Home /News /kutchh /

Kutch: કચ્છમાં 25 વર્ષોથી પ્રમોશન ન મળતા હવામાન વિભાગના કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર

Kutch: કચ્છમાં 25 વર્ષોથી પ્રમોશન ન મળતા હવામાન વિભાગના કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર

મંગળવારે

મંગળવારે ભુજ બાદ બુધવારે ઔરંગાબાદ કેન્દ્ર ખાતે હડતાળ

છેલ્લા 25 વર્ષથી પ્રમોશન ન મળ્યા હોવાના કારણે હવામાન વિભાગના કર્મચારીઓ ભૂખ હડતાળ પર ઉતરી રહ્યા છે ત્યારે દરેક કેન્દ્રના કર્મચારીઓ 24 કલાક હડતાળ પાડી રહ્યા છે.

    Kutch: ભારત સરકારના (Government of India) હવામાન વિજ્ઞાન વિભાગના (Meteorological Department) કર્મચારીઓ હાલ સમગ્ર દેશમાં ભૂખ હડતાળ પાડી રહ્યા છે. કર્મચારીઓ મુજબ છેલ્લા 25 વર્ષોથી તેમને પ્રમોશન મળ્યું ન હોવાના કારણે અનેક રજૂઆતો બાદ તેમને આખરે રાષ્ટ્રીયસ્તરે ભૂખ હડતાળ (Meteorological Department Promotion) પર ઉતરવું પડે છે. દેશભરમાં ચાલી રહેલા આ રીલે ભૂખ હડતાળમાં (Relay Hunger Strike) મંગળવારે કચ્છની ભુજ હવામાન કચેરીના (Bhuj Meteorological Department) કર્મચારીઓ હડતાળમાં જોડાયા હતા. 24 કલાક ભૂખ હડતાળ રાખ્યા બાદ ઔરંગાબાદ હવામાન વિભાગના (Aurangabad Meteorological Department) કર્મચારીઓ હડતાળ પાડશે.

    કેન્દ્રીય હવામાન વિભાગ અંતર્ગત દેશના અનેક વિસ્તારોમાં હવામાનકેન્દ્ર કાર્યરત છે. આ કેન્દ્રો ખાતે વર્ગ A અધિકારીઓ ઉપરાંત B અને C વર્ગના કર્મચારીઓ વિભાગના આધારસ્તંભ તરીકે ફરજ બજાવતા હોય છે. પણ દેશભરના વિવિધ કેન્દ્રો ખાતે ફરજ બજાવતા આ કર્મચારીઓને છેલ્લા 25 વર્ષથી પ્રમોશન મળ્યું નથી અને તે કારણે જ અનેક રજૂઆતો બાદ પણ છેવટે હવામાન વિભાગના કર્મચારીઓ સંગઠનોના આદેશ બાદ કર્મચારીઓ ભૂખ હડતાળ પર બેસવા મજબૂર બન્યા છે.

    છેલ્લા થોડા સમયથી દેશભરના હવામાન કર્મચારીઓ દ્વારા રીલે હંગર સ્ટ્રાઇકની શરૂઆત થઈ છે જે અંતર્ગત દરેક કેન્દ્રના કર્મચારીઓ 24 કલાક માટે ભૂખ હડતાળ પર બેસે છે. અને ત્યાર બાદ બીજા કેન્દ્રના કર્મચારીઓ તેમાં જોડાય છે. મહત્વની વાત એ છે કે આ વચ્ચે લોકો પોતાના દૈનિક કામમાં અવરોધ પડવા દેતા નથી અને પોતાની શિફ્ટ સિવાયના સમયે વિરોધમાં જોડાય છે. આ રીતે સોમવારે ગોરખપુરના કર્મચારીઓ બાદ મંગળવારે ભુજ શહેરના કર્મચારીઓ ભૂખ હડતાળમાં જોડાયા હતા તો આવતીકાલે બુધવારે ઔરંગાબાદ કેન્દ્રના કર્મચારીઓ આ વિરોધમાં જોડાશે.

    આ પણ વાંચો:એક હજાર યુવાનો પરશુરામ જયંતીની શોભાયાત્રામાં જોડાશે, કેદારનાથની માટીથી બનેલું શિવલિંગ બનશે આકર્ષણનું કેન્દ્ર

    કર્મચારીઓના આક્ષેપ છે કે વર્ગ Aના અધિકારીઓ દર ચારથી પાંચ વર્ષે પોતાનું પ્રમોશન મેળવી લે છે પણ કર્મચારીઓના પેન્શન છેલ્લા 25 વર્ષોથી અટકેલા છે જે કારણે તેમના પગાર ધોરણમાં વધારો થઈ રહ્યો નથી. અને વધતી મોંઘવારી વચ્ચે એક જ પગાર પર કામ કરવું મુશ્કેલ બની રહે છે. તો સાથે જ કર્મચારીઓએ જણાવ્યું હતું કે અનેક કર્મચારીઓએ પોતાનું સમગ્ર જીવન એક જ પોસ્ટ પર ફરજ બજાવી નિવૃત્તિ પામી છે, ત્યારે હાલના કર્મચારીઓને પ્રમોશન માટે ન છૂટકે ભૂખ હડતાળ પર બેસવું પડે છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch City, કચ્છ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन