Home /News /kutchh /

Kutch: ત્રિરંગે રંગાયું કચ્છનું રોગાન; કારીગરે ત્રિરંગે ટ્રી ઓફ લાઇફની આકૃતિ બનાવી

Kutch: ત્રિરંગે રંગાયું કચ્છનું રોગાન; કારીગરે ત્રિરંગે ટ્રી ઓફ લાઇફની આકૃતિ બનાવી

નિરોણાના સુમાર ખત્રીએ બનાવી આકૃતિ

ભારતની આઝાદીને આજે 75 વર્ષ પૂરા થયા છે ત્યારે સમગ્ર દેશ ત્રિરંગાના રંગે રંગાયો છે તો વિશ્વવિખ્યાત બનેલી કચ્છની પોતીકી રોગાન છાપ કળા દ્વારા પણ કારીગરે ત્રિરંગાના ત્રણ રંગ વડે ટ્રી ઓફ લાઇફ આકૃતિ બનાવી હતી

  Dhairya Gajara, Kutch: આજે ભારતની આઝાદીને 75 વર્ષ (Independence Day 2022) પૂરા થયા છે ત્યારે આઝાદીના અમૃત કાળની ઉજવણી (Independence Day Celebrations) દેશભરમાં હર્ષોલ્લાસથી થઈ રહી છે. તો કેન્દ્ર સરકારના હર ઘર તિરંગા અભિયાનમાં (Har Ghar Tiranga) પણ દેશભરમાં લોકો ઉત્સાહપૂર્વક જોડાઈ ત્રિરંગા યાત્રાઓ યોજી રહ્યા છે. સૌ કોઈ અનોખી રીતે દેશની આઝાદીના 75 વર્ષ ઉજવી રહ્યા છે ત્યારે વિશ્વ વિખ્યાત થયેલી કચ્છની રોગાન છાપ કળાના (Kutch Rogan Art) કારીગરે પણ રોગાન કળા વડે રાષ્ટ્રધ્વજના ત્રણ રંગોથી રોગાનની (Tricolor Rogan) જાણીતી ટ્રી ઓફ લાઇફ પ્રકૃતિ બનાવી છે.  કચ્છ પ્રાચીન હસ્તકળાનું ભંડાર ધરાવે છે અને અહીંની અનેક હસ્તકળા સદીઓથી ચાલતી આવી છે. કચ્છની રોગાન છાપ હસ્તકળા પણ ચાર સદી જૂની છે અને અહીંના નિરોણા ગામના એકમાત્ર ખત્રી પરિવારે આ કળાને જીવંત રાખી છે. કચ્છના નખત્રાણા તાલુકાના નીરોણા ગામે છેલ્લી ચાર સદીથી રોગાન છાપ હસ્તકળા વડે કપડાં પર અવનવી ડિઝાઇન બનાવવામાં આવે છે. ફેશનેબલ વસ્ત્રો પર રોગાનકલાની જામતી અવનવી છાંટ તૈયાર કરવામાં આવે છે.  હાલ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ઠેર ઠેર અવનવી રીતે લોકો આ પર્વની ઉજવણી કરી રહ્યા છે. કારીગરો પણ આ પ્રસંગે પોતાની કળાથી દેશભક્તિનો માહોલ સર્જી થયા છે. ત્યારે કચ્છની પ્રખ્યાત રોગાનકળા પણ દેશભક્તિના એટલે કે ત્રિરંગા રંગે રંગાઈ છે. કચ્છના જાણીતા રોગાન કારીગર અને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા સુમાર ખત્રી દ્વારા ત્રિરંગા રંગે ટ્રી ઓફ લાઇફની કૃતિ બનાવવામાં આવી છે. પ્રાકૃતિક રંગોથી બનાવાયેલું રોગાન ત્રિરંગાનું રૂપ ધારણ કરી આ કળાના કસબીઓ રાષ્ટ્રભક્તિમાં પણ લીન થયા હતા. રોગાનની ઝીણી તાર દ્વારા કાપડ પર કરાયેલી નિર્માણ ડિઝાઇનને ત્રણ રંગથી સજાવી વચ્ચે અશોક ચક્રની આકૃતિ આલેખાઇ છે.  રોગાન છાપ કળાની વિષેશતાઓ

  રોગાન છાપ કળાના રંગો એરંડિયાના તેલમાંથી બને છે. તેલને ઉકાળ્યા બાદ 2 દિવસ તેની જંગલમાં પ્રોસેસ ચાલે છે જેના બાદ તે રબરના સ્વરૂપમાં આવી જાય છે અને સાથે સાથે માટીના રંગ આવે છે તેનો ઉપયોગ કરવામાં આવે છે.  આ કળાની વિશેષતા એ છે કે આ કળામાં કોઈ પણ જાતનું ચિત્રકામ કર્યા વગર ફ્રી સ્ટાઈલમાં સીધે સીધું રોગાન આર્ટ કરવામાં આવે છે. આ રોગાન આર્ટની કળામાં સમય વધારે લાગે છે. એક A4 સાઈઝના કાપડ પર કળા કરતા 2થી 3 દિવસો લાગે છે. અમુક આર્ટિકલ એક મહિનામાં બને છે તો અમુક એક વર્ષમાં.

  આ પણ વાંચો:   સંસ્કૃત ભાષાનો વ્યાપ વધારવા કચ્છમાં એક હજાર બાળકો આગળ આવ્યા

  આ હસ્તકળા માત્ર પહેરવી અને જોવી નહીં પણ બનતા સમયે પણ જોવાનો લ્હાવો લેવા અનેક લોકો ખાસ નીરોણા ગામે જતા હોય છે. હાથમાં રંગોને ભેળવી કપડાં પર ડિઝાઇન બનતી જોવામાં પણ એક વિશેષ આનંદ પ્રાપ્ત થાય છે. ઉલ્લેખનીય છે કે આ રોગાન આર્ટની સુવાસ કચ્છથી સમગ્ર વિશ્વ સુધી પહોંચી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક મહેમાનોને રોગાન કળા વડે બનેલી કૃતિઓ ભેટ આપી છે.
  Published by:Santosh Kanojiya
  First published:

  Tags: 75 years of independence, 75th Independence Day, Aazadi ka amrut mahotsav, Kutch, Kutch City, Kutch Handicraft, Kutch news

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन