Home /News /kutchh /

એક હજાર યુવાનો પરશુરામ જયંતીની શોભાયાત્રામાં જોડાશે, કેદારનાથની માટીથી બનેલું શિવલિંગ બનશે આકર્ષણનું કેન્દ્ર

એક હજાર યુવાનો પરશુરામ જયંતીની શોભાયાત્રામાં જોડાશે, કેદારનાથની માટીથી બનેલું શિવલિંગ બનશે આકર્ષણનું કેન્દ્ર

શોભાયાત્રામાં

શોભાયાત્રામાં બાલિકાઓ કરશે તલવાર રાસ

મંગળવારે પરશુરામ જન્મ જયંતિ નિમિત્તે ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એક હજાર જેટલા યુવાનો એક જ રંગના વસ્ત્રોમાં જોડાશે તો કેદારનાથ મંદિરની માટીથી બનેલ શિવલિંગ મુખ્ય આકર્ષણ જમાવશે.

વધુ જુઓ ...
    Kutch: મંગળવારે અખાત્રીજના (Akshay Trutiya) દિવસે સમગ્ર ભારતમાં ભગવાન પરશુરામની જન્મજયંતી (LordParshuram Jayanti) ધામધૂમથી ઉજવાશે. ત્યારે કચ્છના મુખ્યમથક ભુજ ખાતે પણ દરવર્ષની જેમ ભવ્ય શોભાયાત્રા (Parshuram Jayanti Rally) દ્વારા આ પ્રસંગ ઉજવવામાં આવશે. આ વર્ષે રેલીમાં એક રંગ અને એક સંગના ઉદ્દેશ્ય સાથે હજાર જેટલા યુવાનો એક જ રંગના કપડામાં આ શોભાયાત્રામાં જોડાશે અને બ્રહ્મ સમાજની બાલિકાઓ દ્વારા આ પ્રસંગે તલવાર રાસ (Sword Dance) કરવામાં આવશે. તો કેદારનાથની (Kedarnath) માટીથી બનેલું શિવલિંગ આ શોભાયાત્રાનો મુખ્ય આકર્ષણ બનશે.

    ભગવાન પરશુરામની જન્મજયંતી સમગ્ર ભારતમાં અખાત્રીજના દિવસે ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવે છે. મોટે ભાગે બ્રહ્મસમાજ દ્વારા અને સમગ્ર હિન્દુ ધર્મમાં પૂજાતા ભગવાન પરશુરામ વિષ્ણુના છઠ્ઠા અવતાર હતા. અને સાથે જ ચિરંજીવી પણ હતા. તો ભગવાન પરશુરામના જન્મોત્સવને હર વર્ષે ભુજ (Bhuj) માં પણ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે અને હર વર્ષે વિશાળ શોભાયાત્રા દ્વારા લોકો આ પ્રસંગની ઉજવણી કરે છે.

    છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે આ શોભાયાત્રાનું આયોજન થયું ન હતું પણ આ વર્ષે કોરોનાની કહેર ઓછી થતાં, ભુજ તાલુકા બ્રહ્મસમાજ યુવા પાંખ દ્વારા શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મંગળવારે સાંજે 4.30 વાગ્યે ભુજ શહેરના મહાદેવ ગેટ પાસે પરશુરામ ચોકથી નીકળનારી આ શોભાયાત્રાના સમગ્ર રૂટને ભગવામાય બનાવાયું છે તો ઠેર ઠેર પરશુરામ જયંતીની શોભાયાત્રાને શુભેચ્છા પાઠવતા પોસ્ટર પણ જોવા મળે છે.

    ઉત્તરાખંડના કેદારનાથ મંદિરની માટી વડે બ્રહ્મસમાજ દ્વારા શિવલિંગ બનાવવામાં આવ્યું છે જે આ શોભાયાત્રામાં મુકાશે. હિમાલયની ગોદમાં બિરાજેલા પવિત્ર કેદારનાથ મહાદેવના મંદિરની માટી આ વર્ષની શોભાયાત્રામાં મુખ્ય આકર્ષણ બનશે.

    આ પણ વાંચો: Kutch: બાળપણમાં પિતાથી છુપાઈને વણાટકામ શીખ્યું, આજે હસ્તકળા વડે પર્યાવરણ બચાવે છે આ કચ્છી મહિલા

    આ વર્ષે શોભાયાત્રામાં બ્રહ્મસમાજ યુવા પાંખ દ્વારા એક વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત એક હજાર જેટલા યુવાનો એક રંગ અને એક સંગમ જોવા મળશે. શોભાયાત્રામાં ભાગ લેનારા બ્રહ્મ સમાજના એક હજાર જેટલા યુવાનો પીળા રંગના કુર્તામાં લોકોને જોવા મળશે. તો બીજી તરફ શોભાયાત્રા દરમ્યાન જ બ્રહ્મસમાજની બાલિકાઓ દ્વારા જ્યુબિલિ સર્કલ પાસે તલવાર રાસનું પ્રદર્શન કરવામાં આવશે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch City, કચ્છ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन