Home /News /kutchh /Kutch: મહેનત પર પાણી ફરી વળ્યું, કચ્છી કલાકારોની હિન્દી ફિલ્મ કચ્છમાં જ લીક!

Kutch: મહેનત પર પાણી ફરી વળ્યું, કચ્છી કલાકારોની હિન્દી ફિલ્મ કચ્છમાં જ લીક!

રિલીઝ પહેલા જ ફિલ્મ થઈ લીક

કચ્છી નિર્માતા દ્વારા બનાવાયેલ હૈ ઇશ્ક વજહ ફિલ્મ પોતાની નક્કી કરાયેલી રિલીઝ તારીખ પહેલાં જ કચ્છના એક સિનેમાઘરમાં દેખાડવામાં આવતા હવે નિર્માતા પોલીસ ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરી રહ્યા છે.

Dhairy Gajera, Kutch:  કચ્છના યુવાનો હવે ચલચિત્ર જગતમાં પણ નામના મેળવી રહ્યા છે ત્યારે હાલમાં જ કચ્છના એક ફિલ્મ નિર્માતાને ફિલ્મ બનાવ્યા બાદ એક કડવો અનુભવ થયો હતો. કચ્છી નિર્માતાએ કચ્છી કલાકારો સાથે કચ્છમાં બનાવેલી હિન્દી ફિલ્મ હૈ ઇશ્ક વજહ રિલીઝ થયા પહેલા જ લીક થઈ હતી. ભારે મહેનત અને ખર્ચ બાદ બનેલી ફિલ્મ આ રીતે લીક થતાં ફિલ્મનું નિર્માણ કરનાર ટીમમાં ઉદાસી છવાઈ હતી અને હવે ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવા પ્રયત્નો હાથ ધરી રહ્યા છે.

કંચન દેવી ફિલ્મ્સ બેનર કચ્છ હેઠળ કચ્છી પ્રોડ્યુસર ધનરાજ આઇડી દ્વારા બનાવાયેલ રાષ્ટ્રીય લેવલની હિન્દી ચલચિત્ર પોતાના રિલીઝ ડેટ પહેલા જ કચ્છના એક સિનેમામાં દર્શાવવામાં આવતા ફિલ્મ નિર્માતાને એક મોટો ઝટકો લાગ્યો હતો. ભારતીય અને વેસ્ટર્ન સંસ્કૃતિ અને તમામ યુવાનો તેમજ તેમના માતા પિતાઓને એક સારો સંદેશ આપતી ફિલ્મની રિલીઝ માટે મુંબઈના ક્યુબ સિનેમા ફિલ્મ રિલિઝિગ સેંટર સાથે ઓથોરીટી કરારો કરવામાં આવ્યા હતા.

આ ફિલ્મને ભારતભરમાં 500થી વધુ સિનેમાઘરોમાં રિલિઝ કરવાની યોજના પ્રોડ્યુસરે બનાવી હતી પરંતુ તેમના નિમેલા સિનેમાઘર બુકર પાસેથી પૂરતા સિનેમાનું આયોજન ન થતા ગત 4 તારીખે 200 સિનેમાઘરોમાં રિલીઝ કરવાની વાત ચાલી હતી. જો કે બુકર પાસે એ પણ આયોજન ન થતા ફિલ્મની રિલિઝ તારીખ બદલાવી 11 નવેમ્બર રાખવામાં આવી હતી. પરંતુ ફિલ્મના બુકર માતાજી ફિલ્મ્સ જૂનાગઢના નરેંદ્રભાઈ સોનીએ નિર્માતાને જણાવ્યા મુજબ તે તારીખે પણ પૂરતા સિનેમાઘરો ઉપલબ્ધ થાય ન હતા.

અંતે ફિલ્મના નિર્માતાએ તારીખ બદલી 18 નવેમ્બરના ફિલ્મ રિલીઝ કરવાનું નક્કી કર્યું અને 11 તારીખની રિલીઝ કેન્સલ કરાવી હતી. જો કે આ વચ્ચે કચ્છના આદિપુરમાં આવેલા વિનય સિનેમાઘરમાં આ ફિલ્મ રિલીઝ થઈ જતાં તેનો વીડિયો નિર્માતા પાસે પહોંચ્યો હતો અને ફિલ્મ નિર્માતાએ સિનેમાઘરનો સંપર્ક કરી ફિલ્મના પ્રસરણને બંધ કરાવ્યું હતું. ફિલ્મ પ્રોડ્યુસરના સહી સિક્કા કે કોઈ ઓથોરીટી વગર ફિલ્મ કઇ રીતે રિલિઝ કરવામા આવી તે મુદ્દે ફિલ્મ નિર્માતાએ પોતાના ડિસ્ટ્રીબ્યુટર ક્યૂબ સિનેમાનો સંપર્ક કર્યો હતો પરંતુ કોઈ ચોક્કસ કારણ જણાયું ન હતું.

News18 સાથે વાત કરતા પ્રોડ્યુસર ધનરાજ આઇડી એ જણાવ્યું હતું કે, \"રૂ. 75 લાખ જેટલું બજેટ આ ફિલ્મ પાછળ ખર્ચ થયું છે અને ખૂબ મહેનત બાદ બનાવેલી આ ફિલ્મ મોટી બોલીવુડ ફિલ્મોને ટક્કર આપે તેવી છે. આ વચ્ચે આ પ્રકારે ફિલ્મ લીક થાય તો નિર્માતાઓને ખૂબ મોટો ફટકો પડે છે.\" ધનરાજભાઈએ જણાવતા ઉમેર્યું હતું કે હાલ તેઓ આ ફિલ્મ લીક થયા મુદ્દે પોલીસ ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી રહ્યા છે.
First published:

Tags: Kutch, Local 18