બિલ્ડર સવજી મંજેરી-પટેલ સામે 1998માં ગુજરાતમાં હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો. ત્યારે ટ્રાયલ દરમિયાન તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. બિઝનેસમેન બચુભાઈ પટણીની હત્યાનો આ મામલો હતો.
કચ્છ: રાપરનાં 56 વર્ષના ઉદ્યોગપતિ સવજી ગોકર મંજેરીની નવી મુંબઈ જાહેર રોડમાં તેમની જ કારમાં ગોળીઓ મારીને ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ હત્યાનો કેસ ઉકેલી દેવામાં આવ્યો છે. મુંબઇ પોલીસે ત્રણ બિહાર કોન્ટ્રાક્ટ કિલર સહિત ચાર લોકોની ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, આ હત્યા પાછળ 25 વર્ષ પહેલાનો એક કેસ કારણભૂત છે.
કચ્છમાં થઇ હતી તપાસ
નવી મુંબઈમાં બિલ્ડર સવજી મંજેરી-પટેલની હત્યાના કેસની તપાસ કરતી પોલીસે કચ્છમાં તેમના અગાઉના વ્યવહારોની વધુ માહિતી મેળવી છે. મૃતક બિલ્ડરે તેમના બનાવટી આઇડેન્ટી કાર્ડ બનાવીને વર્ષ ૨૦૨૦માં પ્રોપર્ટી વેચી નાખવા બદલ ત્રણ જણ સામે કેસ દાખલ કર્યો હતો.
1998ના કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા
બિલ્ડર સવજી મંજેરી-પટેલ સામે 1998માં ગુજરાતમાં હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો. ત્યારે ટ્રાયલ દરમિયાન તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. બિઝનેસમેન બચુભાઈ પટણીની હત્યાનો આ મામલો હતો.
આ અંગે પોલીસ કમિશનર મિલિન્દ ભ્રામ્બેએ પત્રકારોને જણાવ્યું કે, સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે બાઈકસવાર હત્યારાઓને ઝડપી પાડ્યાં હતા. જે બાદ તેમની કડક પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં રાજકોટમાં રહેતા મહેક જયરામ નોરિયાની સંડોવણી બહાર આવી હતી. જે બાદ તેને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો.
25 લાખમાં આપી હતી સોપારી
પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, સવજી ગોકર મંજેરીની હત્યા માટે ત્રણ બિહારી યુવકોને 25 લાખની સોપારી આપવામાં આી હતી. મુંબઈ પોલીસે મહેક નોરીયા ઉપરાંત ત્રણે બિહારી યુવક કૌશલ વિજેન્દર યાદવ, સોનુ વિજેન્દર યાદવ અને ગૌરવ વિકાસ યાદવની ધરપકડ કરી લીધી છે.
તેમણે વધુમાં જણાવ્યુ કે, 1998માં સવજી મંજેરીના વતન સાંય ગામમાં બચુભાઈ ધનાભાઈ નામના શખ્સની હત્યા થઇ હતી. આ હત્યા કેસમાં સવજીભાઈ સહઆરોપી હતા. બિલ્ડર સવજી મંજેરી સામે 1998માં ગુજરાતમાં હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો. ત્યારે ટ્રાયલ દરમિયાન તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. આ બિઝનેસમેન બચુભાઈ પટણીની હત્યાનો આ મામલો હતો. કોર્ટે નિર્દોષ જાહેર કર્યા પરંતુ મૃતકનાં પરિવારમાં તેમના પ્રત્યે વેર હતુ. આ ઘટના બાદ નવેમ્બર 2022માં મૃતકના સંબંધી જોડે સવજીભાઈએ મારકૂટ કરેલી જેથી તે કડવાશ વધુ ઘેરી બની હતી. આ બાબતની અદાવતમાં સવજીભાઈની હત્યા માટે સોપારી અપાઈ હતી. ગત 15મી માર્ચે નવી મુંબઈના નેરુલમાં ધોળા દિવસે પલ્સર બાઈક પર આવેલાં બે શૂટર કારમાં બેઠેલાં સવજીભાઈ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરીને ફરાર થઇ ગયા હતા.