Home /News /kutchh /Kutch: આ જૈન દંપતીની અનોખી સિદ્ધિ, એવી ડિગ્રી મેળવી કે વિશ્વમાં કોઇપણ દરિયામાં 30 મીટર અંદર ઉતરી શકશે!

Kutch: આ જૈન દંપતીની અનોખી સિદ્ધિ, એવી ડિગ્રી મેળવી કે વિશ્વમાં કોઇપણ દરિયામાં 30 મીટર અંદર ઉતરી શકશે!

X
ગોવાથી

ગોવાથી એડવાન્સ સ્કુબા ડાઇવિંગનો કોર્સ કર્યો

મરીન જીવસૃષ્ટિ વિશે લાંબા સમયથી સંશોધન કરતા માંડવીના જૈન દંપતી હવે વિશ્વના કોઈ પણ ખૂણે દરિયામાં 30 મીટર સુધી ઊંડાણમાં ઉતારવા પ્રમાણિત થયા

    Dhairya Gajara, Kutch: જૈન સમુદાય જીવદયા પ્રેમી સમાજ તરીકે ઓળખાય છે અને ધરતી પરના બધા જ જીવો માટે તેમની સહાનુભૂતિ જગજાહેર છે. એવામાં હાલ જૈન સમાજના એક દંપતીએ દરિયાઈ જીવસૃષ્ટિના જતન માટે એડવાન્સ ઓપન વોટર સ્કુબા ડાઇવિંગનો કોર્સ પૂરો કર્યો છે. આ કોર્સ થકી હવે આ દંપતી વિશ્વના કોઈ પણ ખૂણે દરિયામાં 30 મીટર સુધી અંદર જવા પ્રમાણિત થયા છે.

    કચ્છના માંડવીમાં રહેતા યશેશ શાહ અને નીકી શાહ દરિયાઈ જીવશાસ્ત્રી તરીકે સ્નાતક છે અને છેલ્લા લાંબા સમયથી દરિયાઈ જીવસૃષ્ટિને પ્લાસ્ટિકના કારણે થઈ રહેલા નુકશાન મુદ્દે લોક જાગૃતિ માટે કાર્યરત છે. યશેશ શાહે જણાવ્યું હતું કે લોકો જમીન પર રહેતા જીવોને બચાવવા પ્રત્યે જેટલા જાગૃત છે તેટલા પાણીના જીવોને બચાવવા વિષે અજાણ છે, જ્યારે કે જમીન પરની જીવસૃષ્ટિ દરિયાના કારણે જ અસ્તિત્વમાં છે.



    છેલ્લા લાંબા સમયથી માંડવીમાં રહી દરિયાઈ જીવસૃષ્ટિ વિશે સંશોધન કરતા આ દંપતીએ અગાઉ ઈન્ડોનેશિયાના બાલીથી 18 મીટર ઓપન વોટર સ્કુબા ડાઇવિંગનો કોર્સ કર્યો હતો. તો હવે દરિયામાં વધુ ઊંડાણમાં ઉતરી ડીપ સીમાં સંશોધન કરવા ગોવા ખાતેની બારાકૂડા ડાઈવિંગ સેંટરના એક્સપર્ટ વેંકેટેશ ચાર્લો પાસેથી 30 મીટરનો કોર્સ પૂર્ણ કર્યો હતો અને એડવાન્સ ઓપન વોટર સ્કુબા ડાઇવર્સ તરીકેનું પ્રમાણપત્ર મેળવ્યું હતું.

    પાડી (PADI) અને એસ.એસ.આઈ. જેવી સંસ્થા દ્વારા અપાતા આ આંતરરાષ્ટ્રીય સર્ટિફિકેટ માટે 18 મીટર ઓપન વોટર, 30 મીટર એડવાન્સ ઓપન વોટર, રેસક્યુ ડાઇવર અને ડાઇવ માસ્ટરની પગલાવાર ટ્રેનીંગ લઈ 100 જેટલી ડાઇવ રજીસ્ટર કરવી પડે છે. આ પ્રકારની જટિલ ટ્રેનિંગ મેળવ્યા બાદ જ કોઈ વ્યક્તિ દરિયામાં 30 મીટર સુધી અંદર ઉતરવા સક્ષમ બને છે જેમાં સાથે 45 મિનિટ ચાલે તેટલા ઑક્સિજનનું ટેન્ક સાથે રાખી શકે છે.

    આ પણ વાંચો,...ફક્ત 20 હજારથી શરુ કરો આ બિઝનેસ, લાખોની કમાણી સાથે ક્યારેય મંદી નહીં આવે

    આ દંપતીનું સ્કૂબા ડાઈવિંગમાં કારકિર્દી બનાવવાનો મુખ્ય ઉદેશ્ય સમુદ્રની અજાયબીઓને લોકો સુધી પહોંચાડી તેને થતાં વિનાશને અટકાવવાનું છે. દંપતીએ આશા દાખવી હતી કે તેમની સિદ્ધિ જૈન સમુદાય તેમજ અન્ય સમુદાયના લોકોમાં સ્કુબા ડાઇવિંગની કારકિર્દી પ્રત્યે સકારાત્મ્ક્તા લાવશે, વિધ્યાર્થીઓને નવી કારકિર્દીની દિશા પ્રદાન કરશે તેમજ સામાન્ય લોકોને પણ સમુદ્રની અજાયબીઓનું અન્વેષણ કરવા પ્રેરણા આપશે.

    યશેશ શાહે કહ્યું હતું કે, દરિયામાં રહેલા સૂક્ષ્મ જીવો “ફાયટોપ્લેંકટોન” પૃથ્વી પરનું 50 ટકાથી પણ વધુ ઑક્સીજન પૂરું પાડે છે તેમજ તે પૃથ્વી પરની આહારશ્રુંખલાની ખૂબ જ સૂક્ષ્મ કડીને જોડેલી રાખી દરિયાની અંદરની અદભૂત રંગબેરંગી દુનિયાનું સર્જન કરે છે. આપણે લઈ રહેલા 10 શ્વાસ માથી 7 શ્વાસ માટે દરિયો જ જવાબદાર છે. પરંતુ આજના આ પ્લાસ્ટિક યુગમાં આપણો 70 ટકાથી પણ વધારે કચરો દરિયામાં જ ઠલવાઈ રહ્યો છે અને તેના લીધે દુનિયાભરમાં દર વર્ષે લાખોની સંખ્યામાં દરિયાઈ જીવો મૃત્યુ પામી રહ્યા છે.

    નીકી શાહે કહ્યું હતું કે, દરિયાઈ જીવનના સંરક્ષણ માટે સ્કુબા ડાઈવિંગ મહત્વપૂર્ણ છે કારણ કે આપણે દરિયાઈ જીવસૃષ્ટિની સુંદરતા અને જટિલતાનું અવલોકન અને અભ્યાસ કરી શકીએ છીએ, વિવિધ પ્રજાતિઓ એકબીજા અને તેમના પર્યાવરણ સાથે કેવી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરે છે તે સમજી શકીએ છીએ અને તેમના અસ્તિત્વ માટે સંભવિત જોખમોને ઓળખી શકીએ છીએ. આપણા મહાસાગરોની સંભાળ લેવી એ હવેના સમયમાં દરેક વ્યક્તિ માટે અનિવાર્ય બની જશે, કેમ કે તેવું કરી ને જ આપણે આપણી અને ભવિષ્યની પેઢીઓ માટે પ્રદૂષણ મુક્ત પૃથ્વીનું નિર્માણ કરી શકીશું.
    First published:

    Tags: Jain, Kutch, Local 18

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો