Home /News /kutchh /

Kutch Rain: કચ્છ મેઘરાજા મહેરબાન, માંડવીમાં ભારે વરસાદ, દુર્ગાપુર થયું પાણી પાણી

Kutch Rain: કચ્છ મેઘરાજા મહેરબાન, માંડવીમાં ભારે વરસાદ, દુર્ગાપુર થયું પાણી પાણી

દુર્ગાપુર ગામ પાણી પાણી

Kutch Rain: માંડવી તાલુકામાં પડેલા ધોધમાર વરસાદને પગલે તાલુકાનું દુર્ગાપુર ગામ (Durgapur village) પાણી પાણી થઈ ગયું છે. અહીં ગત રાત્રિથી વરસાદ વરસી રહ્યો છે.

    ભુજ: છેલ્લા અઠવાડિયાથી રાજ્ય પર મેઘરાજા મહેરબાન થયા છે. આજે (પાંચ જુલાઈ)ના રોજ કચ્છના તમામ તાલુકામાં વરસાદ પડ્યો છે. સવારે ચાર જ કલાકમાં કચ્છના માંડવી (Mandvi Rain)માં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને પગલે કચ્છના મુંદ્રાથી વડાલા જતો માર્ગ (Mundra to Vasala road) બંધ થયો છે. મળતી માહિતી પ્રમાણે લુણી ગામની પાસે "પાપડી" ધોવાઈ જતા માર્ગ બંધ થયો છે. ભારે વરસાદને કારણે નદીના પાણી માર્ગ પર ફરી વળ્યા છે. બીજી તરફ રસ્તો બંધ થવાને પગલે આ વિસ્તારના લોકોને ભારે હાલાકી પડી રહી છે.

    માંડવીનું દુર્ગાપુર થયું પાણી પાણી


    માંડવી તાલુકામાં પડેલા ધોધમાર વરસાદને પગલે તાલુકાનું દુર્ગાપુર ગામ (Durgapur village) પાણી પાણી થઈ ગયું છે. અહીં ગત રાત્રિથી વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પગલે ગામના નદી-નાળા છલકાયા છે. ભારે વરસાદ વરસી જતા ગામના સીમડામાં પાણી ભરાઈ ગયા હતા. મળતી માહિતી પ્રમાણે કચ્છના કેટલાક તાલુકામાં ગત રાત્રિથી જ વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે ડેમોમાં નવા નીર આવ્યા છે.


    કચ્છમાં સવારે છ વાગ્યાથી 10 વાગ્યા સુધી પડેલો વરસાદ


    માંડવી------63 એમ.એમ.
    મુંદ્રા--------41 એમ.એમ.
    ગાંધીધામ---17 એમ.એમ.
    લખપત-----9 એમ.એમ.
    અબડાસા---4 એમ.એમ.


    24 કલાકમાં ગુજરાતના 156 તાલુકામાં મેઘરાજાની સવારી


    મંગળવારે સવારે છ વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 156 તાલુકામાં વરસાદ (Gujarat rain) નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના (Valsad rain) ઉમરગામમાં 6.36 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સાથે વલસાડના પારડીમાં 5.44 ઇંચ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના કહેવા પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ (Gujarat rain forecast) રહેશે. આ દરમિયાન અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે. આઠમી જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદ (Gujarat Heavy rain forecast) પડવાની આગાહી છે.

    સોમવારના વરસાદી આંકડની વાત કરીએ તો, સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 6.36 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સાથે વલસાડના પારડીમાં 5.44 ઇંચ, પલસાણા અને વાપીમાં 4.64 ઇંચ, સુરતના ચોર્યાસીમાં 4.28, સુરત શહેરમાં 3.6 ઇંચ, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 3.5 ઇંચ જ્યારે અમરેલીના સાવરકુંડલા, જલાલપોરમાં 3 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Kutch, ગુજરાત, ચોમાસુ, વરસાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन