Home /News /kutchh /

Kutch: મનોદિવ્યાંગ લોકોને રાખડી બાંધી હિન્દુ-મુસ્લિમ મહિલાઓએ કરી રક્ષાબંધનની ઉજવણી

Kutch: મનોદિવ્યાંગ લોકોને રાખડી બાંધી હિન્દુ-મુસ્લિમ મહિલાઓએ કરી રક્ષાબંધનની ઉજવણી

પરિવારથી

પરિવારથી વિખુટા થયેલા લોકોને પરિવાર સાથે હોવાની અનુભૂતિ થાય છે 

ભુજની ભાગોળે આવેલા રામદેવ સેવાશ્રમ ખાતે રહેતા માનસિક દિવ્યાંગ લોકોને રાખડી બાંધી હિન્દુ મુસ્લિમ મહિલાઓએ તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી

    Dhairya Gajara, Kutch: રક્ષાબંધન (Rakdhabandhan 2022) પર્વ ભાઈ અને બહેનના પવિત્ર અને પ્રેમાળ સંબંધનો એક સુંદર પ્રતીક છે. પોતાની રક્ષા કરતા ભાઈની રક્ષા માટે બહેન તેના હાથ પર રાખડી બાંધી તેની સુરક્ષા માટે પ્રાર્થના કરે છે. ત્યારે ભુજના રામદેવ સેવાશ્રમ (Ramdev Sevashram Bhuj) ખાતે સર્વે ધર્મની બહેનો દ્વારા માનસિક દિવ્યાંગ લોકોના કાંડે રાખડી બાંધી તેમના સારા આરોગ્ય માટે પ્રાર્થના કરી હતી. કચ્છની માનવ જ્યોત સંસ્થા (Manav Jyot Kutch) દ્વારા આવા માનસિક દિવ્યાંગ લોકોના (Rakshabandhan with Mentally challenged) સ્વાસ્થ્યમાં સુધારો આવે તે હેતુથી આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. તો રાખડી બંધાવી સૌ કોઈએ ઢોલ શરણાઈના તાલે ગરબાની રમઝટ પણ બોલાવી હતી.

    કચ્છનો મુખ્યમથક ભુજ ટર્મિનલ સ્ટેશન હોતાં અનેક માનસિક દિવ્યાંગ લોકો ટ્રેનમાં બેસીને ભૂલથી અહીં પહોંચી આવે છે. ત્યારે કચ્છની માનવ જ્યોત સંસ્થા દ્વારા છેલ્લા 19 વર્ષથી આવા રસ્તે રખડતા માનસિક દિવ્યાંગ લોકોની સારવાર કરાવી તેમને તેમના ઘરે પરત પહોંચાડી પરિવાર સાથે મિલન કરાવવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. તો સંસ્થા દ્વારા ચાર વર્ષ પહેલાં આશ્રમ સ્થાપ્યા બાદ હવે આવા રસ્તે રખડતા લોકોને આશ્રમ ખાતે રહેવાની સુવિધા આપવામાં આવે છે.

    દરેક તહેવારની જેમ રામદેવ સેવાશ્રમ ખાતે આજે રક્ષાબંધનની ઉજવણી કરવામાં પણ આવી હતી. આસપાસની અનેક હિન્દુ મુસ્લિમ ધર્મની બહેનોએ આવીને અહીં રહેતા માનસિક દિવ્યાંગ લોકોના કાંડે રાખડી બાંધી હતી. પોતાના પરિવારથી વિખુટા થયેલા માનસિક સ્વાસ્થ્યની વિવિધ બીમારીઓ ધરાવતા ભાઈઓ માટે બહેનોએ પ્રાર્થના કરી હતી કે તેમના સ્વાસ્થ્યમાં સુધારો આવે અને જલ્દી જ પોતાના પરિવાર સાથે તેમનું મિલન થાય.

    આ પણ વાંચો:    કચ્છી કોયલ ગીતાબેન રબારીએ BSF જવાનોને રાખડી બાંધી કરી ઉજવણી

    સંસ્થાના ટ્રસ્ટી પ્રબોધ મુનવરે જણાવ્યું હતું કે સામાન્ય લોકોની જેમ અહીં પણ દરેક પ્રસંગની ઉજવણી કરવામાં આવે છે જેથી અહીં રહેતા લોકો પણ પોતાને સમાજનો એક ભાગ માને. હર વર્ષે અહીં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે જેથી અહીંના પુરુષોને યાદ આવે કે તેમની પણ કોઈ બહેન કે કોઈ પરિવાર છે. અને જો ન હોય તો માનવ જ્યોત પણ તેમનો પરિવાર જ છે.

    તો રક્ષાબંધન સાથે જ રામદેવ સેવાશ્રમ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સર્વે દ્વારા ત્રિરંગા સાથે ઉજવણી કરવામાં આવી હતી.
    First published:

    Tags: Kutch, Kutch news, Raksha bandhan, Raksha Bandhan 2022

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन