Kutch: બુધવારે શમી સાંજે ભચાઉ તાલુકાના (Bhachau Taluka) વોંધ ગામની સીમમાં એક પરપ્રાંતીય પરિણીત યુવતી અને તેના એક માસના બાળકની હત્યાથી (Mother Son Murder) સમગ્ર વાગડ પંથકમાં ચકચાર મચી હતી. પરિણીતા પોતાના પિયર જવા માગતી હોવાનીબાબત પર બોલાચાલી થયા બાદ તેના પતિએ તેની પત્ની અને બાળકને લોખંડના સળિયા વડે હત્યા નિપજાવી (Husband murders Wife) હતી. તો ભચાઉ પોલીસને (East Kutch Police) બનાવની જાણ થતાં એક કલાકની અંદર આરોપીને રાઉન્ડ અપ કર્યો હતો.
મૂળ બિહારના ગોપાલગંજનો વતની 27 વર્ષીય સંતકુમાર તારકેશ્વર પ્રસાદ પોતાના પરિવાર સાથે ઉત્તરપ્રદેશના ગોરખપુર ખાતે શાકભાજીનો વ્યવસાય કરતો હતો. તો પંદરેક દિવસ પહેલા જ કચ્છ આવેલા સંતકુમારને રેલવેમાં મજૂરીકામ (Job in Railway) કરવાની નોકરી મળી હતી. તો ભચાઉના વોંધ ગામ પાસે આવેલા રેલવે ટ્રેક પર મજૂરી કરતા સંતકુમારને ગામની સીમમાં જ લેબર કોલોનીમાં ઠેકેદાર દ્વારા એક ઓરડી આપવામાં આવી હતી.
બુધવારે મોડી રાત્રે સંતકુમાર અને તેની 23 વર્ષીય પત્ની અન્સુરામ સજન ગોર વચ્ચે પિયર જવાના મુદ્દે બોલાચાલી થઇ હતી. બોલાચાલી ઉગ્ર બનતા સંતકુમારે ઉશ્કેરાઇને લોખંડના સળિયા વડે પોતાની પત્ની પર હુમલો કર્યો હતો. તો હુમલાના કારણે તેની પત્ની તેમના 40 દિવસના બાળક પર પડતાં બાળકનું પણ મોત નિપજ્યું હતું.
બુધવારે સાંજે ચાર વાગ્યાના અરસામાં રેલવે ટ્રેક પાસે બાવળની ઝાડીઓ વચ્ચે પડેલી લાશ મુદ્દે પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને એક કલાકની અંદર સંતકુમારને રાઉન્ડ અપ કર્યું હતું.
આ મુદ્દે ભચાઉના નાયબ પોલીસ અધિક્ષક કે. જી. ઝાલાએ જણાવ્યું હતું કે રાત્રે સંતકુમારના પત્નીએ બીજી સવારે પોતાના પિયર જવાની વાત કરતા સંતકુમારે ઉશ્કેરાઇને આ પગલું લીધું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. તો સંતકુમારના પત્નીના આડા સંબંધ હોવાનું કારણ પણ સામે આવી રહ્યું છે જે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. તો મૃત યુવતી અને નવજાત બાળકને પોસ્ટ મોર્ટમ માટે મોકલવાની કામગીરી પોલીસે શરૂ કરી હતી.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર