Home /News /kutchh /

Kutch: ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર, જાણો કેટલા વિદ્યાર્થીઓને મળ્યો A1 ગ્રેડ

Kutch: ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર, જાણો કેટલા વિદ્યાર્થીઓને મળ્યો A1 ગ્રેડ

ગત વર્ષે શૂન્ય સામે આ વર્ષે બે વિદ્યાર્થીઓને A1

શૈક્ષણિક વર્ષ 2021-22 માટે ગુજરાત બોર્ડના ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં કચ્છનું પરિણામ 74.48 ટકા રહ્યું હતું જે રાજ્યના સરેરાશ 72.02 કરતા થોડું ઊંચું રહ્યું હતું.

    Kutch: ગત માર્ચ એપ્રિલ મહિનામાં લેવાયેલી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના (GSHSEB) ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ (Gujarat 12 Science Result) આજે જાહેર કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યની તુલનાએ કચ્છ જિલ્લાનું (Kutch 12 Science Result) પરિણામ થોડું ઉપર રહ્યું હતું. 74.48 ટકા પરિણામ સાથે જિલ્લામાં બે વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે જ્યારે કે 40 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે.

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2021-22માં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન યોજાયેલ હતી. સમગ્ર રાજ્યમાં 140 સેન્ટર ખાતે નોંધાયેલ 1,07,663 વિદ્યાર્થીઓ પૈકી 1,06,347 વિદ્યાર્થીઓએ હાજર રહી પોતાનું ભવિષ્ય ઘડવા આ મહત્વની પરીક્ષા આપી હતી. તો નિયમિત 95,715 વિદ્યાર્થીઓમાંથી 68,681 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતા. જે મુજબ સમગ્ર રાજ્યનું પરિણામ 72.02 ટકા રહ્યું હતું.

    કચ્છ જિલ્લાની વાત કરીએ તો કુલ નોંધાયેલ 1216 વિદ્યાર્થીઓમાંથી 1211 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. તો આ 1211 વિદ્યાર્થીઓ પૈકી 902 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા જે મુજબ જિલ્લાનું પરિણામ 74.48 ટકા થયું હતું, જે રાજ્યના સરેરાશ ટકાવારી કરતા થોડું ઉપર છે.



    તો કચ્છના આ 902 ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ પૈકી ફક્ત બે જ વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યું હતું, જ્યારે કે A2 ગ્રેડ મેળવનારા 40 વિદ્યાર્થીઓ હતા. તે ઉપરાંત 125 વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ હાસલ કર્યો હતો, 207 વિદ્યાર્થીઓએ B2, 235 વિદ્યાર્થીઓ C1માં, C2માં 236 વિદ્યાર્થીઓ તો D ગ્રેડ મેળવનારા 57 વિદ્યાર્થીઓ છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કચ્છના એક પણ વિદ્યાર્થીને A1 ગ્રેડ મળ્યું ન હતું જ્યારે કે આ વર્ષે બે વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે.

    આ પણ વાંચો: HSC Result 2022: 12 વિજ્ઞાન પ્રવાહનું રાજકોટ જિલ્લામાં સૌથી વધુ 85.78% પરિણામ, જાણો સંપૂર્ણ વિગતો

    જો કેન્દ્ર મુજબ પરિણામ જોઈએ તો ભુજ કેન્દ્ર ખાતે 581 વિદ્યાર્થીઓમાંથી 412 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા પરિણામ 70.91 ટકા થયું હતું, જે કચ્છના સર્વે કેન્દ્રોમાંથી સૌથી નીચું રહ્યું છે. ગાંધીધામમાં 415માંથી 316 વિદ્યાર્થીઓ પાસ થતાં 76.14 ટકા પરિણામ થયું હતું, અંજારમાં 78 વિદ્યાર્થીઓમાંથી 58 પાસ થતાં 74.36 જ્યારે કે માંડવી કેન્દ્રમાં 137માંથી 116 વિદ્યાર્થીઓ પાસ થતાં 84.67 ટકા પરિણામ સાથે જિલ્લામાં સૌથી ઊંચું રહ્યું હતું.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: GSEB, GSEB Results 2022, Gujarat Education, Kutch City, Students, કચ્છ

    આગામી સમાચાર