Home /News /kutchh /

Kutch: આ ગામનાં ખેડૂતો ગટરનાં પાણીથી કરે છે સિંચાઇ: NRIનાં દાનથી નાંખ્યો વિશેષ પ્લાન્ટ

Kutch: આ ગામનાં ખેડૂતો ગટરનાં પાણીથી કરે છે સિંચાઇ: NRIનાં દાનથી નાંખ્યો વિશેષ પ્લાન્ટ

આ

આ ગામનાં ખેડૂતો ગટરનાં પાણીથી કરે છે સિંચાઇ: NRIનાં દાનથી નાંખ્યો વિશેષ પ્લાન્ટ

સેશેલસ સ્થાયી થયેલા ભારાસરના વિશ્રામ વરસાણીએ ગામમાં એક એવું વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવ્યો જેથી ગામ દ્વારા વપરાયેલું પાણી શુદ્ધ થઈ ખેતી માટે વાપરી શકાય 

  Dhairya Gajara, Kutch: સૂકા મૂલક કચ્છમાં પાણીની અછતના (Kutch Water Issues) કારણે ખેડૂતોને (Kutch Agriculture) અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. પાણીના અભાવે અનેક ખેડૂતોના પાક નષ્ટ થતા હોય છે અને ખેડૂત ઉધારીમાં ડૂબતા જાય છે. પણ સમસ્યા જ વ્યક્તિને તેનો ઉકેલ શોધવા પ્રેરણા આપે છે. અને પાણીની અછતની સમસ્યાને દૂર કરવા કચ્છના એક ગામે (Model village in Kutch) બિલકુલ નવતર પ્રયોગ કર્યો છે. મૂળ ભારાપરના અને છેલ્લા અનેક વર્ષોથી સેશેલસ (Kutch NRI) રહેતા દાતાએ રૂ. 1.25 ગામમાં એક એવો પ્લાન્ટ (Decentralised Waste Water Treatment Plant) બનાવ્યો છેજે વપરાયેલા પાણીને ચોખ્ખું કરી આપે અને બાદમાં તે જ પાણીનું વપરાશ ખેડૂતો પોતાના ખેતરમાં કરી શકે છે.

  રણપ્રદેશ કચ્છ જીલ્લાએ અનેક દુષ્કાળનો સામનો કર્યો છે. ઉનાળા દરમિયાન પાણીની અછતના કારણે અનેક લોકોને પોતાના ગામડા મૂકી અન્ય વિસ્તારો તરફ હિજરત કરવી પડે છે. બીજી તરફ પૂરતા પાણીના અભાવે ખેડૂતો ન તો પોતાની જમીન મૂકીને ક્યાંય જઈ શકે ન પોતાની જમીનમાં કરેલા વાવેતરમાં સારી ઉપજ મેળવી શકે.

  ભુજ તાલુકાના ભારાપર ગામ કચ્છના પટેલ ચોવીસી ગામોમાંથી એક છે જ્યાં પટેલ સમાજ સહિત અન્ય સમાજો મળી અંદાજિત 1500 પરિવારોની વસતી છે. આ ગામના ખેડૂતોને ઉનાળા વાવેતરમાં થતી પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા ગામના વતની વિશ્રામ જાદવા વરસાણી દ્વારા ગામમાં એક ડીસેન્ટ્રલાઈઝડ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. આ ગામના લોકો દ્વારા વપરાયેલું પાણી આ પ્લાન્ટમાં જમા થાય છે જે બાદ અલગ અલગ વૈજ્ઞાનિક પદ્ધતિથી તેને ફરી વપરાશ લાયક બનાવવામાં આવે છે.

  ગામની ગટરલાઇન દ્વારા નિકાલ થતાં વેસ્ટેજ પાણીને હવે આ ટાંકામાં ભેગુ કરે છે જેમાં રહેલા જંતુઓ મળમૂત્રનું નાશ કરે છે. અને પાણી આગળ જઈ કાંકરીઓ વચ્ચેથી પસાર થઈ વધુ શુદ્ધ બને છે. તો ત્યાંથી આગળ વધી પાણીને છોડના મૂળમાંથી પસાર કરે છે જેથી છોડ તેમાં રહેલું બાકી અશુદ્ધતા ખેંચી લે છે અને આખરે એક મોટા ટાંકામાં ફિલ્ટર થયેલું પાણી જમા થાય છે. આ પ્લાન્ટનું બાંધકામ કરી રહેલા ઇજનેરોનું કહેવું છે કે રિસાયકલ થઈને બહાર આવતું પાણી દુર્ગંધ મુક્ત બને છે. અને તેને કોઈ પ્રકારના સંકોચ વગર ખેતી સંબંધિત વપરાશમાં લઈ શકાય.

  Kutch: તમારા પશુમાં લમ્પી વાયરસનાં લક્ષણો જણાય તો આ નંબર પર કરો સંપર્ક

  વર્ષોથી સેશેલસ સ્થાયી થયેલા ભારાપરના વિશ્રામભાઈ જાદવા વરસાણીએ વિદેશમાં તો બાંધકામ ઉદ્યોગમાં મોટી નામના મેળવી છે પરંતુ વખતેને વખતે પોતાના વતન માટે અનેક વિકાસ કાર્યોની ભેટ આપી છે. વિશ્રામભાઈ દ્વારા આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાથે ગામના 140 પરિવારો માટે ટોયલેટનું બાંધકામ પણ કરાવવામાં આવી રહ્યું છે. તો અગાઉ પણ તેમણે ગામમાં કન્યા શાળા, લાઇબ્રેરી, ફિઝિયોથેરાપી સેન્ટર જેવી અનેક ભેટો આપી આ ગામને મોડેલ વિલેજ બનાવ્યું છે.

  આ ગામના પૂર્વ સરપંચ નિલેષભાઈ વરસાનીના સંપર્ક નંબર +91 99241 34180  છે.

  Published by:Santosh Kanojiya
  First published:

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन