બીજા લગ્ન કરી તરછોડી મૂકવાના આક્ષેપ સાથે GST કમિશનરની પત્નીના કચેરી બહાર ધરણાં

બીજા

બીજા લગ્ન કરી તરછોડી મૂકવાના આક્ષેપ સાથે GST કમિશનરની પત્નીના કચેરી બહાર ધરણાં

ગાંધીધામના જીએસટી કમિશનરના પત્નીએ આક્ષેપ કર્યા હતા કે તેમના પતિએ બીજા લગ્ન કરી તેમને અને તેમની બાળકીને તરછોડી મૂકી છે. અને આ મુદ્દે જીએસટી કચેરી બહાર જ ધરણાં પર બેસતા પરિવારનો અંગત મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.

    Dhairya Gajara, Kutch: પોતાના પતિ બીજા લગ્ન કરી તરછોડી મૂક્યાના આક્ષેપ સાથે ગાંધીધામ GST કમિશનરના (Gandhidham GST Commissioner) પત્ની જીએસટી કચેરી (Gandhidham GST Office) બહાર ધરણાં પર બેઠા હતા. ગાંધીધામ જીએસટી કમિશનર આનંદકુમાર પુલપાકાના પત્ની ગુરુવારે સાંજથી દીકરીને લઈ GST ભવન (Gandhidham GST Bhuvan) સામે પતિ વિરુધ્ધ જ ધરણાં પર બેસી જતાં કમિશનરના ઘર પરિવારનો અંગત મામલો ચર્ચાયો હતો. પતિ આનંદ કુમાર પોતાની સાથે વીસ વર્ષથી અન્યાય કરી રહ્યો હોવાનું જણાવી પત્ની રત્નાએ પોતાને અને દીકરીને તેમની સાથે ઘરમાં રહેવા દેવાની માંગણી કરતાં પ્લેકાર્ડ પ્રદર્શિત કરતાં ભારે ‘જોવા’ જેવી થઈ હતી.

    આ પણ વાંચો:Kutch: પ્રિકોશન ડોઝ પર ભાર મૂકવા આવતા રવિવારે જિલ્લાભરમાં કોરોના રસીકરણ માટે યોજાશે મેગા ડ્રાઇવ

    પતિની નીતિ-રીતિથી ત્રસ્ત પત્ની રત્નાએ પત્રકારો સમક્ષ પતિ વિશે હિન સ્તરના આરોપ લગાડ્યાં હતા. એટલું જ નહીં પતિને સૂચક સંદેશ આપવા ‘આદમી બનો’ ‘અમને પાછાં રાખો' જેવા કટાક્ષયુક્ત પ્લેકાર્ડ ધરણાં સ્થળે પ્રદર્શિત કર્યાં હતા રત્ના પુલપાકાએ જણાવ્યું કે \"પતિ આનંદ કુમારે છૂટાછેડાં આપ્યાં વગર બીજા લગ્ન કરી લીધાં છે. બીજા લગ્નથી તેમને બે-ત્રણ બાળકો છે. તેઓ બીજી પત્ની અને સંતાનો સાથે રહે છે અને મને તેમજ મારી દીકરીને ઘરમાંથી કાઢી મૂક્યાં છે. હું અને મારી દીકરી પતિ જોડે રહેવા ઈચ્છીએ છીએ."
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch City, કચ્છ

    આગામી સમાચાર