પાટણ: સાંતલપુર નજીક અકસ્માત સર્જાયો છે જેમાં પોલીસની ગાડીને ડમ્પરે ટક્કર મારી છે. જેમાં કચ્છના પીએસઆઈ કે. એફ વસાવાનું મોત નીપજ્યું છે. આ સાથે અન્ય પોલીસ કર્મીઓ પણ ઇજાગ્રસ્ત થયા છે.
આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, સાંતલપુર પાસે ડમ્પરે પોલીસની ગાડીને ટક્કર મારી હતી. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ અકસ્માતમાં કચ્છના પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું મોત નીપજ્યુ છે.
પરિવાર આઘાતમાં સરી પડ્યો છે
આ અકસ્માતમાં પોલીસની ગાડીને ડમ્પરે ટક્કર મારતાં તે રસ્તાની નીચે પડી ગઇ હતી. હાલ ઇજાગ્રસ્ત પોલીસ કર્મીઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મૃતક પીએસઆઇની ફાઇલ તસવીર
બીજી તરફ પોલીસ સબ ઇન્સ્પેક્ટનું અચાનક મોત નીપજતા પરિવાર અને સંબંધીઓ આઘાતમાં સરી પડ્યો છે.
પોલીસની ગાડી પલટી ગઇ
ગદોસણા પાટીયા પાસે ટ્રક અકસ્માત પણ સર્જાયો હતો
પાટણ નગરપાલિકાની વાહન શાખાના ઢોર પકડવાની ગાડીનો મોડી રાતે ગદોસણ પાટીયા પાસે ટ્રક સાથે અકસ્માત થયો હતો. જેથી ગાડીમાં ભરેલી એક ગાય ટ્રકની નીચે આવી જતાં મોત નીપજ્યુ હતું. મળતી માહિતી મુજબ નગરપાલિકા પ્રમુખના ઓર્ડર વગર ઢોરડબ્બાના કર્મચારીઓ આ ઢોર ડબ્બાને લઈ નગરપાલિકા હદવિસ્તાર બહાર ગયા હતા. બીજી બાજુ આ અકસ્માતમાં કોઈ કર્મચારીને મોટી જાનહાની થઈ ન હતી.