વારાણસીમાં આવેલી જ્ઞાન વ્યાપી મસ્જિદનો મુદ્દો ગરમાયો છે ત્યારે સોમવારે સર્વે બાદ મસ્જિદના વજુખાનામાંથી શિવલિંગ નીકળવાની વાત વહેતી થયા બાદ મંગળવારે આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ભુજ ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરાઇ હતી.
Dhairya Gajara, Kutch: વારાણસી Varanasiની જ્ઞાનવ્યાપી મસ્જિદમાંથી (Gyanvyapi Mosque) શિવલિંગ મળવાના દાવા સાથે હિન્દુ સંગઠનોમાં (Hindu Organizations) ખુશી જોવા મળી રહી છે. અયોધ્યા રામ મંદિર (Ayodhya Ram Temple) બાદ કોઈ ધાર્મિક સ્થળ મુદ્દે સૌથી મોટો વિવાદ ઊભો થયો હોય તો તે આ જ્ઞાનવ્યાપી મસ્જિદનામુદ્દે છે. તો સોમવારે મસ્જિદના વજુખાનામાંથી (Gyanvyapi Mosque Vajukhana) શિવલિંગ મળ્યું હોવાની વાતથી હિન્દુ સંગઠનો ઠેર ઠેર ઉજવણી કરી રહ્યા છે. ત્યારે કચ્છના મુખ્યમથક ભુજ ખાતે પણ આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ (Antarashtriya Hindu Parishad) દ્વારા ઉજવણી કરાઈ હતી.
ઉત્તરપ્રદેશના વારાણસીમાં આવેલી જ્ઞાનવ્યાપી મસ્જિદના સ્થાને અગાઉ કાશી વિશ્વનાથ દાદાનું મંદિર હોવાના દાવા સાથે વારાણસી કોર્ટમાં યાચિકા દાખલ કરવામાં આવી હતી. તો કોર્ટ દ્વારા કમિશન રચી મસ્જિદનું સર્વે કરવા ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો હતોજે પૂરો થતાં તેના વજુખાનામાંથી શિવલિંગ મળ્યું હોવાની વાતો વહેતી થઈ હતી અને કોર્ટે વજુખાનાને સીલ કરવાના આદેશ કર્યા હતા.
મસ્જિદમાંથી શિવલિંગ મળતાં અનેક હિન્દુ સંગઠનોમાં ખુશી જોવા મળી છે. ત્યારે આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કચ્છ વિભાગ દ્વારા પણ ભુજ મધ્યે ઉજવણી કરવામાં આવી હતી. ભુજના જ્યુબિલિ સર્કલ પાસે કાર્યકરોએ એકઠા થઈ ફટાકડા ફોડી તેમજ 'કાશી વિશ્વનાથ મહાદેવની જય' અને 'હર હર મહાદેવ'ના નારા સાથે ઉજવણી કરી હતી.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર