Home /News /kutchh /

ચાલો બોર્ડર પર: કચ્છના સરહદીય ગામડાઓને આરોગ્ય સેવા પૂરી પાડવા આરોગ્ય તંત્રએ શરૂ કર્યા આરોગ્ય મેળાઓ

ચાલો બોર્ડર પર: કચ્છના સરહદીય ગામડાઓને આરોગ્ય સેવા પૂરી પાડવા આરોગ્ય તંત્રએ શરૂ કર્યા આરોગ્ય મેળાઓ

સરહદીય ગામડાઓમાં લોકોના ઘરે ઘરે જઈ સેવાઓ અપાશે

કચ્છ જિલ્લા આરોગ્ય તંત્ર (Kutch Health Administration) દ્વારા પ્રથમવખત 'ચાલો બોર્ડર પર' (Chalo Border Par) કાર્યક્રમ અંતર્ગત કચ્છના સરહદીય ગામડાઓમાં (Kutch Border Villages) રહેતા લોકો માટે ખાસ આરોગ્ય મેળા (Health Camps in Kutch) યોજ્યા હતા.

વધુ જુઓ ...
    Dhairya Gajara Kutch: કચ્છ એ સરહદી જિલ્લો (Kutch District) છે જેની મોટા ભાગની ઉત્તરી સીમા પાડોશી દેશ પાકિસ્તાન (Kutch International Border) સાથે જોડાયેલી છે. તો સાથે જ આ સરહદ વિસ્તાર (Kutch Border Area) તેની અતિ સંવેદનશીલતા અને તેના વાતાવરણના કારણે રહેવા માટે એક વિષમ પરિસ્થિતિ ઊભી કરે છે. તેવામાં કચ્છ જિલ્લા આરોગ્ય તંત્ર (Kutch Health Administration) દ્વારા પ્રથમવખત 'ચાલો બોર્ડર પર' (Chalo Border Par) કાર્યક્રમ અંતર્ગત કચ્છના સરહદીય ગામડાઓમાં (Kutch Border Villages) રહેતા લોકો માટે ખાસ આરોગ્ય મેળા (Health Camps in Kutch) યોજ્યા હતા. તો સાથે જ હવેથી દર મહિને સરહદીય ગામડાઓ પર આ પ્રકારના કેમ્પ યોજી લોકોને સારી આરોગ્ય સેવાઓ પૂરી પાડવા પ્રયાસ કરાશે.

    આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ “ચાલો બોર્ડર પર” કાર્યક્રમ અંતર્ગત કચ્છ જિલ્લાના સરહદી વિસ્તારના ગામડાઓમાં આરોગ્યની સેવાઓથી કોઇ વંચિત ન રહે તે માટે ભુજ, લખપત, રાપર, અને ભચાઉ તાલુકાના 61 સ્થળોએ આજે મંગળવારે આરોગ્ય મેળા યોજવામાં આવ્યા હતા. તો ગુરુવારે આ જે સ્થળો પર બાકી રહી ગયેલા લાભાર્થીઓ માટે ફરી બીજી વખત કેમ્પ યોજવામાં આવશે.



    આ આરોગ્ય મેળાઓમાં લાભાર્થીઓની આરોગ્ય તપાસ, એનસીડી સ્ક્રીનીંગ, રેફરલ સેવાઓ, રસીકરણ સેવાઓ તથા આયુષ્યમાન કાર્ડ બનાવવાની કામગીરી, કોવિડ રસીકરણ અને મા વાત્સલ્ય કાર્ડ રીન્યુ કરવાની કામગીરી કરવામાં આવશે. જિલ્લા, તાલુકાના તજજ્ઞો અને કર્મચારીઓ નિયત કરેલાં 61 સ્થળોએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે સેવાઓ પણ આપવામાં આવશે.

    આ પણ વાંચો: Kutch News: કચ્છના વિરાન રણમાં વહેતો વીર વછરા દાદાનો મીઠા પાણીનો ધોધ, વૈજ્ઞાનિકો માટે પણ એક મોટી પહેલી

    આ મુદ્દે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. જનકકુમાર માઢકે જણાવ્યું હતું કે આ આરોગ્ય મેળાઓમાં જે તે ગામડાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબો અને કર્મચારીઓને ફરજ પર ન લગાડી, અન્ય શહેરી વિસ્તાર અને ગામડાઓના તબીબો ને ફરજ પર લગાવવામાં આવ્યા છે જેથી અન્ય તબીબો પણ બોર્ડર વિસ્તારમાં કામ કરવામાં આવતી મુશ્કેલીઓથી પરિચિત થાય.



    \"અનુભવ કહે છે કે કચ્છના સરહદી વિસ્તારો દુર્ગમ હોવાથી ત્યાં જીવન નિર્વાહ મુશ્કેલ છે. એવા વિસ્તારોમાં રહેતા લોકોને જિલ્લા તંત્ર દ્વારા સમગ્ર વર્ષ દરમિયાનદર મહિને આરોગ્ય કેમ્પ યોજી આરોગ્ય સેવાઓ પૂરી પાડવા પ્રયત્ન કરશે,\" તેવું ડૉ. જે. ઓ. માઢકે જણાવ્યું હતું.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch City, કચ્છ

    આગામી સમાચાર