Home /News /kutchh /Kutch: કચ્છના દરિયાકિનારાની એકદમ નજીક દેખાઈ ડોલ્ફિન, જુઓ મનમોહક કરતબનો વીડિયો

Kutch: કચ્છના દરિયાકિનારાની એકદમ નજીક દેખાઈ ડોલ્ફિન, જુઓ મનમોહક કરતબનો વીડિયો

X
સ્થળ

સ્થળ પર હાજર યુવકે લીધી ડોલ્ફિનની વિડિયો

લાંબો દરિયાઈ કિનારો હોવા છતાંય કચ્છમાં ભાગ્યે જ ડોલ્ફિન જોવા મળતી હોય છે અને એ પણ કિનારાથી ખૂબ દૂર ત્યારે હાલમાં જ કચ્છના મુંદ્રા ખાતેના અદાણી પોર્ટ પાસે કન્ટેનર ટર્મિનલથી એકદમ નજીક ડોલ્ફિનના એક ટોળાએ દરિયામાં પોતાના કરતબ દેખાડ્યા હતા

વધુ જુઓ ...
    Dhairya Gajara, Kutch: પોતાની ભૌગોલિક વૈવિધ્યતાના કારણે કચ્છમાં વન્યજીવ અને જળચર જીવોની પણ વિવિધ પ્રજાતિઓ જોવા મળતી હોય છે. વન્યજીવો તો સામાન્યપણે લોકોને દેખા દેતા હોય છે પરંતુ આ લાંબા સમુદ્ર તટ પર ભાગ્યે જ જળચર પ્રાણીઓ જોવા મળતા હોય છે. તેવામાં હાલમાં જ કચ્છના દરિયાકિનારે ડોલ્ફિનનું એક ટોળું જોવા મળતા તેને નજરે જોનારા લોકોમાં આશ્ચર્ય સર્જાયો હતો અને એક દુર્લભ નજારાને સાક્ષી થવાનો સૌભાગ્ય તેમને મળ્યો હતો.

    ભારતનો સૌથી લાંબો દરિયાઈ કિનારો ધરાવતા ગુજરાતમાં વિશાળ જિલ્લા કચ્છનો દરિયા કિનારો પણ ખૂબ લાંબો છે. કચ્છ પાસેના આ દરિયામાં અનેક વખત દુર્લભ જળચર જીવો પણ દેખાતા હોય છે. તેવામાં હાલ અહીં સૌ કોઈની પ્રિય એવી ડોલ્ફિન માછલી દેખાતા તેને નજરે જોનારા લોકોમાં કુતુહલ સર્જાયો હતો. કચ્છના મુન્દ્રા મધ્યે આવેલા અદાણી પોર્ટના ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ જેને સિટી થ્રી કન્ટેનર ટર્મિનલ પણ કહેવામાં આવે છે તેનાથી ખૂબ નજીક દરિયામાં ડોલ્ફિનનું ટોળું જોવા મળ્યું હતું.



    ગાંધીધામમાં અંડરવોટર ડાઇવિંગ સર્વિસ કંપની ચલાવતા યશ પંચોલી અદાણી પોર્ટના કન્ટેનર ટર્મિનલ થ્રી પાસેના દરિયામાં હતા ત્યારે તેમને સાંજના સમયે ડોલ્ફિનનું એક ટોળું દેખાયું હતું. સામાન્યપણે કિનારાથી દૂર આઉટર સીમાં જોવા મળતી આ માછલી પોર્ટ નજીક જોવા મળી હતી. યશભાઈએ જણાવ્યું હતું કે તેઓ પોતાના વ્યવસાય અર્થે અનેક વખત મુન્દ્રા પોર્ટ પર જતા હોય છે અને જેટી પરથી દૂર દરિયામાં ક્યારેક આ ડોલ્ફિન જોવા મળતી હોય છે પરંતુ આ વખતે પોર્ટથી ખૂબ નજીક આ માછલી જોવા મળી હતી.

    કચ્છમાં સામાન્યપણે ડોલ્ફિન માછલી જોવા મળતી નથી. આ મુદ્દે કચ્છના મરીન રિસર્ચર યશેશ શાહે જણાવ્યું હતું કે ઓખામાં ડોલ્ફિન જોવા લોકો ખાસ જતા હોય છે પરંતુ કચ્છમાં ભાગ્યે જ આ ડોલ્ફિન દેખાય છે. મુંદ્રા ઉપરાંત માંડવી પાસે ખૂબ ઓછી વખત આ ડોલ્ફિન લોકોને જોવા મળી છે.
    First published:

    Tags: Kutch, Local 18

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો