Dhairya Gajara, Kutch: કોઈ પણ પ્રકારના સ્વાસ્થ્ય સંબંધિત ગંભીરતા ધરાવતા દર્દી માટે એક એક ક્ષણ જીવન સમાન કિંમતી હોય છે ત્યારે દેશના છેવાડે આવેલા કચ્છ જિલ્લામાંથી દર્દીને સારી સારવાર મેળવવા અવરનાર અમદાવાદ અને રાજકોટ જેવા શહેરો સુધી જવું પડે છે જેમાં ચાર થી છ કલાક લાગી જતા હોય છે. આ ચારથી છ કલાકમાં ગંભીર હાલત ધરાવતા દર્દીઓને જીવ પણ ગુમાવવું પડે છે. આવા જ એક કિસ્સામાં કચ્છના એક ક્રિટીકલ દર્દીને તાત્કાલિક અમદાવાદ લઈ જવાનું થતાં ગુજરાત સરકારની એર એમ્યુલાન્સ સેવા કામે લાગી હતી. કચ્છમાં પ્રથમ વખત કોઈ દર્દીને એરલિફ્ટ કરી સારવાર માટે પહોંચાડવાનો બનાવ નોંધાયો હતો.
આઠ મહિના પહેલા રાજ્યના મુખ્યમંત્રીના જૂના વિમાનને એર એમ્બ્યુલન્સ બનાવી રાજ્યમાં ગંભીર પરિસ્થિતિના દર્દીઓને સારવાર માટે એરલિફ્ટ કરાવવાની સેવા શરૂ કરાઇ હતી. શુક્રવારે કચ્છમાં એક 85 વર્ષીય વૃદ્ધને ભુજની ખાનગી હોસ્પિટલમાંથી એરલિફ્ટ કરી અમદાવાદની એક ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. કચ્છમાં પ્રથમ વખત આ પ્રકારે દર્દીને એર એમ્બ્યુલન્સ વડે લઈ જઈ સારવાર પૂરી કરાયાનો કિસ્સો બન્યો હતો.
મળતી માહિતી મુજબ 85 વર્ષીય શાંતિલાલ ગાલાને હાયપર વોલમીક શોક થયું હતું, જેમાં હૃદય શરીરને પૂરતું લોહી પંપ કરવામાં અશમર્થ બને છે, જેના કારણે તેઓ બેભાન થયા હતા અને તેમને ભુજની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, તેમને વધુ સારવારની જાણ કરાતા તેમના પરિવારે 108નો સંપર્ક કર્યો હતો જે થકી તેમને અમદાવાદ એરલિફ્ટ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
108ના જિલ્લા અધિકારી વિશ્રુત જોશીએ જણાવ્યું હતું કે દર્દીનો બ્લડ પ્રેસર હાઈ થયો હતો તો ઓક્સિજન લેવલ નીચું હતું. તેમને વધુ સારવાર અર્થે 108 વેન્ટિલેટર, મોનીટરીંગ અને ઓક્સિજન સાથે તત્કાલ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની જરૂરિયાત ઉભી થઇ હતી. દર્દી નો જીવ બચાવવા એર એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદ ખસેડવાનું નક્કી થયું હતું. એર એમ્યુલન્સનું સંચાલન કરતી કંપની સાથે નક્કી કરતા જ દર્દીને લેવા માટે અમદાવાદથી એર એમ્બ્યુલન્સ ભુજ એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી અને માત્ર બે કલાકના સમયમાં જ એર એમ્બ્યુલન્સ અમદાવાદ પહોંચી હતી.
108ના અધિકારીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે એક થી દોઢ કલાકમાં જ આ પ્રક્રિયા પૂરી થઈ જાય છે પરંતુ દર્દી ખૂબ ગંભીર હોતાં એરપોર્ટ સુધી લઈ જવામાં જ ખૂબ સમય લાગ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ સેવા મેળવવા માટે પ્લેનનો ફ્યુલ ચાર્જ ઉપરાંત એરપોર્ટ પર પ્લેનના પાર્કિંગ નો કલાક દીઠ ભાડું ચૂકવવું પડે છે જે અંદાજે રૂ. 50 થી 55 હજાર સુધી પહોંચે છે. તો આ સમય દરમિયાન ઇમરજન્સીમાં એર એમ્બ્યુલન્સને પ્રાથમિકતા આપતા અન્ય કોઈ પ્લેનને લેન્ડિંગ અથવા ટેક ઓફ કરવા મળતું નથી.