Home /News /kutchh /Kutch: આ ગામમાં નવરાત્રીમાં ગરબા નહીં રામલીલાની છે પરંપરા, જુઓ ખાસ વીડિયો

Kutch: આ ગામમાં નવરાત્રીમાં ગરબા નહીં રામલીલાની છે પરંપરા, જુઓ ખાસ વીડિયો

ગામના

ગામના પુરુષો અલગ અલગ પાત્રો ભજવી રામલીલા કરે છે

નખત્રાણા તાલુકાનું બિબર ગામ નવરાત્રીમાં નવ દિવસ ગરબાને બદલે રામલીલા ભજવી રામાયણનો પાઠ કરે છે જેમાં સમગ્ર ગામ જોડાય છે

  Dhairya Gajara, Kutch: નવરાત્રી આવે એટલે ગુજરાતના દરેક શહેર અને ગામડે ગામડે રાસ ગરબાનું આયોજન કરી માતાજીની આરાધના કરવામાં આવે છે. પરંતુ કચ્છનો આ ગામ એવો છે કે જ્યાં આ નવ દિવસમાં ગરબાનો કોઈ આયોજન નથી થતો પરંતુ સમગ્ર ગામ સાથે મળીને રામલીલાનું આયોજન કરે છે. બિબ્બર ગામના પુરુષો જાતે જ રામાયણના પાત્રો ભજવી નવરાત્રીમાં ભગવાન રામની ભકિત કરે છે.


  કચ્છના નખત્રાણા તાલુકાના નિરોણા પાસે આવેલું બિબર ગામ છેલ્લા ૭૪ વર્ષથી હર અશ્વિની નવરાત્રીમાં રામલીલા ભજવી નવરાત્રીની ઉજવણી કરે છે. જે તે સમયે બહારગામથી ભવાઈ ભજવા આવતી ટીમ પાસેથી રામલીલા કરવાની પ્રેરણા લઈ આ ગામના લોકોએ જાતે જ રામલીલા ભજવવાનું શરૂ કર્યું હતું.


  ગ્રામજનોનું માનવું છે કે રામાયણ અને નવરાત્રી બન્ને એકબીજા સાથે સંકળાયેલા છે. ગામના એક અગ્રણી જણાવ્યા મુજબ અશોક વાટિકામાં સીતાએ નવરાત્રિના નવ દિવસ રામ માટે ઉપવાસ કર્યા હતા. તો દસમે દિવસે ભગવાન રામે રાવણનું વધ કરતા દશેરા તરીકે ઉજવવામાં આવે છે અને તેના ૨૦ દિવસ બાદ રામ અને સીતા ઘરે પરત ફરતા દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. આ માટે ગ્રામજનો માને છે કે નવરાત્રીની ઉજવણી માં સીતાએ શરૂ કરી હતી.


  બિબર ગામમાં નવરાત્રીની રામલીલા માટે શ્રાવણ મહિનાથી જ તૈયારીઓનું આરંભ કરવામાં આવે છે. અમાવસના દિવસે આખું ગામ સાથે ભોજન લઇ રામલીલા માટે જરૂરી ચર્ચા વિચારણા કર્યા બાદ પાત્રો નક્કી કરે છે. રામાયણ ભજવવા ગામના લોકો પોતાનું પાત્ર નક્કી થયા બાદ સતત એક મહિનો રિહર્સલ કરે છે. મોટાભાગના પાત્રો એક વખત નક્કી થયા બાદ 10 થી 15 વર્ષ એક જ વ્યક્તિ ભજવે છે. પોતાના પાત્ર મુજબ મહિનાઓ પહેલેથી તે મુજબ વાળ દાઢી વધારવાનું શરૂ કરે છે. તેમાં પણ વળી કોઈ વ્યક્તિ સમગ્ર રામાયણમાં એક પાત્ર ભજવે તો કોઈ એક સાથે ચાર ચાર પાત્રો પણ ભજવે છે.


  આ રામલીલામાં અભિનય માત્ર ગામના પુરુષો જ કરે છે અને ગામની મહિલાઓ રામલીલા નિહાળવા દર્શક બને છે. નવરાત્રી સમયે ગામના પુરુષો બેકસ્ટેજ પર પોતાના પાત્રને ધારણ કરવા હોંશે હોંશે મહિલાઓના વસ્ત્ર પહેલી તે મુજબનું મેકઅપ કરી સ્ટેજ પર ઉત્કૃષ્ટ અભિનય આપે છે. તો જે પુરુષો અભિનય નથી કરતા તેઓ રામલીલાની વ્યવસ્થા સંભાળે છે. આ રીતે દાયકાઓથી આ સમગ્ર ગામ રામલીલા દ્વારા માતાજીની આરાધના કરે છે.
  First published:

  Tags: Kutch

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन