Home /News /kutchh /Kutch: અબડાસા નજીકના દરિયાકાંઠે એકસાથે સાત હમ્પબેક ડોલ્ફિન માછલી દેખાઈ

Kutch: અબડાસા નજીકના દરિયાકાંઠે એકસાથે સાત હમ્પબેક ડોલ્ફિન માછલી દેખાઈ

X
સાત

સાત હમ્પબેક ડોલ્ફિન પાણીમાં ઉછળતી દેખાઈ

કચ્છમાં ભાગ્યે જ ડોલ્ફિન જોવા મળતી હોય છે ત્યારે આ માર્ચ મહિનામાં કચ્છના વિવિધ વિસ્તાર પાસે દરિયામાં બે વખત ડોલ્ફિન દેખાતા સોશ્યલ મીડિયા પર તેની વિડિયો વાયરલ થઈ રહી છે

Dhairya Gajara, Kutch: માર્ચ મહિનાની શરૂઆતમાં જ કચ્છના મુંદ્રા પોર્ટ નજીક ડોલ્ફિન માછલીનું એક ટોળું દેખાય હતું જે બાદ હાલ ફરી એકવખત કચ્છના દરિયાકાંઠે ડોલ્ફિનનું ટોળું જોવા મળ્યું હતું. આ વખતે કચ્છના અબડાસા નજીક એકસાથે સાત હમ્પબેક ડોલ્ફિન દેખાઈ હતી જેની વિડિયો હાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કચ્છના વિશાળ દરિયાકિનારે ભાગ્યે જ ડોલ્ફિન માછલી જોવા મળતી હોય છે ત્યારે મહિનામાં બે વખત આ માછલીએ દેખા દેતા સોશ્યલ મીડિયા પર આ બાબત ધૂમ મચાવી રહી છે.

માર્ચ 3ના મુન્દ્રા પોર્ટના ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલની તદ્દન નજીક ડોલ્ફિનનું એક ટોળું દેખાયું હતું. સ્થળ પર હાજર લોકોએ આ ઘટનાના સાક્ષી બનવા સાથે તેનો વીડિયો લેતા સોશ્યલ મીડિયા પર તે વાયરલ થયો હતો. હાલ થોડા દિવસો અગાઉ ફરી એકવખત કચ્છના અબડાસા નજીકના દરિયાકાંઠે ડોલ્ફિન માછલી દેખાતા લોકોમાં આશ્ચર્ય સર્જાયો છે. આ વખતે દેખાયેલી ડોલ્ફિન માછલીઓનું ટોળું હમ્પબેક ડોલ્ફિન પ્રજાતિની છે જે બાબત લોકોમાં ખાસ આશ્ચર્ય પમાડે છે.

અહીં ક્લિક કરીને વાંચો,...VIDEO: અદભૂત અશ્વનૃત્ય, રૂપિયાના વરસાદ સાથે હાથી પર પોથીયાત્રા, ગ્રામજનો તો જોતા રહી ગયા!

હમ્પબેક પ્રજાતિની ડોલ્ફિનને ઊપરનાં ભાગે ગર્દનથી ખુંધ નીકળેલી હોય છે, જેને અંગ્રેજીમાં હમ્પ કહેવાય છે અને તે કારણે જ તેને હમ્પબેક ડોલ્ફિન તરીકે ઓળખાય છે. દક્ષિણ આફ્રિકાના પૂર્વ છેડેથી ભારત અને ચીન સુધી જોવા મળતી ડોલ્ફિનની આ પ્રજાતિને ઇન્ડિયન ઓશિયન હમ્પબેક ડોલ્ફિન તરીકે પણ ઓળખાય છે. ડોલ્ફિનની આ પ્રજાતિ ટોળામાં રહેવા માટે પ્રખ્યાત છે અને અનેક વખત 20ના ટોળામાં પણ જોવા મળી છે. હાલમાં અબડાસા નજીકના દરિયામાં પણ એક સાથે સાત ડોલ્ફિન જોવા મળી હતી.



ગુજરાત પાસેના દરિયામાં હમ્પબેક અને બોટલ નોઝ ડોલ્ફિન જોવા મળતી હોય છે જેમાંથી બોટલ નોઝ ડોલ્ફિન ખૂબ દુર્લભ છે. કચ્છમાં પણ મોટેભાગે હમ્પબેક ડોલ્ફિન જ દેખાતી હોય છે જ્યારે કે અગાઉ બોટલ નોઝ ડોલ્ફિન નોંધાયેલી છે તેવું મરીન રિસર્ચર યાશેશ શાહે જણાવ્યું હતું. કચ્છના વિવિધ વિસ્તારો નજીકના દરિયામાં વધી રહેલી ડોલ્ફિનની સાઇટિંગ મુદ્દે યશેશ શાહે કહ્યું હતું કે, \"ડોલ્ફિન એ માછલીની એવી પ્રજાતિ છે જેને દરિયામાં ઉછળ કુદ કરતા જોવું સૌને ગમે પરંતુ તેને દૂરથી જ જોઈ તેમને એક સુરક્ષિત વાતાવરણ આપવું ખૂબ જરૂરી છે.\"
First published:

Tags: Kutch, Local 18