Home /News /kutchh /ચૂંટણી પહેલા રાજકીય દુશ્મનો એક? કચ્છનાં ભાજપ-કોંગ્રેસનાં નેતાઓ સાથે પાર્ટી કરતા હોવાની તસવીર વાયરલ

ચૂંટણી પહેલા રાજકીય દુશ્મનો એક? કચ્છનાં ભાજપ-કોંગ્રેસનાં નેતાઓ સાથે પાર્ટી કરતા હોવાની તસવીર વાયરલ

આ તસવીર ઘણી જ વાયરલ થઇ રહી છે.

કચ્છના રાપર વિધાનસભા મતવિસ્તારના નેતાઓનો એક ફોટો વાયરલ થતાં ખળભળાટ મચાવ્યો છે. આ વાયરલ તસવીરમાં એક રૂમમાં ટેબલ પર દારૂની બોટલ અને નાસ્તો દેખાઇ રહ્યો છે.

  કચ્છ: ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર થઇ ગઇ છે. ત્યારે રાજકીય પક્ષો એકબીજા પર આક્ષેપ કરતા હોવાની વાત સમાન્ય છે. ગુજરાતના હાલ ગરમ રાજકારણમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ સાથે દારૂની મહેફિલ સજાવીને બેઠા હોય તેવી એક તસવીર સામે આવતા ચર્ચાએ જોર પકડ્યુ છે. જોકે, આ અંગે ન્યૂઝ18 ગુજરાતી આ તસવીરની પુષ્ટી કરતા નથી. રાપર ધારાસભ્યના પતિ અને ભાજપનાં નેતાઓ આ તસવીરમાં જોવા મળે છે.

  કચ્છના રાપર વિધાનસભા મતવિસ્તારના નેતાઓનો એક ફોટો વાયરલ થતાં ખળભળાટ મચાવ્યો છે. આ વાયરલ તસવીરમાં એક રૂમમાં ટેબલ પર દારૂની બોટલ અને નાસ્તો દેખાઇ રહ્યો છે. આ સાથે રાપરના ધારાસભ્ય સંતોકબેનના પતિ અને કોંગ્રેસના અગ્રણી બચુ અરેઠયા, રાપર નગરપાલિકાનાં પ્રમુખના પતિ વાલજી વાવિયા, જમીન વિકાસ બેન્કના રાજુ ચૌધરી, મુકેશ ચૌધરી દેખાઇ રહ્યા છે.

  આ પણ વાંચો: ડોદરાનો યુવાન ત્રણ મહિનાથી સાઉથ આફ્રિકામાં ફસાયો

  ધારાસભ્યના પતિની સ્પષ્ટતા


  આ ફોટા વાયરલ થતા રાપર ધારાસભ્યના પતિ અને કોંગ્રેસનાં અગ્રણી બચુ આરેઠિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ તસવીર પહેલાની છે. આ ફોટો મુંબઇનો છે અને પહેલાનો છે.  મુંબઇમાં દારૂબંધી નથી જેથી હાજર માણસોમાંથી કોઇએ દારૂ મંગાવ્યો હોય તે સ્વાભાવિક છે. ચૂંટણી પહેલા આ ફોટો કોઇ રાજકીય વ્યક્તિએ વાયરલ કર્યો હોય શકે છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Kutch, Photo viral, કચ્છ, ગુજરાત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन