Home /News /kutchh /કચ્છ: કેન્દ્રીય બજેટનો વિરોધ કરતા પરત ખેંચવાની માંગ, બજેટના પૂતળાનુ દહન પોલીસે રદ્દ કરાવ્યું

કચ્છ: કેન્દ્રીય બજેટનો વિરોધ કરતા પરત ખેંચવાની માંગ, બજેટના પૂતળાનુ દહન પોલીસે રદ્દ કરાવ્યું

X
વિરોધ

વિરોધ પ્રદર્શન

કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા નાણાકીય વર્ષ 2022-23નો (Financial year 2022-23) બજેટ (Union budget) રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે દરેક ક્ષેત્રમાંથી મિશ્ર પ્રતિસાદ મળ્યા હતા.

કચ્છ: ગત મંગળવારે કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા નાણાકીય વર્ષ 2022-23નો (Financial year 2022-23) બજેટ (Union budget) રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે દરેક ક્ષેત્રમાંથી મિશ્ર પ્રતિસાદ મળ્યા હતા. ગુરુવારે કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે હિન્દુસ્તાન નિર્માણ દળ (Hindustan Nirman Dal) અને આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ (Antarashtriya Hindu Parishad) દ્વારા રજૂ કરાયેલ બજેટનો વિરોધ કરવામાં આવ્યો હતો અને માંગ કરાઈ હતી કે બજેટને પરત ખેંચી સુધારા કરવામાં આવે.

1 ફેબ્રુઆરીના કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિથારમણ દ્વારા સંસદમાં વર્ષ 2022-23નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. બજેટને લઈને અનેક ક્ષેત્રના લોકોએ વિવિધ પ્રતિક્રિયાઓ આપી હતી ત્યારે કચ્છ જિલ્લા હિન્દુસ્તાન નિર્માણ દળ દ્વારા આ બજેટનો વિરોધ કરવામાં આવ્યો હતો. સોમવારે આ બજેટના વિરોધમાં હિન્દુસ્તાન નિર્માણ દળ, આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને ઓજસ્વિની મહિલા પરિષદ દ્વારા બજેટના પૂતળાનું દહન કરવાનું આયોજન ગોઠવવામાં આવ્યું હતું પણ ભુજ શહેર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખી આ કાર્યક્રમ રદ્દ કરાવાયું હતું.

આ પણ વાંચો: Surat Crime News: વરલી મટકાના જુગાર ધામ પર દરોડા, 19 શકુની ઝડપાયા

ત્યારે સંગઠનના કાર્યકરો દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે બજેટના વિરોધમાં આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં માંગ કરાઈ હતી કે રજૂ કરાયેલ બજેટને પાછો ખેંચવામાં આવે અને સુધારા કર્યા બાદ ફરીથી રજૂ કરાય. \"2022-23નું બજેટ લોલીપોપ" અને "ભાજપ સરકાર હાય હાય\"ના નારા લગાડી કાર્યકરો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: સવજી ધોળકિયાને તેમના પરિવારે આપ્યું હેલિકોપ્ટર: લોકો ઇમરજન્સીમાં કરી શકશે ઉપયોગ

આ પ્રસંગે હિન્દુસ્તાન નિર્માણ દળના પ્રમુખ કપિલ મહેતાએ કહ્યું હતું કે બજેટ માત્ર હવામાં ફુગ્ગા ફૂલાવવા જેવું છે. \"આ બજેટથી માત્ર ભાજપના નેતાઓ અને ઉદ્યોગપતિઓના ઘર ભરાશે. ગરીબ વર્ગ કે ઉદ્યોગોને આ બજેટથી કોઈ ફાયદો થશે નહીં અને આ બજેટના કારણે માધ્યમ વર્ગની કમર ભંગાઈ જશે. માટે જ નિર્મલા સિથારમણ આ બજેટ પરત ખેંચી સુધારા કર્યા બાદ ફરીથી રજૂ કરે તેવી અમારી માંગ છે,\" તેવું કપિલ મહેતાએ કહ્યું હતું.
First published:

Tags: Kutch, Union budget, કચ્છ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો