Home /News /kutchh /

Kutch: વિદ્યાર્થિનીઓનું કચ્છ લોકનૃત્ય 'ગજીયો' કળા મહાકુંભમાં છવાયું, દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું

Kutch: વિદ્યાર્થિનીઓનું કચ્છ લોકનૃત્ય 'ગજીયો' કળા મહાકુંભમાં છવાયું, દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું

ભાવનગર

ભાવનગર ખાતે યોજાઇ હતી રાજ્યકક્ષાની પ્રતિયોગિતા

રાજ્યકક્ષાની કળા મહાકુંભ સ્પર્ધામાં ભુજની એક શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા કચ્છી લોકનૃત્ય ગજીયો પ્રસ્તુત કરવામાં આવ્યું હતું જેને દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત થયો હતો.

  Dhairya Gajara, Kutch: કચ્છની પારંપરિક કળા સંસ્કૃતિ (Kutchi Culture) સર્વેનો મન મોહી લે તેવી છે. પારંપરિક કચ્છી વસ્ત્રો (Kutchi Garments) સાથે પારંપરિક કચ્છી સંગીત (Kutchi Music) અને તેમાં પણ કચ્છી લોકનૃત્ય (Kutchi Dance) મળે એટલે શ્રોતાઓ માટે એ એક અલાયદો આનંદ ઊભો થાય છે. ત્યારે આ વર્ષના કળા મહાકુંભમાં (Kala Mahakumbh) રાજ્યકક્ષાએ કચ્છી વિદ્યાર્થિનીઓના ગજીયા (Gajiyo Dance) નૃત્યએ ડંકો વગાડી દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે.

  જિલ્લામથક ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા યોજાયેલ વર્ષ 2021-22ની કળા મહાકુંભ સ્પર્ધામાં તાલુકા, જિલ્લા તેમજ ઝોનલ સ્તરે અવ્વલ આવ્યા બાદ રાજ્યકક્ષાએ ડંકો વગાડ્યો છે. આ અઠવાડિયે જ રાજ્યકક્ષાના કળા મહાકુંભ સ્પર્ધામાં ભુજની વિદ્યાર્થીનીઓ દ્વારા કચ્છી લોકનૃત્ય ગજીયો રજૂ કરી સર્વેનો મન મોહી લીધૂહતુંઅને દ્વિતીય ક્રમાંક મેળવી રાજ્યકક્ષાએ કચ્છનો અને કચ્છી સંગીતનુંપ્રતિનિધિત્વ કરી કચ્છની ભાતીગળ સંસ્કૃતિથી લોકોને પરિચિત કર્યા હતા.

  આ પણ વાંચો: મીટર પ્રથા મરજિયાત કરવા માટે કચ્છી ખેડૂતોનો  વિરોધ

  ઉલ્લેખનીય છે કે ગત વર્ષે રાજ્યની શ્રેષ્ઠ શાળાનો દરજ્જો મેળવનાર માતૃછાયા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા આવા કળા અને રમત ગમતની પ્રતિયોગિતામાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પ્રદર્શન કરી કચ્છને નામના અપાવે છે. ત્યારે આ પરંપરાને આગળ વધારતા શાળાની 14 વિદ્યાર્થીઓ દ્વારા 10 થી 12 જૂન દરમિયાનભાવનગર ખાતે યોજાયેલ રાજ્યકક્ષાના કળા મહાકુંભમાં પણ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

  આ પ્રસંગે શાળાના આચાર્ય સુહાસ તન્ના દ્વારા લોકનૃત્ય તૈયાર કરાવનાર માર્ગદર્શક શિક્ષકો સ્વાતિબેન ત્રિવેદી અને કિંજલબેન પરમાર તેમજ સંગીત શિક્ષકો હર્શિદા બેન જોશી, જીગરભાઈ માંકડ અને ભાવેશ આચાર્યને પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Kutch, કચ્છ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन