Home /News /kutchh /

Kutch: કચ્છના અંતિમ રાજવીની ઈચ્છા મહારાણીએ પૂરી કરી: ચાડવા રખાલ ખાતે બંધાવ્યું મહામાયા માતાજીનું મંદિર

Kutch: કચ્છના અંતિમ રાજવીની ઈચ્છા મહારાણીએ પૂરી કરી: ચાડવા રખાલ ખાતે બંધાવ્યું મહામાયા માતાજીનું મંદિર

અનેક

અનેક રાજપરિવારો પણ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાયા

ભુજ શહેરની 25 કિલોમીટર દૂર આવેલા ચાડવા રખાલ ખાતે શ્રી મહામાયા માતાજી મંદિરના ત્રી-દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ આજે પૂર્ણ થયો હતો. ત્યારે અંતિમ દિવસમાં ગુજરાત તેમજ દેશભરમાંથી લોકો જોડાયા હતા.

    Kutch: ઐતિહાસિક વારસો ધરાવતા સરહદી જિલ્લામાં તીર્થધામ (Kutch Temples) તરીકે વધુ એક સ્થળનો ઉમેરો થયો છે. કચ્છના રાજપરિવાર (Kutch Royal Family) દ્વારા ચાડવા રખાલ ખાતે રૂ. 7.5 કરોડના ખર્ચે પ્રવસાનધામ સમાન 51 શક્તિપીઠ (51 Shaktipeeth) સાથેનું મોમાય માતાજીનું મંદિર નિર્માણ પામ્યું છે. જેની પ્રાણ પ્રતિષ્ઠા આજે ધાર્મિક વિધિ વિધાન સાથે યોજાઈ હતી. કચ્છના અંતિમ રાજવી મહારાવ પ્રાગમલજી ત્રીજાએ માતાજીના મંદિર નિર્માણનો સંકલ્પ લીધો હતો અને વર્ષ 2017માં તેનું બાંધકામ શરૂ કરાવ્યું હતું, જે સાડા ચાર વર્ષના સમયગાળામાં મહારાણી પ્રીતિદેવીબાના માર્ગદર્શન હેઠળ પરિપૂર્ણ થયું છે.

    કચ્છના અંતિમ રાજવી મહારાવ પ્રાગમલજી ત્રીજાની ઈચ્છા હતી કે ભુજ તાલુકાના સામત્રા ગામ નજીક આવેલા ચાડવા રખાલ ખાતે શ્રી મહામાયા માતાજીનું એક ભવ્ય મંદિર બનાવવામાં આવે તેમની આ ઇચ્છા અનુસાર તેમણે જાતે જ મંદિરની ડીઝાઈન બનાવી તેનું કામ શરૂ કરાવ્યું હતું અને તેમના દેહાંત બાદ તેમના પત્ની દ્વારા આ મંદિર બંધાવી તેમની ઈચ્છા પૂરી કરવામાં આવી રહી છે. તો સાથે જ આ મંદિરના પ્રાંગણમાં 51 શક્તિપીઠના દર્શન પણ લોકો કરી શકશે.
    ભુજથી 25 કિલોમીટર દૂર આવેલા અને 12000 એકરમાં ફેલાયેલા ચાડવા રખાળ જંગલમાં આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. મંદિરમાં શ્રી મોમાઇ માતાજી, શ્રી ત્રિપુરા સુંદરી માતાજી,શ્રી હિંગળાજ માતાજી, શ્રી કાલિકા માતાજી, શ્રી રુદ્રાણી માતાજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. મંદિરના દર્શને આવનાર ભાવિકો માટે રહેવા અને જમવાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ રહેશે. તો આગામી સમયમાં આ ધાર્મિક સ્થળને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા ઉધાન સહિતના આયામો નિર્માણ કરાશે.

    અંદાજે રૂ.7.50 કરોડના ખર્ચે બનેલા આ મંદિરને ફરતે 51 નાના મંદિરોમાં 51 શક્તિપીઠના દર્શન થશે.આજના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્ય આચાર્યપદે કાશીના આચાર્ય નવલશંકર કરુણાશંકર રાજગોર ઉપસ્થિત રહ્યા હતા. કચ્છના રાજવી પરિવાર દ્વારા નિર્માણાધિન આ મંદિરના પ્રાણપ્રતિષ્ઠામાં ગુજરાતના વિવિધ રાજવી પરિવારો સહિત ત્રિપુરા, ગોંડલ અને જયપુરના રાજવી પરિવારો પણ ઉપસ્થિત રહ્યા હતા.

    આ પણ વાંચો: Kutch: નર્મદાના નીર મુદ્દે ખેડૂતોના ધીર તૂટ્યા; કલેકટર કચેરી બહાર અચોક્કસ મુદ્દતના ધરણાં

    ઉલ્લેખનીય છે કે પાંચ દેવી અને 51 શક્તિપીઠ સહિત અર્ધનારીશ્વરનું મંદિર પણ અહીં બનાવવામાં આવ્યું છે. તો સાથે જ મંદિરના નીચેના ભાગે એક ધ્યાન કેન્દ્ર પણ બનાવાયું છે. તો કચ્છના રાજાશાહી ઇતિહાસમાં અનેક મંદિરો કચ્છના મહારાણીઓ દ્વારા બંધાવવામાં આવ્યા છે. કચ્છ રાજ્યના ભુજ શહેરને પોતાનું નિવાસ અને વહીવટ સ્થાન બનાવનાર રાજપરિવારોના અનેક ઐતિહાસિક સ્મારકો આજે પણ અહીં હાજર છે. તો કચ્છભરમાં મહેલો બાંધનાર અહીંના રાજવીઓ ઉપરાંત અહીંના મહારાણીઓ દ્વારા અનેક મંદિરો પણ બંધાવવામાં આવ્યા છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch City, કચ્છ

    આગામી સમાચાર