Home /News /kutchh /

Kutch: રાજાશાહી સમયની સેલોર આજે પણ કચ્છમાં મીઠું પાણી પૂરું પાડે છે, વિસરાતી સેલોરની જાળવણી ખૂબ જરૂરી

Kutch: રાજાશાહી સમયની સેલોર આજે પણ કચ્છમાં મીઠું પાણી પૂરું પાડે છે, વિસરાતી સેલોરની જાળવણી ખૂબ જરૂરી

સેલોરના

સેલોરના બાંધકામ સમયે ભવ્ય પૂજાવિધિ કરવામાં આવતી હતી

ઉનાળા દરમિયાન કચ્છમાં પાણીની સમસ્યા ઊભી થતી હોય છે પણ નવાઈની વાત છે કે સદીઓ પહેલા બંધાયેલી કચ્છી વાવો સેલોરમાં આજે પણ લોકોને પીવા મીઠું પાણી મળી રહે છે પણ આજે આ પૂજનીય જળસ્રોત લોકોના મનમાંથી વિસરાઈ રહ્યા છે.

  Dhairya Gajara, Kutch: રણ પ્રદેશ કચ્છમાં (Desert Region Kutch) ઉનાળો શરૂ થાય એટલે પાણી માટે પોકાર ઉઠે છે. ઉનાળાની ગરમીમાં (Kutch Summer) આકરા તાપના કારણે ડેમ તળાવો જેવા જળસ્રોત સુકાઈ જતા લોકો પાણી માટે તરસતા (Kutch Water Issues) હોય છે. કચ્છના પ્રખ્યાત બન્ની (Banni Kutch) વિસ્તારમાં પણ ઉનાળા દરમિયાન લોકો નેસ ખોદી પાણી મેળવે છે. આવા સમયમાં કચ્છના એક પ્રાચીન જળ સ્ત્રોત અનેક વિસ્તારોમાં લોકોની મદદે આવે છે. સેલોર (Selor Stepwell) તરીકે ઓળખાતી કચ્છની આ વાવો (Kutch Stepwell) રાજાશાહી સમયથી કચ્છને મીઠુંપાણી પૂરું પાડે છે.

  સદીઓ પહેલા રાજાશાહી સમયમાં પણ પાણીની આવી જ સમસ્યા રહેતા મહાજન પરંપરા ધરાવતા કચ્છ પ્રદેશમાં ભાટિયા, જૈન, લોહાણા જેવા અનેક સમજો દ્વારા જાહેરહિત માટે સેલોર બંધાવવામાં આવતી. ગામડાઓના સીમમાં, મંદિરોમાં, જંગલોમાં અને સાથે જ તળાવોમાં પણ આ પ્રકારની સેલોર બનાવવામાં આવતી જેથી વટેમાર્ગુઓને, દર્શનાર્થીઓને અને જાનવરોને પાણી મળે. તો સાથે જ ઉનાળામાં દુકાળ જેવી પરિસ્થિતિમાં તળાવો સુકાઈ જાય ત્યારે પણ તળાવની વચ્ચે બંધાવેલી સેલોરમાં લોકોને મીઠું પાણી મળી રહે.

  કચ્છમાં એક અંદાજ મુજબ 200 થી વધારે સેલોર હાજર છે જેમાંથી 50 જેટલી સેલોરમાં આજે પણ પીવાલાયક મીઠું પાણી મળી રહે છે.

  સેલોર બનાવવા પાછળ કચ્છના દરેક વિસ્તારોમાંથી રસપ્રદ કિસ્સાઓ પણ સાંભળવા મળે છે. અંજાર તાલુકાના સંગડ ગામમાં લોકોને મીઠું પાણી પીવડાવ્યું સેલોરનું ઋણ અદા કરવા દર બેસતા વર્ષે સેલોરના નિવેદ કરવામાં આવે છે. નખત્રાણા તાલુકાના રામપર સરવા ગામની બાજુમાં લોહાણા કુટુંબ દ્વારા બંધાવેલી સેલોરમાં મોમાઈ માતાજીના બેસણા છે, જ્યાં સમાજના લોકોપછી તે વિશ્વના ગમે તે ખૂણામાં વસતા હોયએ વર્ષમાં એક વખત અહીં દર્શન કરવા આવે જ. તો સાથે જ લગ્ન બાદ છેડા-છેડી છોડવા, બાળકનું મુંડન કરાવવા પર સેલોર પર આવે છે.

  આ પણ વાંચો:News18 Exclusive: માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ કચ્છી હવે ટ્રુ એક્સપ્લોરર ગ્રેન્ડ સ્લેમ બનવાની સફર શરૂ કરશે

  અબડાસા તાલુકાના વિંઝાણ ગામમાં શેઠ ધનજીએ સેલોર બંધાવી તેનો વાસ્તુ કર્યુંત્યારે ચાર કિલોમીટર સુધી ગાયો ઊભી રાખી દરેકના શિંગડા પર સોનાની ફુદેડી બંધાવી ગાયો બ્રાહ્મણમાં દાન આપી હતી. તેવી જ રીતે રાપર તાલુકાના પલાસવા ગામે પણ સેલોરના વાસ્તુ સમયે ગ્રામજનોએ ઉત્સાહમાં પાણીના અવાડાને દેશી ઘીથી ભરી ગાયોને અર્પણ કર્યા હતા. આ રીતે કચ્છ જેવા સૂકા મુલકે પાણી અને જળસ્રોતનું મહત્વ સમજી સેલોરને ભગવાનને સમકક્ષ માની હંમેશા તેને પુજી છે.

  આજે કચ્છમાં આવી 200 જેટલી સેલોર ઠેક ઠેકાણે જોવા મળે છે પણ દુઃખની વાત એ છે કે કચ્છની જરૂરત, પરંપરા અને ઇતિહાસને દર્શાવતું આ બાંધકામ આજે દફન થઈ રહ્યું છે. આજે શહેરી વિસ્તારોમાં મોટેભાગે પાણીની સમસ્યા રહી નથી ત્યારે લોકોને સેલોરનું મહત્વ પણ વિસરાઈ ગયું છે. તો જમીનની લાલચ અને દબાણ જેવા કુકર્મો થકી અનેક સેલોરને દાટી દેવામાં પણ આવી છે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Bhuj, Kutch, Kutch City, કચ્છ

  આગામી સમાચાર