Home /News /kutchh /ગાંધીધામના જાણીતા બિઝનેસમેનની દીકરીનું મધ્યપ્રદેશમાં મોત, તે ટ્રેઇની પાઇલટ હતી
ગાંધીધામના જાણીતા બિઝનેસમેનની દીકરીનું મધ્યપ્રદેશમાં મોત, તે ટ્રેઇની પાઇલટ હતી
શનિવારે બાલાઘાટ નજીક સાંજે ચાર વાગ્યાની આસપાસ પ્લેન ક્રેશ થયું હતુ.
વૃષંકા જાણીતી માહેશ્વરી હેન્ડલિંગ પેઢીના પાર્ટનર ચંદન માહેશ્વરીની પુત્રી હતી. બીરસીના એરસ્ટ્રીપ કંટ્રોલરે જણાવ્યું કે, પ્લેનનું છેલ્લું લોકેશન 3.45 કલાકે કિરણાપુર પાસે જોવા મળ્યું હતું.
કચ્છ: ગાંધીધામની એક 20 વર્ષની દીકરી વૃષંકા માહેશ્વરીનું મધ્યપ્રદેશમાં દુખદ નિધન થયું છે. નક્સલવાદી પ્રભાવિત બાલાઘાટ જિલ્લાના પહાડી વિસ્તારમાં શનિવારે એરક્રાફ્ટ ક્રેશ થયું હતું. તેમાં આગ લાગી હતી. જેમાં ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર અને મહિલા ટ્રેઇની પાઇલટ વૃષંકાનું મોત થયું હતું. આ વિમાન IGRAU (Indira Gandhi Rashtriya Uran Akademi) નું હતું જેની ટ્રેનિંગ ચાલી રહી હતી. એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, પ્રથમ દૃષ્ટિના અનુમાન પ્રમાણે, ખરાબ હવામાનને કારણે આ પ્લેન ક્રેશ થયું
શનિવારે બપોરે બની આ ગોઝારી ઘટના
શનિવારે બાલાઘાટ નજીક સાંજે ચાર વાગ્યાની આસપાસ પ્લેન ક્રેશ થયું હતુ. જેમાં ગાંધીધામના જાણીતા ઉદ્યોગપતિ પરિવારન પાયલોટ દીકરીનું નિધન થયું છે. આ સમાચારની સાથે જ પરિવાર અને આખા પંથકમાં દુખનો પહાડ તૂટી પડ્યાની સ્થિતિ સર્જાઇ છે. મધ્યપ્રદેશના બાલાઘાટના જંગલ વિસ્તાર કિરણાપુરમાં ચાર્ટર્ડ પ્લેન તૂટી પડતાં દુર્ઘટાન સર્જાઇ હતી. આ દરમિયાન પ્લેનમાં ટ્રેઈની પાઇલટ તરીકે ગાંધીધામની વૃષંકા માહેશ્વરી અને ઈન્સ્ટ્રક્ટર મોહિત કુમાર સવાર હતા.
બાલાઘાટના પોલીસ અધિક્ષક સમીર સૌરભે આ અંગે જણાવ્યું હતુ કે, લાંજી પોલીસ સ્ટેશન હેઠળ આવતા સ્થળ પરથી બે મૃતદેહો બળી ગયેલી હાલતમાં મળી આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એક વ્યક્તિ (પાઇલટ મોહિત ઠાકુરના હોવાનું માનવામાં આવે છે) ની સળગેલી લાશ દુર્ઘટના સ્થળની નજીક, બાલાઘાટ જિલ્લા મુખ્યાલયથી લગભગ 40 કિમી દૂર લાંજી અને કિર્નાપુર વિસ્તારની ટેકરીઓ પર મળી આવી હતી.
વૃષંકા ચંદન માહેશ્વરીની પુત્રી
વૃષંકા જાણીતી માહેશ્વરી હેન્ડલિંગ પેઢીના પાર્ટનર ચંદન માહેશ્વરીની પુત્રી હતી. બીરસીના એરસ્ટ્રીપ કંટ્રોલરે જણાવ્યું કે, પ્લેનનું છેલ્લું લોકેશન 3.45 કલાકે કિરણાપુર પાસે જોવા મળ્યું હતું. દુર્ઘટનાનું કારણ હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી.
નાયબ પોલીસ મહાનિરીક્ષક અનુરાગ શર્માએ પીટીઆઈને જણાવ્યું હતું કે, ટ્રેનર બાલાઘાટની સરહદે આવેલા ગોંદિયા જિલ્લાના બીરસી એરસ્ટ્રીપથી બપોરે 3.06 વાગ્યે ઉડાન ભરી હતી. બપોરે 3.11 વાગ્યે તેનું એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.
આ સાથે તેમણે જણાવ્યુ કે, "ફ્લાઇટ પ્રશિક્ષક કેપ્ટન મોહિત સાથેના ટ્રેનરે એરક્રાફ્ટને લગભગ બપોરે 3 વાગ્યે બીરસી એરપોર્ટ પરથી નિયમિત ઉડાન ભરી હતી. ભુક્કુટોલા ગામ નજીકની પહાડીઓમાં ખરાબ હવામાનને કારણે તે ક્રેશ થયું હોવાનું કહેવાય છે. "