Home /News /kutchh /કચ્છ: 17 વર્ષના પ્રેમીએ 13 વર્ષની પ્રેમિકાને ઈન્જેક્શન આપી આચર્યું દુષ્કર્મ

કચ્છ: 17 વર્ષના પ્રેમીએ 13 વર્ષની પ્રેમિકાને ઈન્જેક્શન આપી આચર્યું દુષ્કર્મ

પ્રતીકાત્મક તસવીર

    કચ્છના અંજારના નાની નાગલપર ગામમાં સગીરાને ઇન્જેક્શન આપી આચર્યું દુષ્કર્મ, પીડિતા તેના પ્રેમીને મળવા પોતાની મિત્રના ઘરે ગઇ હતી. જ્યાં આરોપી સગીરે પીડિતાને એનેસ્થેસ્ટીક ઈન્જેક્શન આપી દુષ્કર્મ આચર્યું. પિડીતાનો પ્રેમી મેડીકલ શોપમાં કામ કરે છે.

    અંજારમાં સગીરા પર આચરવામાં આવેલ દુષ્કર્મ ધટના ચકચાર મચી જવા પામી છે. અંજાર તાલુકાના નાગલપર ગામની ૧૩ વર્ષની સગીરાને ૧૭ વર્ષીય કિશોરે ઈન્જેકશન આપી દુષ્કર્મ આચરવાની ધટના સામે આવી છે. આ કિસ્સામાં જેના ઘરે સગીરા પર બળાત્કાર ગુજારાયો તે આરોપી કિશોરી પણ 15 વર્ષની છે. આરોપી સગીરા અને પીડિતા બંને એક જ શાળામાં અભ્યાસ કરે છે. પીડિતાનો બૉયફ્રેન્ડ પણ 17 વર્ષની ઉમરનો છે અને ચિત્રકૂટ સર્કલ પાસે એક મેડિકલ શોપમાં કામ કરે છે. પીડિતા સાથે તેની દોસ્તી સહપાઠી કિશોરીએ જ કરાવી આપી હતી. બનાવના દિવસે પીડિતા સ્કુલે જવાના નામે ઘરેથી નીકળીને સહપાઠી કિશોરીના ઘેર આવી હતી. આરોપી કિશોરીના પિતા વિદેશમાં કામ કરે છે અને માતા ઘરકામ કરે છે. ઘરે કોઈ હાજર ના હોઈ કિશોરીએ પીડિતાના બૉય ફ્રેન્ડને મળવા ઘરે બોલાવ્યો હતો.

    આ ઘટનામાં ઇન્જેક્શનનો ઓવર ડોઝ આપવાથી તરુણીનું અડધું અંગ ખોટું પડી ગયું હતું. પીડિતાને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપી હતી. ભોગ બનનાર તરૂણીની આપવીતીના આધારે બન્ને મિત્રો સગીર વયના હોઈ આરોપી કિશોર અને તેની સહેલીને બાળ સુધાર ગૃહમાં મોકલી આપવામાં આવેલ છે. હાલ પોલીસે પીડિતા અને આરોપી કિશોર કેટલા સમયથી સંપર્ક હતા. અગાઉ કેટલીવાર મળ્યા હતા. કેવી રીતે બંને સંપર્ક આવ્યા તમામ સવાલ જવાબ હાલ પોલીસ શોધી રહી છે. અંજારમાં ૧૩ વર્ષની સગીરા પર ઇન્જેક્શન આપી આચરવામાં આવેલ દુષ્કર્મની ધટના અનેક સવાલો ઉભા કર્યા છે. આ ધટના વાલી તેમજ સમાજ માટે લાલબતી સમાન છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Given, Injection, Kutch

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन