કચ્છીઓ બન્યા આત્મનિર્ભર: ઉનાળુ વાવેતરમાં અડધાથી વધારે વિસ્તારમાં ઘાસચારાનું વાવેતર કર્યું
કચ્છીઓ બન્યા આત્મનિર્ભર: ઉનાળુ વાવેતરમાં અડધાથી વધારે વિસ્તારમાં ઘાસચારાનું વાવેતર કર્યું
ઉનાળુ વાવેતરમાં ખેડૂતોએ ઘાસચારાનું કર્યું મબલખ વાવેતર
કચ્છમાં આ વર્ષે ઉનાળાની શરૂઆતથી જ ઘાસચારાની અછતથી પશુપાલકો પરેશાન થયા છે ત્યારે ઉનાળુ વાવેતરમાં ખેડૂતોએ કોઈ કસર છોડી નથી સાથે જ ઘાસચારાનું પણ મબલખ વાવેતર કર્યું છે.
Kutch: વિસ્તારની દૃષ્ટિએ કચ્છ દેશનો સૌથી મોટો જિલ્લો (India's Largest District) છે પણ અહીં ખેતી લાયક જામીનનું પ્રમાણ ઓછું છે તેમજ અન્ય જિલ્લાઓની સરખામણીમાં પિયત એને સિંચાઇની સુવિધાઓ નહીંવત હોવાના કારણે ખેતી મહદઅંશે વરસાદ પર નિર્ભર છે. જો કે કચ્છના ખેડૂતો (Kutch Farmers) પોતાની કોઠાસૂઝના કારણે દરેક સીઝનમાં સારું ઉત્પાદન મેળવી રહ્યા છે. તો વીજળી અને પાણીના ઘટ (Kutch Water Issues) વચ્ચે ખેડૂતોએ ઉનાળા વાવેતરમાં ગત વર્ષ કરતાં વધારે વાવેતર કર્યું છે તો સાથે જ ઉનાળાની શરૂઆતથી જ જિલ્લામાં ઘાસચારાની તંગી વચ્ચે ખેડૂતોએ મોટી માત્રામાં ઘાસચારાનું વાવેતર પણ કર્યું છે.
કચ્છ જિલ્લામાં પાણીની તંગી વીજ સમસ્યા સહિતના પ્રશ્નો થી ધરતીપુત્રો ઘેરાયેલા છે. તે વચ્ચે પણ ખેડૂતો ખેતીને ટકાવી રાખવા સતત મથી રહ્યા છે. ચોમાસા અને શિયાળા ની તુલના એ કચ્છમાં ઉનાળુ વાવેતર કઠિન રહેતું હોય છે કારણકે તેમાં પાણીની જરૂર વધારે હોય છે અને કચ્છ જેવા સૂકા પ્રદેશમાં આ સીઝન દરમિયાન પાણીની ભારે અછત વર્તાતી હોય છે.
કચ્છમાં છેલ્લા લાંબા સમયથી અપૂરતી વીજળીના કારણે ખેડૂતો પરેશાન થયા છે. તો જિલ્લામાં આઠ કલાકના બદલે માત્ર છ કલાક સુધીની જ થ્રી ફેઝ વીજળી ખેડૂતોને મળી રહી છે. આવી સમસ્યાઓ વચ્ચે પણ ખેડૂતોએ નોંધપાત્ર ઉનાળુ વાવેતર કર્યું છે. ઉનાળામાં બાજરી, શાકભાજી અને ઘાસચારા ઉપરાંત મગ, મગફળી, તલ, ગોવાર સહિતના પાકોની વાવની કરવામાં આવે છે.
ગત વર્ષે ઉનાળામાં કચ્છના ખેડૂતોએ 28,655 હેક્ટરમાં ઉનાળુ વાવેતર કર્યું હતું જ્યારે કે આ વર્ષે 28,772 હેક્ટરમાં ખેડૂતોએ વાવેતર કર્યું છે. આ રીતે ઉનાળામાં સતત ચાલી રહી હીટ વેવ વચ્ચે જિલ્લાના જળાશયો સુકાઈ ગયા છે છતાંય કચ્છના ખેડૂતોએ પોતાની ખુમારી દેખાડી વાવેતરમાં કોઈ કસર બાકી રાખી નથી.
તો સાથે જ આ વર્ષે ઉનાળાની શરૂઆતથી જ ઘાસચારાની તંગી સર્જાઈ છે. અનેક ગામડાઓમાં ઘાસચારા અને પાણીના અભાવે પશુપાલકો હિજરત પણ કરી રહ્યા છે. તેવામાં આ વર્ષે કચ્છના ખેડૂતોએ સારી માત્રામાં ઘાસનું પણ વાવેતર કર્યું છે. ખેડૂતોએ કુલ વાવેતરના અડધો અડધ વિસ્તાર કરતા વધારેમાં ઘાસચારાનું વાવેતર કર્યું છે. મકાઈ, જુવાર, રજકો, બાજરી સહિત કુલ 15,022 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર થયું છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર