Home /News /kutchh /કચ્છમાં ફરીવાર ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલમાં 3.9ની તીવ્રતા નોંધાઈ, કેન્દ્રબિંદુ 29 કિમી દૂર

કચ્છમાં ફરીવાર ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલમાં 3.9ની તીવ્રતા નોંધાઈ, કેન્દ્રબિંદુ 29 કિમી દૂર

ફાઇલ તસવીર

કચ્છ જિલ્લામાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. બપોરે 3.58 કલાકે ધરા ધ્રુજી ઉઠી છે. આ પહેલાં ફેબ્રુઆરીમાં સતત બે દિવસ સુધી કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ભૂજઃ કચ્છ જિલ્લામાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. બપોરે 3.58 કલાકે ધરા ધ્રુજી ઉઠી છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.9 નોંધવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ભૂકંપનું કેન્દ્રબિંદુ બેલાથી 29 કિલોમીટર દૂર નોંધાયું છે. અત્યાર સુધીમાં દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

પહેલાં પણ આવ્યો હતો ભૂકંપ


27 ફેબ્રુઆરીએ કચ્છમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. અમરેલી બાદ કચ્છમાં ભૂકંપનો આંચકો આવતાં લોકોમાં ભારે ઉચાટ જોવા મળી રહ્યો છે. સોમવારે સવારે 10.49 વાગ્યે 3.8ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છના લખતરથી 62 કિમી દૂર હોવાનું જાણવા મળી રહ્યું હતું.


અમરેલીમાં પણ મધરાતે ધરા ધ્રુજી હતી


27 ફેબ્રુઆરીએ મધરાતે અમરેલી જિલ્લાના ખાંભા પંથકની ધરતી ફરી એક વાર ધૃજી ઉઠી હતી. મધ્યરાત્રે 1:42 કલાકે ભાડ, વાકીયા, જીકીયાળી, મીતીયાળા સહિતના ગામોમાં 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવતા મીઠી ઊંઘ માણી રહેલા ગ્રામજનો ફફડી ઉઠયા હતા. મધરાતે ભૂકંપનો આંચકો આવતાં થોડીવાર માટે અફરા તફરી મચી ગઈ હતી અને તમામ લોકો પોતાના ધર બહાર નીકળી ગયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદૂ અમરેલીથી 45 કિમી દૂર નોંધાયું હતું. છેલ્લા ઘણા દિવસથી અમરેલીમાં આંચકા આવે છે. સતત આવતા ભૂકંપના આંચકાથી રહીશોમાં દહેશતનો માહોલ છે.


છેલ્લા ઘણાં સમયથી સમગ્ર વિશ્વમાં ભૂકંપના આંચકા


ઉલ્લેખનીય છે કે, ગયા મહિને તુર્કીમાં ભૂકંપે તબાહી મચાવી દીધી હતી. હજારો લોકોએ આ ભૂકંપમાં જીવ ગુમાવ્યો હતો. તો વળી, મોટાપાયે નુકસાન થયું હતું. અનેક બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ હતી તો ઘણાં લોકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. ત્યારબાદ ઉત્તર ભારતના ઉત્તરાખંડ અને દિલ્હીમાં ભૂકંપ આવ્યો હતો. ત્યારપછી ગુજરાતના અમરેલી, રાજકોટ અને કચ્છમાં પણ અનેક ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
First published:

Tags: Earthquakes, Kutch news

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો