Home /News /kutchh /Royal Wedding: લાંબા સમય બાદ કચ્છના રાજપરિવારમાં લગ્ન, કોટામાં યોજાયેલા રોયલ લગ્નનો જુઓ વીડિયો

Royal Wedding: લાંબા સમય બાદ કચ્છના રાજપરિવારમાં લગ્ન, કોટામાં યોજાયેલા રોયલ લગ્નનો જુઓ વીડિયો

X
લાંબા

લાંબા સમય બાદ કચ્છ રાજપરિવારમાં લગ્ન પ્રસંગ ઉજવાયો

કચ્છના રોહા ઠાકોરના કુંવર અક્ષયરાજસિંહના લગ્ન રાજસ્થાનના મેવાડના રાણાજી કા ગુધા જાગીરના ઠાકોરના પૌત્રી સાથે કોટામાં યોજાયા

    Dhairya Gajara, Kutch: રાજપરિવારમાં લગ્નો કઇ રીતે યોજાતા હોય તે જાણવાની જિજ્ઞાસા અનેક લોકોના મનમાં જાગે છે. તો કચ્છના રોહા ઠાકોરના કુંવરના લગ્ન જોઈ સૌની જિજ્ઞાસાને સંતુષ્ટિ મળશે. કચ્છ રાજપરિવારના ભાયાત એવા રોહા ઠાકોરના કુંવર અક્ષયરાજસિંહ જાડેજાના લગ્ન રાજસ્થાનના કોટા ખાતે ધામધૂમથી કરવામાં આવ્યા હતા. લાંબા સમય બાદ કચ્છ રાજપરિવારમાં લગ્નપ્રસંગ બનતા અનેક રાજપરિવાર આ રોયલ વેડિંગમાં જોડાયા હતા.

    કચ્છની 35 જાગીરોમાંની સૌથી મોટી કહેવાતી રોહા જાગીરના ઠાકોર પુષપેન્દ્રસિંહના પુત્ર અક્ષ્યરાજસિંહના લગ્ન રાજસ્થાનના રાણાજી કા ગુધાના ઠાકોર ગણપતસિંહ શખતાવતના પૌત્રી સુદિક્ષા કુમારી સાથે યોજાયા હતા. રાજસ્થાનના પ્રખ્યાત મેવાડ રિયાસતમાં આવતા રાણાજી કા ગુધા જાગીરના ઠાકોર પરિવારના કુમારીના લગ્ન હોતાં રાજસ્થાનના કોટામાં આવેલા ઉમેદ ભવન પેલેસ ખાતે ધામધૂમથી ઉજવણી કરાઈ હતી.


    કચ્છ અને રાજસ્થાનના બે રાજપરિવારના ઠાકોરના ઘરે લગ્ન હોતાં આ રોયલ વેડિંગમાં એકથી એક રોયલ મહેમાનો પણ નવવિવાહિત વર વધુને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા. કોટાના મહારાવ ઇજયરાજ સિંહ બહાદુર, બુંદીના મહારાવ વંશવર્ધન સિંહ ઉપરાંત અમેઠ, સુખેડા, ડુગારી, ગડા, કર્જાલી, પારા, ઉમરી જેવી રાજસ્થાન મધ્યપ્રદેશની જાગીરોના ઠાકોર ઉપરાંત કચ્છ રાજપરિવારના વેવાઈ એવા પંચેટ અને કોધ જાગીરના પરિવારો પણ ઉપસ્થિત રહ્યા હતા. તો કચ્છમાંથી પણ દેવપર, તેરા, મોટી વિરાણી જેવી જાગીરોના ઠાકોર અને તેમના પરિવાર આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
    First published:

    Tags: Kutch, Local 18, Royal wedding